તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Native Indians Made History By Winning 20 Seats In The 13th State Assembly Of The United States, Also Winning 4 Seats For The First Time In New York

ભાસ્કર વિશેષ:અમેરિકાની 13 સ્ટેટ એસેમ્બલીમાં મૂળ ભારતીયોએ 20 બેઠક જીતીને ઇતિહાસ સર્જ્યો, ન્યુયોર્કમાં પણ પહેલીવાર 4 બેઠક જીતી

ન્યુયોર્ક8 મહિનો પહેલાલેખક: મોહમ્મદ અલી
  • કૉપી લિંક
  • અમેરિકામાં કમલા હેરિસ જ નહીં, ભારતીય મૂળના અન્ય નેતાઓ પણ રાજકીય તાકાત દેખાડી રહ્યા છે

મોટા ભાગના ભારતીયો જાણે છે કે અમેરિકામાં ભારતીય મૂળનાં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની ચૂક્યાં છે. કેટલાકને એ પણ ખબર હશે કે અમેરિકામાં માત્ર 1% લોકો ભારતીય મૂળના છે પણ ત્યાંના રાજકારણમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. અમેરિકામાં ભારતીય મૂળના ઉમેદવારોએ 13 સ્ટેટ એસેમ્બલીમાં 20 બેઠક જીતીને ઇતિહાસ રચ્યો છે.

આ બેઠકો ભારતીય મૂળના લોકોએ સંસદની ચૂંટણીમાં જીતેલી 4 બેઠકથી અલગ છે. ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીની ચૂંટણીમાં પહેલીવાર ભારતીય મૂળના લોકોએ 4 બેઠક જીતી છે. 50 રાજ્યની કોઇ પણ એસેમ્બલીમાં ભારતીયોની આ પહેલીવાર સૌથી મોટી જીત છે. આ ઉપરાંત મૂળ ભારતીયોએ ન્યૂજર્સી, કનેક્ટિકટ અને નોર્થ કેરોલિનામાં 2-2 તથા અન્ય રાજ્યોમાં 1-1 બેઠક જીતી છે. આ 20 વિજેતા ઉમેદવારોમાંથી માત્ર 3 જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના છે.

બાકીના ડેમોક્રેટિક પાર્ટીના છે. સ્ટેટ એસેમ્બલી ચૂંટણી જીતેલા મૂળ ભારતીયોમાં ફિલ્મકાર મીરા નાયરનો પુત્ર જોહરાન મમદાની પણ સામેલ છે. કેલિફોર્નિયામાં મૂળ ભારતીય અમી બેરા (55) પાંચમી વખત જીત્યાં છે. વ્યવસાયે ડૉક્ટર બેરા ડેમોક્રેટિક પાર્ટીના છે. તેઓ સૌથી લાંબા સમય સુધી એસેમ્બલી સભ્ય રહેલા પ્રથમ મૂળ ભારતીય પણ બની ગયાં છે. તેમનાં માતા-પિતા ગુજરાતથી અમેરિકા આવ્યાં હતાં. ઇલિનોયમાં રાજા કૃષ્ણમૂર્તિ (47) ત્રીજી વખત જીત્યા.

ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય કૃષ્ણમૂર્તિનો જન્મ દિલ્હીમાં થયો હતો. કેલિફોર્નિયાથી એશ કાલરા ત્રીજીવાર જીત્યા છે. ડેમોક્રેટિક પાર્ટીનાં પદ્મા કુપ્પા મિશિગન સ્ટેટમાં ચૂંટણી જીતનારાં પ્રથમ વસાહતી અને પ્રથમ હિન્દુ મહિલા બન્યાં છે. ઓહિયોથી રિપબ્લિકન પાર્ટીના નીરજ અંતાણી સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાયા છે. અહીં પહેલીવાર કોઇ મૂળ ભારતીય સ્ટેટ એસેમ્બલીમાં પહોંચ્યા છે.

વ્યવસાયે વકીલ જેનિફર ન્યુયોર્કમાં સ્ટેટ એસેમ્બલી ચૂંટણી જીતનારી પ્રથમ મૂળ ભારતીય મહિલા બની
ડેમોક્રેટિક પાર્ટીની જેનિફર રાજકુમાર (38) ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાયેલી ભારતીય મૂળની પ્રથમ મહિલા છે. જેનિફરની માતાએ ભારતથી અમેરિકા આવીને ક્વીન્સમાં વસવાટ કર્યો હતો. બાદમાં પરિવાર ન્યુયોર્ક આવી ગયો હતો. કહેવાય છે કે જેનિફરની માતા ભારતમાં કાચા મકાનમાં રહેતી હતી. જેનિફર વ્યવસાયે વકીલ છે.

અન્ય સમાચારો પણ છે...