ચીન સ્પેસ પ્રોગ્રામની આડમાં પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. ઈન્ડો પેસિફિક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનના રિપોર્ટમાં નાસાના એક અધિકારીને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર ચીન પોતાના સ્પેસ પ્રોગ્રામનો ઉપયોગ પોતાની આર્થિક, સૈન્ય અને તકનીકી તાકાત વધારવા માટે કરી રહ્યું છે. આમ કરીને ચીન અમેરિકા જેવી મોટી શક્તિઓને પડકાર આપવા ઇચ્છે છે.
નાસાના અધિકારી બિલ નેલ્સને પોલિટિકો નામની વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ચીન ચંદ્રના એક ભાગ પર સાયન્ટિફિક રિસર્ચ ફેસેલિટી બનાવી રહ્યું છે. આશંકા છે કે ચીન પાછળથી આ વિસ્તાર પર કબજો કરી શકે છે. આવી આશંકા એટલા માટે પણ છે કારણ કે સ્પેસ વર્કના નિયમો જેમ કે પહેલાં આવો, પહેલાં મેળવોની જેમ કામ કરે છે...
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રિસર્ચ સ્ટેશન બનાવી રહ્યું છે ચીન
ચીને ગત વર્ષે એક સ્પેસ સ્ટેશન બનાવ્યું હતું જેણે ચંદ્રમાંથી ઘણા નમૂનાઓ એકત્રિત કરવા માટે અલગ-અલગ મિશન મોકલ્યા હતા. ચીનની ચંદ્રના સાઉથ પોલ પર એક લુનર રિસર્ચ સ્પેસ સ્ટેશન બનાવવાની પણ યોજના છે, જે વર્ષ 2025માં શરૂ થઈ શકે છે.
ચીન 2023માં 60 સ્પેસ મિશન મોકલશે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન અંતરીક્ષમાં સંપર્ક કરવાની ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ચીનની એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશનના ચેરમેન વૂ યાનશેંગે ગત મહિને 2023માં સંખ્યાબંધ અવકાશ મિશન અને વિકાસ લક્ષ્યોની રૂપરેખા આપી હતી. જેમાં મેન્ડ મૂન મિશન એટલે કે ચંદ્ર પર જનારા ચાઈનીઝ અવકાશયાત્રીઓ પણ સામેલ છે.
ચીન 2023માં 200 સ્પેસક્રાફ્ટ તેમજ 60 સ્પેસ મિશન લોન્ચ કરશે. આ અંતર્ગત તે શેનઝાઉ-16, શેનઝાઉ-17 અને તિયાનઝાઉ-6 કાર્ગો ક્રાફ્ટ દ્વારા અનેક ફ્લાઇટ મિશનને અંજામ આપશે.
ચીનના સ્પેસ મિશનથી અમેરિકા નારાજ
US સ્પેસ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ નીના આર્માગ્નોએ નવેમ્બર 2022માં દાવો કર્યો હતો કે ચીન આર્થિક લાભો અને વ્યૂહાત્મક કારણોસર સ્પેસ રેસ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાને ડર છે કે જો ચીન તેના તમામ મિશનમાં સફળ થશે તો તે તેમને અંતરિક્ષની રેસમાં પાછળ છોડી દેશે. આ સિવાય અમેરિકાને એ વાતનો પણ ડર છે કે ચીન અંતરિક્ષમાં પોતાના સૈન્ય મથકો બનાવવાનું શરૂ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.