• Gujarati News
  • International
  • Musk VS Bezos Bezos Drums Up Amazon's Success On Twitter, Musk Wins Silver Medal For Networth And Business

મસ્ક VS બેઝોસ:બેઝોસે ટ્વિટર પર એમેઝોનની સફળતાનો ઢોલ વગાડ્યો, મસ્કે ટ્વિટર પર કહ્યું- તો પણ 2 નંબર પર જ છો

16 દિવસ પહેલા

વિશ્વના બે સૌથી મોટા શ્રીમંત કારોબારી- એલન મસ્ક અને જેફ બેઝોસ વચ્ચે ટ્વિટર પર અલગ પ્રકારની ખેંચતાણ ચાલી રહી છે. ટેસ્લાના સહસ્થાપક મસ્ક અને એમેઝોનના સ્થાપક બેઝોસ છેલ્લા કેટલાક વર્ષેોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને નિશાન બનાવતા નજર આવી રહ્યા છે.

બેઝોસે એમેઝોનની બર્બાદીની આગાહીવાળી ઈમેજ ટ્વિટ કરેલી
હવેની સ્થિતિની વાત કરીએ તો 11 ઓક્ટોબરના રોજ મોડી સાંજે બેઝોસે એક ટ્વિટ કર્યું હતું. તેમા તેમણે 1999માં ફેમસ બિઝનેસ મેગેઝીનમાં છપાયેલા એક લેખની ઈમેજ નાંખી હતી. તે લેખમાં તેમની ઈ-કોમર્સ કંપની એમેઝોનની વ્યાપક ટીકા કરી હતી અને તે ટૂંક સમયમાં જ બર્બાદ થવાની ભવિષ્યવાણી કરી હતી.

મસ્કે ટ્વિટમાં નંબર ટુ એટલે કે સિલ્વર મેડલનું ઈમોજી લગાવ્યું
બેઝોસે ટ્વિટના જવાબમાં મસ્કે પણ એક ટ્વિટ કર્યું. તેમા તેમણે 'નંબર ટુ'એટલે કે સિલ્વર મેડરના ઈમોજી લગાવ્યું હતું. તેનો અર્થ શીશેની માફક સ્પષ્ટ હતો.હકીકતમાં એમેઝોનના બેઝોસ વિશ્વના શ્રીમંતોની યાદીમાં મસ્ક બાદ બીજા નંબર પર છે.

190.8 અબજ ડોલરની નેટવર્થ સાથે બેઝોસ નંબર 2, મસ્ક પ્રથમ સ્થાને
ગયા સપ્તાહે વિશ્વના બે સૌથી મોટા શ્રીમંતની નેટવર્થ વચ્ચે અંતર વધ્યું. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ પ્રમાણે બેઝોસ 190.8 અબજ ડોલરની નેટવર્થ સાથે નંબર 2 છે. મસ્કની રોકેટ કંપની SpaceXનું વેલ્યુએશન ઘણું વધી ગયું છે. તેનાથી તેઓ 222 અબજ ડોલરની નેટવર્થ સાથે પ્રથમ સ્થાન પર છે.

મસ્ક અને તેની કંપનીઓ સામે નિયમો તોડવાની ફરિયાદ
અમેરિકાની નિયમનકારોને આપવામાં આવેલી માહિતીમાં એમેઝોનની આ સેટેલાઈટ પેટાકંપનીએ મસ્ક અને તેની કંપનીઓ પર નિયમો તોડવાને લગતો આરોપ લગાવતા કહ્યું કે નિયમો અન્ય લોકો માટે હોય છે. આ અલગ વાત છે કોમ્પિટિશનને લગતા નિયમો તોડવા માટેનો આરોપ ભારતમાં એમેઝોન પર લગાવ્યો, જેની તપાસ કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા કરાવી રહી છે.