અજીબોગરીબ નિવેદનો અને નિર્ણયો માટે મશહૂર ઉદ્યોગપતિ ઇલોન મસ્કનાં ‘સપનાં’ તેમના જ કર્મચારીઓ માટે ‘દુ:સ્વપ્ન’ બની રહ્યાં છે. મસ્ક એક પછી એક ડ્રીમ પ્રોજેક્ટ્સની જાહેરાત કરે છે, પરંતુ બાદમાં તેને અધૂરા જ છોડી દે છે. પછી તે ટિ્વટરની ખરીદી હોય, ટેસ્લાની ડ્રાઇવરલેસ કાર કે પછી પોતાની જ કંપનીના પ્લાન્ટ્સને સંપૂર્ણપણે ઓટોમેટેડ બનાવવાનો હોય. પરંતુ કર્મચારીઓ માટે આ દરેક વસ્તુઓ હવે એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઇ રહી છે.
આ જ કારણ છે કે અનેક કર્મચારીઓ કંપનીમાં જ રહેવું કે રાજીનામું આપવું તેને લઇને દ્વિધા અનુભવી રહ્યા છે. જે મસ્કે ટેસ્લાના પ્રારંભિક દિવસોમાં ‘આ ડ્રાઇવરલેસ કાર હશે’ તેવો વાયદો કર્યો હતો. 2016માં મસ્કે વાયદો કર્યો હતો કે ટેસ્લા આધુનિક સોફ્ટવેરને કારમાં ફિટ કરશે પરંતુ હજુ સુધી તે દિશામાં કોઇ જ પરિણામ પ્રાપ્ત થયું નથી. લોકોએ આ કંપનીમાં હજારો ડોલરનું રોકાણ કર્યું છે. મસ્ક વિશે કહેવાય છે કે તેઓ ટીમ સાથે ચર્ચા- વિચારણા કર્યા વગર જ નવા પ્રોજેક્ટ્સનું એલાન કરે છે.
મસ્ક નવા અવસરોથી સ્વયંને મહાન બનાવે છે. તેમણે જણાવ્યું કે ટેસ્લા કંપનીના પ્રોડક્શન હોલમાં તેઓ સૂતા છે. સ્વયંની પ્રગતિ માટે તેમજ કર્મચારીઓ માટે આ તેઓનું વાસ્તવિક પગલું હતું. તેઓની ઉપસ્થિતિમાં પ્રોડક્શન તો ના વધ્યું, પરંતુ એક માલિકનું કર્મચારીઓ પર દબાણ વધુ જોવા મળ્યું. કંપનીમાં મહિલાઓ સાથે દુર્વ્યવહારની ફરિયાદો પણ આવી રહી છે. કંપનીના 100થી વધુ કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન આ અંગે જાણ થઇ છે.
અશ્વેતો પાસે શારીરિક શ્રમ, જાતિવાદી અપશબ્દો પણ બોલાય છે
મસ્કની કંપનીમાં મહિલાઓ તેમજ લઘુમતીઓ પ્રત્યે ખરાબ વર્તનના કિસ્સા અંગે પણ સાંભળવા મળે છે. અશ્વેત કામદારોને શારીરિક શ્રમ માટે મોકલાય છે. જેને પ્લાન્ટેશન કહેવાય છે. જ્યાં જાતિવાદી અપશબ્દો બોલાય છે. ઇમેલ પર વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.