ઇંગ્લેન્ડમાં મંદિર બહાર અલ્લાહ-હુ-અકબરના સૂત્રોચ્ચાર:સ્મિથવિક શહેરમાં મુસ્લિમ સમુદાયનું પ્રદર્શન, 2 દિવસ પહેલાં લીસેસ્ટરમાં થઈ હતી અથડામણ

13 દિવસ પહેલા

ઇંગ્લેન્ડમાં હિંદુ મંદિર નિશાના પર છે. સ્મિથવિક શહેરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ બુધવારે સવારે એક મંદિરની બહાર પ્રદર્શન કર્યું. લોકોએ મંદિર બહાર અલ્લાહ-હુ-અકબરના સૂત્રોચ્ચાર કર્યા. આ પહેલાં લીસેસ્ટર સિટીમાં હિંદુ-મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ હતી.

સ્મિથવિક શહેરમાં થયેલા પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આમાં લગભગ 200 લોકો મુસ્લિમ સ્પૉન લેનમાં સ્થિત દુર્ગા ભવન હિંદુ મંદિર તરફ જતા જોવા મળે છે. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચે છે. અધિકારીઓએ રોકવાના પ્રયાસ કર્યા, પરંતુ કેટલાક લોકો મંદિરની દીવાલ પર ચઢ્યા.

શાંતિથી પ્રદર્શન કરવાની અપીલ
28 ઓગસ્ટે દુબઈમાં રમાયેલી એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનની હાર પછી હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે અથડામણની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ શાંતિથી પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં તેનાં પોસ્ટર શેર કરવામાં આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, સ્મિથવિકમાં 'અપના મુસ્લિમ' નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા દુર્ગા ભવન મંદિરની બહાર 'શાંતિપૂર્ણ વિરોધ' માટે આહવાન કરવામાં આવ્યું હતું.

લીસેસ્ટરમાં 6 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી હિંસા
6 સપ્ટેમ્બરે લીસેસ્ટર શહેરના બેલગ્રેવમાં મેલ્ટન રોડ પર હિંસા થઈ હતી. અહીં ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની મુસ્લિમોએ અહીં હિંદુઓ પર હુમલો કર્યો હતો. એ સમયે પોલીસે 2 લોકોની અટકાયત કરી હતી. લીસેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે લોકો ધાર્મિક જગ્યા પર લાગેલા ધ્વજ ઉતારી રહ્યા હતા. વાઇરલ થયેલા વીડિયોમાં લીસેસ્ટરના મેલ્ટન રોડ પર એક ધાર્મિક ઈમારતની બહાર એક વ્યક્તિ ધ્વજ હટાવતી પણ જોવા મળી હતી.

લીસેસ્ટર શહેરના બેલગ્રેવ વિસ્તારમાં થયેલી હિંસામાં સામેલ મોટા ભાગના લોકોએ માસ્ક અને હૂડ પહેર્યા હતાં.
લીસેસ્ટર શહેરના બેલગ્રેવ વિસ્તારમાં થયેલી હિંસામાં સામેલ મોટા ભાગના લોકોએ માસ્ક અને હૂડ પહેર્યા હતાં.

પોલીસને કોઈની પણ પૂછપરછ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો
લીસેસ્ટર પોલીસે ડિસ્પર્સલ ઓર્ડર જાહેર કર્યો છે, જે અંતર્ગત કોઈને પણ રોકવાનો અને પૂછપરછ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 16 વર્ષથી નાની ઉંમરના લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસે આ મામલે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. ચીફ ઓફિસર રોબ નિક્સનના જણાવ્યા અનુસાર, પોલીસ અભિયાન હજુ ચાલુ છે.

19 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમુદાયે બેલગ્રેવ રોડ પર રેલી કાઢવાનો પ્રયાસ કર્યો, પોલીસે આ રેલીને અટકાવી.
19 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમુદાયે બેલગ્રેવ રોડ પર રેલી કાઢવાનો પ્રયાસ કર્યો, પોલીસે આ રેલીને અટકાવી.

બંને સમુદાયના લોકોએ હુમલાના આરોપ લગાવ્યા
હિંદુ સમુદાયના લોકોએ દાવો કર્યો છે કે મુસ્લિમની વસતિવાળા શહેર બકિંગહામથી કેટલાંક ગ્રૂપ લીસેસ્ટર આવી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના લોકોએ પણ હુમલાના આરોપ લગાવ્યા છે. એક્ટિવિસ્ટ માજિદ ફ્રિમેન અનુસાર, હિંદુવાદી સમુદાયના લોકોએ મસ્જિદ બહાર નારા લગાવ્યા અને રસ્તા પર હાજર લોકો પર હુમલો કર્યો. એવો આરોપ છે કે ટોળાએ મુસ્લિમ વસતિવાળા વિસ્તારોમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...