• Gujarati News
  • International
  • Naphtali Bennett And Modi's First Visit; "You Are Very Popular In Israel," Bennett Told The Indian Prime Minister

30 વર્ષ જૂની મિત્રતા:નફ્તાલી બેનેટે PM મોદીને કહ્યું- ઇઝરાયેલમાં તમે ઘણાં જ લોકપ્રિય, આવો મારી પાર્ટી જોઈન કરી લો

ગ્લાસ્ગોએક મહિનો પહેલા
મંગળવારે ગ્લાસ્ગોમાં મુલાકાત દરમિયાન બેનેટ અને મોદી
  • નફ્તાલી બેનેટ અને મોદી વચ્ચે પહેલી મુલાકાત

UN COP26 મીટિંગ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલી PM નફ્તાલી બેનેટની પહેલી મીટિંગ થઈ. આ મુલાકાતને લઈને બંને જ પક્ષ ઘણાં ઉત્સાહમાં હતા. તેનું કારણ હતું ઇઝરાયેલમાં નવી સરકાર આવ્યા બાદ બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષો એક વખત પણ મળ્યા ન હતા. બેન્જામિન નેતન્યાહૂ અને મોદી વચ્ચે પર્સનલ કેમિસ્ટ્રી ઘણી જ સારી માનવામાં આવતી હતી. હવે જ્યારે બેનેટ વડાપ્રધાન છે અને તેમના પક્ષની ઓળખ એક કટ્ટરપંથીની છે ત્યારે આ મુલાકાત ઘણી જ મહત્વની હતી.

ટાઈમ્સ ઓફ ઇઝરાયેલે મોદી અને બેનેટની મુલાકાત પર એક સ્પેશિયલ રિપોર્ટ પબ્લિશ કર્યો છે. જે મુજબ મોદી સાથે મુલાકાત દરમિયાન ઇઝરાયેલી PMએ કહ્યું- તમે ઇઝરાયેલમાં ઘણાં જ લોકપ્રિય છો.

બંને દેશ સાથે મળીને ચાલવા તૈયાર
સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં UN COP26 ક્લાયમેન્ટ સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અભિવાદન થયું હતું. જે બાદ મંગળવારે વડાપ્રધાન મોદી અને બેનેટે અલગથી વાતચીત કરી હતી. ઇઝરાયેલી વડાપ્રધાન મોદી જે હોટલમાં રોકાયા હતા ત્યાં પહોંચ્યા હતા અને બંને નેતાઓએ લાંબી વાતચીત કરી.

મુલાકાત પહેલા બેનેટે ઇઝરાયેલી મીડિયાને કહ્યું- મોદી તે વ્યક્તિ છે જેઓએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોની મજબૂતી શરૂઆત કરી. બંને દેશની સંસ્કૃતિ અને વિરાસત ઘણી જ પ્રાચીન છે. અમે ઈચ્છીએ છીએ કે આ સંબંધ વધુ મજબૂત બને. બને દેશ વિકાસના રસ્તે મજબૂતીથી ચાલવા માટે તૈયાર છે.

દિલની વાત
રિપોર્ટ મુજબ બેનેટ અને મોદી વચ્ચે કેટલાંક મહત્વના મુદ્દે વાતચીત કરી. બંને નેતાઓએ બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી. આ ઉપરાંત હાઈટેક્નોલોજી અને ઈનોવેશન પર વિસ્તારથી વાતચીત પણ કરી.

બેનેટે બાદમાં કહ્યું- આ કોઈના હિતનો મામલો નથી. આ અમારી વચ્ચેની ઊંડી મિત્રતાનો મામલો જેને અમે વધુ મજબૂત કરવા ઈચ્છીએ છીએ. દરેક લોકો આ મિત્રતાની મહેક અનુભવે છે. મોદી ઇઝરાયેલમાં ઘણાં જ લોકપ્રિય છે. અમે મોદી પાસેથી ઘણું શીખી શકીએ છીએ અને શીખી પણ રહ્યાં છીએ. હું ઈચ્છું છું કે આપણાં ગત વડાપ્રધાને જે રસ્તો અપનાવ્યો હતો તે રસ્તે જ આપણે આગળ ચાલવું જોઈએ. બંને દેશોને સાથે ચાલવાની જરૂરિયાત છે.

મિત્રતાના 30 વર્ષ
ભારતે 30 વર્ષ પહેલા ઇઝરાયેલને એક અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. ત્યારે ભારતના આ પગલાંથી કેટલાંક આરબ દેશો નારાજ થયા હતા. મોદી સત્તા પર આવ્યા બાદ બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

વડાપ્રધાન મોદી પોતે ઇઝરાયેલની મુલાકાત કરી ચુક્યા છે અને ઇઝરાયેલી વડાપ્રધાન પદે રહેલા નેતન્યાહૂ પણ ભારત આવ્યા હતા. ઓક્ટોબરમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઇઝરાયેલ ગયા હતા. આ દરમિયાન તેઓએ બેનેટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...