PHOTOSમાં જુઓ બ્રહ્માંડનો અદભુત નજારો:નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે રંગીન તસવીરો લીધી, જાણો આની ખાસિયતો સહિતની માહિતી

2 મહિનો પહેલાલેખક: આયુષી ગોસ્વામી

અમેરિકન સ્પેસ એજન્સી નાનાએ જેમ્સ વેબ ટેલિસ્કોપથી લીધેલી પહેલી તસવીર રિલીઝ કર્યા પછી વધુ પાંચ તસવીર શેર કરી છે. આ બ્રહ્માંડની અત્યારસુધીની સૌથી હાઇ રેઝોલ્યુશનવાળી રંગીન તસવીરો છે જેમાં અલગ-અલગ ગેલેક્સીથી અનેક ગ્રહો, તારાઓ તથા અંતરિક્ષના ઘણા રહસ્યો સામેલ છે.

તો ચાલો... આપણે આ તમામ 6 તસવીર પર જનર કરીએ...

1. આકાશગંગા સમૂહ (Galaxy Cluster)- 1

જેમ્સ વેબ ટેલિસ્કોપથી ક્લિક કરવામાં આવેલી પહેલી તસવીરને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન અને નાસાએ મળીને રિવીલ કરી હતી. આ તસવીરમાં SMACS 0723 નામની એક આકાશગંગાના સમૂહને જોઈ શકાય છે. નાસાએ કહ્યું છે કે ગેલેક્સીની સાથે જ બ્લેક હોલ પર પણ આની સહાયથી રિસર્ચ થઈ શકે છે.

2. આકાશગંગા સમૂહ-2

બીજી તસવીર SMACS 0723ની છે, પરંતુ આને હવે નજીકથી જોઈ શકાય છે. આમાંથી ઘણી વસ્તુઓ એવી રીતે જોવા મળી રહી છે, જેવી રીતે તે 13.1 અરબ વર્ષ પહેલાં જોવા મળતી હતી. નાસાના જણાવ્યા પ્રમાણે, આ ટેલિસ્કોપને બીજી એક તસવીર ક્લિક કરતાં 4 દિવસનો સમય લાગે છે.

3. સધર્ન રિંગ (Southern ring)

ત્રીજી તસવીરમાં સધર્ન રિંગ નામથી નેબ્યુલાનો એક તારો જોવા મળી રહ્યો છે. નેબ્યુલા ગેસ અને ડસ્ટથી બનેલું આ વાદળ હોય છે, જે વચ્ચે તારાઓનો જન્મ થાય છે. આ નેબ્યુલાનો એ તારો સંપૂર્ણપણે નષ્ટ થવા આવ્યો છે, જેની ઊર્જા બાહ્ય આવરણમાં જોવા મળી રહી છે. સધર્ન રિંગ પૃથ્વીથી 2 હજાર પ્રકાશ વર્ષ દૂર છે.

4. સ્ટીફન્સ ક્વીનટેટ (Stephen's Quintet)

ટેલિસ્કોપથી ક્લિક કરેલી આ ચોથી તસવીરમાં સ્ટીફન્સ ક્વીનટેટ જોવા મળે છે. આ વિશ્વની પહેલી આકાશગંગાનો સમૂહ છે, જેને વૈજ્ઞાનિકોએ શોધખોળ પછી પ્રાપ્ત કર્યો છે. આ સમૂહમાં 4થી 5 ગેલેક્સી છે, જે સતત એકબીજાની નજીક આવી રહી છે.

5. કેરિના નેબ્યુલા (Carina Nebula)

પાંચમી તસવીર કેરિના નેબ્યુલાની છે. પૃથ્વીથી 7600 પ્રકાશવર્ષ દૂર, આ બ્રહ્માંડમાં સૌથી મોટો નેબ્યુલા છે. આ તસવીરને જોઈને વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ ચોંકી ગયા હતા. આ નેબ્યુલા કોઈ પહાડ જેવો લાગી રહ્યો છે. તસવીરોમાં નીચે ધૂળ છે અને ઉપરની બાજુ ગેસ જોવા મળી રહ્યો છે.

WASP-96B ગ્રહ

આ છેલ્લી તસવીર પૃથ્વીથી 1150 પ્રકાશ વર્ષ દૂર સ્થિત ગ્રહની છે, જેનું નામ WASP-96B છે. આમાં ગ્રહના વાતાવરણમાં રહેલી વેવલેન્થ અંગે પણ ઘટસ્ફોટો થયા છે. આ અત્યારસુધીની જ એક નવી શોધ સમાન રહી છે. અહીં વોટર વેપર હોવાની પણ સંભાવના રહેલી છે. જેવી રીતે બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે, તેવી રીતે WASP-98B પણ પોતાના તારાથી સૌથી નજીકનો ગ્રહ છે.

જેમ્સ વેબ ટેલિસ્કોપની ખાસિયતો
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સીએ તૈયાર કર્યો છે. આના પર લગભગ 75 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આ વિશ્વનો સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. આની ક્ષમતાનો અંદાજો એવી રીતે લગાડી શકાય કે આ અંતરિક્ષથી પૃથ્વી પર ઊડી રહેલા પક્ષીને પણ સરળતાથી ડિટેક્ટ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...