તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળ ગ્રહ પરથી આવ્યો અવાજ:NASAના પર્સીવરેન્સ રોવરથી મોકલવામાં આવ્યું પહેલું ઓડિયો રેકોર્ડિંગ, 10 સેકન્ડની ટેપમાં ઝીણો આવો અવાજ આવ્યો

2 દિવસ પહેલા
નાસાના પર્સીવરેન્સ રોવર ગયા સપ્તાહે મંગળ પર પહોંચ્યું હતું, તેની લેન્ડિંગનો ઓડિયો અને વીડિયો સામે આવ્યો છે

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ માર્સ એટલે કે મંગળ ગ્રહનો પહેલો ઓડિયો રેકોર્ડ જાહેર કર્યો છે. 10 સેકન્ડના આ વીડિયો ક્લિપમાં એક ઝીણો અવાજ આવી રહ્યો છે. નાસાના જણાવ્યા પ્રમાણે આ તેમના પર્સીવરેન્સ રોવર ઉતર્યા પછી ત્યાં આવેલી ધૂળ અને માટી પર આવેલા પ્રેશરથી આ અવાજ થયો છે. નાસાએ તે સાથે જ લાલ ગ્રહ પર પર્સીવરેન્સ રોવરના લેન્ડિંગનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ રોવરે ગુરુવારે મંગળ ગ્રહ પર લેન્ડિંગ કર્યું છે.

લેન્ડિંગ પછી માઈક્રોફોને કામ ન કર્યું
મીડિયા રિપોર્ટ્સમાં નાસા તરફથી કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે જ્યારે પર્સીવરેન્સે માર્સ પર લેન્ડિંગ કરી હતી તે દરમિયાન તેમના માઈર્કોફોને અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ જ કારણ છે કે, લેન્ડિંગ દરમિયાન તેનો વીડિયો સામે આવી શક્યો નહતો. જોકે તે પછી માઈક્રોફોને કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેની પહેલી ક્લિપ નાસાએ જાહેર કરી છે.
મિશનના કેમેરા અને માઈક્રોફોન સેક્શન એન્જિનિયર ડેવ ગ્રુએલે કહ્યું કે, 10 સેકન્ડની આ ક્લિપમાં ખૂબ ધીમી અને સામાન્ય અવાજ સંભળાઈ રહ્યો છે. પરંતુ રિસર્ચના મત પ્રમાણે આ ધીમો અને ઝીણો અવાજ પણ ખૂબ મહત્વનો છે.

વીડિયો ક્લિપ જાહેર કરાઈ ઓડિયોની સાથે નાસાએ એક લેન્ડિંગ ટાઈમ (ટચ ડાઉન) વીડિયો જાહેર કર્યો છે. 3 મિનિટ 25 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ ફ્રેમ છે. તેમાં દેખાય છે કે, રોવરે કેવી રીતે લેન્ડિંગ કરી. હીટ શીલ્ડ અને પેરાશૂટ પણ જોવા મળે છે. આ વીડિયોમાં નાસાના સ્ટાફની ખુશીની ક્ષણોમાં પણ કમ્પાઈલ કરવામાં આવી છે. નાસાએ કહ્યું છે કે, આવું ઈતિહાસમાં પહેલીવાર થયું છે જ્યારે માર્સ પર લેન્ડિંગનો વીડિયો અને તસવીરો લેવામાં આવી છે. અમે તેનો અભ્યાસ શરૂ કરી દીધો છે.

રોવર એકદમ યોગ્ય સ્થિતિમાં
પર્સીવરેન્સના મિશન મેનેજર જેસિકા સૈમુઅલ્સે કહ્યું- અત્યાર સુધી દરેક વસ્તુઓ એ પ્રમાણે જ થઈ રહી છે જે પ્રમાણે અમે ઈચ્છતા હતા. રોવર અમારી અપેક્ષા પ્રમાણે જ કામ કરી રહ્યું છે. હવે અમે ટૂંક સમયમાં જ તેની સાથે જોડાયેલા હેલિકોપ્ટરની પહેલી ઉડાન પર ફોક્સ કરીશું. હાલ પ્રાથમિક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો