તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાસા અને સ્પેસએક્સની જુગલબંદી:સ્પેસએક્સના રોકેટમાં 4 એસ્ટ્રોનોટ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માટે રવાના, ક્રૂ ડ્રેગનની આ પહેલી ઓપરેશનલ ફ્લાઇટ

વોશિંગ્ટન5 મહિનો પહેલા

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ રવિવારે સાંજે સાડાસાત વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યે) 4 એસ્ટ્રોનોટને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. આ મિશન સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા પૂરું કરવામાં આવશે. ક્રૂ ડ્રેગનની આ પહેલી ઓપરેશનલ ફ્લાઈટ છે.

સ્પેસ સ્ટેશન જનારા અમેરિકન અંતરિક્ષ યાત્રી માઈકલ હોપકિંસ, વિક્ટર ગ્લોવર અને શેનન વોકર છે. તેમની સાથે જાપાનના સોઈચી નોગુચી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થયા. આ તમામ સ્પેસ સ્ટેશનમાં બે રશિયન અને એક અમેરિકન એસ્ટ્રોનોટ સાથે જોડાશે અને ત્યાં 6 મહિના સુધી રહેશે.

લોન્ચિંગ વખતે ઉપ-રાષ્ટ્રપતિ હાજર હતા
લોન્ચિંગ વખતે અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સ અને સેકન્ડ લેડી કરેન પેન્સ હાજર હતા. નાસાને આશા છે કે મિશન સફળ રહેશે તો આવનારા સમયમાં પણ તેઓ ઘણા રુટિન મિશન મોકલી શકશે. આ લોન્ચિંગના પહેલાં થવાનું હતું, પણ ખરાબ વાતાવરણના કારણે એને ટાળી દેવાયું હતું.

રશિયન રોકેટ પર નિર્ભરતા ઓછી હશે
મે મહિનામાં સ્પેસએક્સે એક ડેમો મિશન પૂરું કરીને દેખાડ્યું હતું કે તે અંતરિક્ષ યાત્રીઓને સ્પેસ સ્ટેશન મોકલી શકે છે અને તેમને સુરક્ષિત પાછા પણ લાવી શકે છે. આ ક્ષમતા હાંસિલ કર્યા પછી કંપની તેના મિશન માટે અમેરિકાની નિર્ભરતા રશિયાના સોયુજ રોકેટથી સમાપ્ત કરી શકે છે.

સ્પેસએક્સના CEO એલન મસ્કે 2002માં આ કંપની બનાવી હતી, જેના પછીથી તે તેમના જૂના પ્રતિદ્વંદ્ધી બોઈંગ કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. ગત વર્ષે બોઈંગનું એસ્ટ્રોનેટવાળું સ્ટારલાઈન પ્રોગ્રામ પરીક્ષણ નિષ્ફળ થઈ ગયું હતું.

રશિયા સાથે મિશન ચાલતા રહેશે
નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડનસ્ટાઈને શુક્રવારે કહ્યું હતું કે આ વખતે ઈતિહાસ રચવામાં આવી રહ્યો છે, જેને આપણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે આપણી ઉડાન કહી શકીએ છીએ. જોકે બ્રાઈડનસ્ટાઈનનું કહેવું છે કે સ્પેસએક્સની સફળતાનો અર્થ એ નહીં હોય કે અમેરિકા રશિયા સાથે ઉડાન બંધ કરી દેશે.

તેમણે કહ્યું હતું કે અમે એવી વ્યવસ્થા બનાવવા માગીએ છીએ કે અમેરિકન એસ્ટ્રોનટ રશિયાના સોયુજ રોકેટ દ્વારા અંતરિક્ષમાં અને રશિયા એસ્ટ્રોનોટ કોમર્શિયલ ક્રૂ વેહિકલ્સ દ્વારા જઈ શકે છે. ઘણા વખતથી અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધ અનિશ્વિત અને સૌથી ખરાબ સમયમાં છે. તેમ છતાં સ્પેસ મિશનના મામલામાં બન્ને દેશ વચ્ચે ઘણો સારો મેળ છે.

નાસા 8 બિલિયન ડોલર ખર્ચ કરશે
આ સપ્તાહની શરૂઆતમાં ક્રૂ ડ્રેગનને નાસાએ સર્ટિફાઈડ કર્યું છે. આ લગભગ 40 વર્ષ પછી નાસામાંથી સર્ટિફાઈડ થનારું પહેલું અંતરિક્ષ યાન બની ગયું છે, જેની બનાવટ એક કેપ્સ્યૂલ જેવી છે, જેને સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ફાલ્કન 9ની ખાસિયત છે કે તેને વારંવાર ઉપયોગ કરી શકાય છે.

એજન્સીએ 2024 સુધી કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ પર 8 બિલિયન ડોલર કરતાં વધુ ખર્ચ કરવાની યોજના બનાવી છે. તેને આશા છે કે પ્રાઈવેટ સેક્ટર ધરતીની નીચલી કક્ષામાં મોકલવામાં આવતા તેના મિશનને સંભાળી લેશે, જેનાથી નાસા પોતાનું પૂરેપૂરું ધ્યાન ચંદ્રમા અને પછી મંગળ પર વાપસીવાળા મિશન પર ધ્યાન લગાવી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો