તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનાની સંસદમાં ઘૂસણખોરીનો વીડિયો વાઇરલ:એક બાજુ યુવતી એરોબિક્સ કરતી રહી અને પાછળથી સેનાએ મ્યાનમારની સંસદ પર કરી લીધો કબજો

એક મહિનો પહેલા
ડાન્સર એરોબિક્સ કરતી રહી અને પાછળથી સેનાએ સંસદમાં કરી ઘૂસણખોરી. - Divya Bhaskar
ડાન્સર એરોબિક્સ કરતી રહી અને પાછળથી સેનાએ સંસદમાં કરી ઘૂસણખોરી.

ભારતના પડોશી દેશ મ્યાનમારમાં સોમવારે સરકાર પલટાઈ ગઈ છે. સેનાએ રાષ્ટ્રપતિ બિન મિન્ત અને સર્વોચ્ચ નેતા શ્રીમતી આંગ સાન સૂને નજરકેદ કરી લીધાં છે. મ્યાનમાર પર અત્યારે હવે સેનાનું શાસન છે. હવે સવાલ એ થાય કે મ્યાનમારની સંસદમાં સેના કેવી રીતે ઘૂસી અને સરકાર પલટાઈ એ પહેલાં વાતાવરણ કેવું હતું? તો આ દરેક સવાલના જવાબ એક મહિલા ડાન્સરના વીડિયોમાં બધું જ ભૂલમાંથી રેકોર્ડ થઈ ગયું છે. હકીકતમાં મહિલા ડાન્સર સંસદભવનની બહાર એરોબિક્સ એક્સર્સાઈઝ કરતો વીડિયો રેકોર્ડ કરી રહી હતી. એ જ સમયે સેનાનો કાફલો સંસદભવનમાં ઘૂસ્યો હોવાની ઘટના કેદ થઈ છે.

સોશિયલ મીડિયા પર 12 લાખથી વધારે વખત જોવાયો વીડિયો
મહિલા ડાન્સરનું નામ ખિંગ હનિન વાઈ છે. વાઈની સાથે વીડિયોને સોશિયલ મીડિયા પર 12 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે અને 45 હજાર વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મ્યાનમારના પાટનગર નેપિડોમાં સવારે ઘણી એસયુવી ગાડી સંસદભવન બાજુ ગઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સંસદભવનની પાસે ઘણાં બેરિકેડિંગ છે. તેમ છતાં સૈનિકોના કાફલાને અંદર જવાની મંજૂરી મળી જાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ડાન્સરને પણ એ વાતનો અંદાજ નથી કે તેની પાછળ શું થઈ રહ્યું છે અને તેના કેમેરામાં ડાન્સ સિવાય બીજું શું રેકોર્ડ થઈ રહ્યું છે.

ખિંગ હનિન વાઈને નવો વીડિયો પોસ્ટ કરીને ખુલાસો કરવો પડ્યો

 • આ વીડિયો પર ઘણા સવાલ ઊભા થયા પછી વાઈએ મંગળવારે એક નવો વીડિયો પોસ્ટ કરીને સવાલોના જવાબ આપ્યા છે. વાઈએ કહ્યું છે કે આ જગ્યા પર તેણે આ પહેલાં પણ ઘણા વીડિયો રેકોર્ડ કર્યા છે. સોમવારે રેકોર્ડ કરવામાં આવેલો વીડિયો એકદમ વાસ્તવિક છે.
 • તેણે કહ્યું હતું કે તે છેલ્લા 15 મહિનાથી સંસદ પાસે ડાન્સ વીડિયો રેકોર્ડ કરી રહી છે. વાઈએ ફેસબુક પર પોતાને ફિઝિકલ એજ્યુકેશન ટીચર ગણાવી છે. નોંધનીય છે કે સોમવારે સવારે મ્યાનમારની સેનાએ આંગ સાન સૂ સહિત અન્ય નેતાઓની અટકાયત કરી છે અને દેશમાં ઈમર્જન્સીની જાહેરાત કરી દીધી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો