ભાસ્કર ખાસ:નેનો રોબોટ્સ મગજની અંદર સુધી ઘૂસીને જટિલ બીમારીઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકથી સારવાર કરશે

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેલિફોર્નિયામાં હ્યુમન બ્રેન ડેડ રિસર્ચ પર સ્ટાર્ટઅપ શરૂ થયું

બ્રેન ટ્યુમર અને કેન્સર જેવી ઘાતક બીમારીઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે નેનો રોબોટ્સ તૈયાર કરાઈ રહ્યા છે. આ નેનો રોબોટ્સ મગજનું માપ લઈ શકે છે અને મગજની અંદર ટિસ્યૂના નમૂના પણ ભેગા કરી શકે છે. આ રોબોટ્સ મગજની અંદર ઘૂસીને જટિલ બીમારીઓનો ગ્રાફ કમ્પ્યુટર સ્ક્રીન પર બતાવશે. તેના આધારે આવી બીમારીઓની સટિકતાથી સારવાર થઈ શકશે.

હવે આ બધું કેલિફોર્નિયામાં હ્યુમન બ્રેન રિસર્ચ પર શરૂ થયેલા સ્ટાર્ટઅપ થકી શક્ય બનશે. આ સ્ટાર્ટ અપની યોજના છે કે નેનો રોબોટ્સને મગજની અંદર ઈન્જેક્ટ કરાશે, જે સાવધાનીથી અંદર સુધી પહોંચી જશે. યુએસ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ આ પ્રકારની સારવાર પદ્ધતિને પણ મંજૂરી આપી દીધી છે.

એમઆરઆઈથી વિપરીત આ ઉપકરણ સરળતાથી પરિવહન યોગ્ય છે અને 10થી 100 ગણી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. આ નેનો રોબોટ્સનું મેટલ સ્ટ્રક્ચર થોડા મિલિમીટરનું જ છે, જે ધીમે ધીમે શરીરમાં પ્રોજેક્ટ કરી શકાય છે. જેવું તે ટાર્ગેટ તરફ આગળ વધશે, તેમ તેમ તે રોકેટની જેમ ઝડપથી આગળ વધવા લાગશે. જ્યાં સુધી તે મગજની અંદર દ્રવ્યોથી ભરેલી દીવાલમાં ઘૂસી ના જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે.

આ દરમિયાન દર્દી ગોલ્ફ બૉલના આકારની સિસ્ટમનો અનુભવ કરશે, જે મગજમાં સોજો લાવશે કે દબાણ વધારશે. તેનાથી ખતરનાક ન્યુરોલોજિકલ સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ પ્રયોગ સફળ થશે તો આ પ્રક્રિયાનો ઉપયોગ ડેન્ડી વૉકર સિન્ડ્રોમની સારવાર માટે કરી શકાય છે, જે મગજની રેરેસ્ટ ઓફ ધ રેર વિકૃતિ છે.

નેનો રોબોટથી ખેંચ અને કંપવા જેવી બીમારીની સારવાર થશે
બાટોનોટ લેબ્સ નામના આ સ્ટાર્ટ અપે ખેંચ, કંપવા કે સ્ટ્રોક સહિત મગજને પ્રભાવિત કરતી અન્ય સ્થિતિની સારવાર માટે આ સારવાર પદ્ધતિનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે. હાલમાં જ બકરી, ડુક્કર જેવાં મોટાં જાનવરો પર આ રોબોટનાં સફળ પરીક્ષણ કરાયાં હતાં. તેના ડેટા પરથી માલુમ પડે છે કે, તે જોખમી નથી.

અન્ય સમાચારો પણ છે...