ખુલાસો:મ્યાનમારની સેનાએ ભારતીય ઉગ્રવાદીઓ સાથે મળી બે તમિળોની હત્યા કરી હતી

કોલંબો3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યાનમારના તામૂ વિસ્તારમાં 5 જુલાઈએ થયેલી બે તમિલ યુવકોની હત્યામાં નવો વળાંક આવ્યો છે. મ્યાનમારની આંગ સાન સૂ કીની બરતરફ સરકારે એક સત્તાવાર નિવેદનમાં આરોપ મૂક્યો હતો કે ઘટનાના દિવસે જ ભારત સરકારને જાણ કર્યા વિના અને તપાસ વિના બંને યુવકોનાં શબ બાળી નખાયાં હતાં. આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.

મ્યાનમારની સેનાએ બંને યુવકોની હત્યા કરી હતી અને તેમાં ભારતીય ઉગ્રવાદીઓના સંગઠન પણ સામેલ હતા. રિપબ્લિક ઓફ ધી યુનિયન ઓફ મ્યાનમારની નેશનલ યુનિટી ગવર્નમેન્ટ(એનયુજી) તરફથી જારી નિવેદન દિવ્ય ભાસ્કરને મળ્યું હતું. તે મુજબ માર્યા ગયેલા બંને તમિલ યુવકોની ઓળખ કરી શકાઈ હોત પણ મ્યાનમારની સેનાએ પ્રયાસ ન કર્યો. આ હત્યાકાંડ મ્યાનમારની સેનાના કમાન્ડર માઉંગના ઈશારે કરાયું. તમિલ યુવક પી.મોહન અને આઈનાર એક બર્થ-ડેમાં સામેલ થવા તામૂ ગયા હતા.

શબોની કોઈ ભાળ ન મળી, પરિજનો ભટકી રહ્યા છે
પરિજનો કહે છે કે બંને યુવકોનાં શબ અત્યાર સુધી મળ્યાં નથી. તે તંત્ર પાસે પણ ગયા પણ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. કોઈ કહે છે કે મ્યાનમારની સેનાએ બંને યુવકોને મારીને બાળી નાખ્યા છે. પરિજનોએ મણિપુરની સરકારના માધ્યમથી ભારતીય વિદેશ મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...