• Gujarati News
  • International
  • Musk's Plan Twitter's Revenue Will Be Rs 2 Lakh Crore; Explained To Investors The Business Goals For The Next 6 Years

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:મસ્કની યોજના - ટ્વિટરની આવક રૂ.બે લાખ કરોડ થશે; રોકાણકારોને આગામી 6 વર્ષના બિઝનેસ લક્ષ્ય જણાવ્યા

ન્યૂયોર્ક9 દિવસ પહેલાલેખક: માઈક ઈસાક, લોરેન હિર્શ, અનુપ્રીતા દાસ
  • કૉપી લિંક
એલન મસ્ક - ફાઇલ તસવીર - Divya Bhaskar
એલન મસ્ક - ફાઇલ તસવીર

એલન મસ્ક હંમેશા મોટા સ્વપ્ન જૂએ છે. તેણે પોતાની ઈલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લા અને રોકેટ કંપની સ્પેસ એક્સ દ્વારા બે ઉદ્યોગોમાં નવો માર્ગ ચીંધ્યો છે. હવે તેમની મહત્ત્વાકાંક્ષા ટ્વિટરને આગળ લઈ જવાની છે. તેમણે ટ્વિટરની વાર્ષિક આવક રૂ.બે લાખ કરોડથી વધુનું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે રોકાણકારો સામે પ્રસ્તુત તેમના પ્રેઝન્ટેશનની એક નકલ પ્રાપ્ત કરી છે, જેના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે...

  • પાંચ ગણી આવક : 2018 સુધી ટ્વિટરની આવકને રૂ.39 હજાર કરોડથી પાંચ ગણી વધારી રૂ. બે લાખ કરોડ કરશે.
  • જાહેરાતની આવકમાં કાપ : દસ્તાવેજો અનુસાર જાહેરાત દ્વારા આવકમાં 45 ટકાનો ઘટાડો કરવાનો ઈરાદો છે. 2018માં એડવર્ટાઈઝિંગ દ્વારા રૂ.92 હજાર કરોડ અને સબસ્ક્રિપ્શન દ્વારા રૂ.77 હજાર કરોડની આવક પ્રાપ્ત કરાશે. ડેટા લાઈસન્સિંગ દ્વારા પણ કમાણી થશે.
  • પેમેન્ટ બિઝનેસ : દસ્તાવેજોમાં જણાવાયું છે કે, ટ્વિટર 2023માં પેમેન્ટ બિઝનેસમાંથી રૂ.115 કરોડની કમાણી કરશે. જે 2028 સુધી વધીને રૂ.13,851 કરોડ થઈ જશે. અત્યારે કંપનીનો પેમેન્ટ બિઝનેસ સાધારણ છે.
  • પ્રતિ યુઝર આવક : મસ્કને આશા છે કે તેઓ ટ્વિટરની પ્રતિ યુઝર સરેરાશ આવક લગભગ રૂ. 456 વધારી શકે છે. જેને ગયા વર્ષના રૂ.1850થી વધારી રૂ.2300 સુધી લઈ જવાની યોજના છે.
  • યુઝર વધારશે : મસ્કનું અનુમાન છે કે, ટ્વિટરના યુઝર ગયા વર્ષે 21 કરોડ 70 લાખ હતા, જે 2025માં વધીને 60 કરોડ અને 2028માં 93 કરોડ 10 લાખ થઈ જશે. મોટાભાગની કમાણી ટ્વિટર બ્લ્યૂ સહિત જાહેરાતો સાથે સંકળાયેલા બિઝનેસમાંથી થશે. યુઝર તેના માટે પ્રતિ માસ રૂ.200 વધુ ચૂકવે છે.
અન્ય સમાચારો પણ છે...