ધ ન્યૂયોર્ક ટાઇમ્સ:મસ્કે મૂલ્યાંકન ઘટાડવા માટે સોદો રદ કરવાનો દાવ ખેલ્યો; કોર્ટમાં ટ્વિટરનું પલ્લું ભારે રહેશે

ન્યૂયોર્ક3 મહિનો પહેલાલેખક: લૉરેન હિર્સ્ચ, કેટ કાંગર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોશિયલ મીડિયા સાઈટ અને મસ્ક વચ્ચે સમાધાન થવાની પણ સંભાવના

એલન મસ્ક દ્વારા ટ્વિટરને 44 અબજ ડોલર (રૂ.3.48 લાખ કરોડ)માં ખરીદવાનો સોદો રદ કરાયા પછી સોશિયલ મીડિયા નેટવર્કના નસીબનો નિર્ણય લાંબા કાયદાકિય કેસમાં ફસાઈ શકે છે. મોટાભાગના કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, કોર્ટમાં ટ્વિટરનું પલ્લું ભારે રહેશે, કેમકે મસ્કે કંપની ખરીદવા માટે પોતાના કરાર સાથે કેટલીક શરતો ઉમેરી છે. જોકે, મસ્ક અધીરા અને અસ્થિર સ્વભાવના છે. તેમની પાસે મોટા બેન્કરો અને વકીલોની ફોજ છે. દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ સાથે જેહાર લડાઈામં ફસાવાને બદલે ટ્વિટર પર વહેલાસર સમાધાન કરવાનું દબાણ રહેશે.

ટ્વિટરના બોર્ડનું કહેવું છે કે, તે સોદા પર અમલીકરણ માટે ડેલાવેરની કોર્ટમાં કેસ દાખલ કરશે. મસ્ક અને ટ્વિટરના વકીલો વચ્ચે જૂન મહિનામાં વિવાદ ચાલતો રહ્યો કે, સ્પેમ એકાઉન્ટ અંગે મસ્ક સાથે કેટલો ડેટા શેર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મસ્કની સંપત્તિના મુખ્ય સ્રોત ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરોમાં મોટા ઘટાડાની વચ્ચે ટ્વિટર ડીલ રદ કરાઈ છે. ટ્વિટર માટે મસ્ક સાથે ડીલ પૂરી કરવી મહત્ત્વનું છે. તેણે મસ્ક સાથે જ્યારે સોદો કર્યો હતો ત્યારે ટેક્નોલોજી કંપનીઓના શેરભાવ વ્યવસ્થિત હતા. હવે મેટા અને સ્નેપ જેવી કેટલીક કંપનીઓના શેર તુટીગયા છે.

સોદાની જાહેરાત પછી ટ્વિટરના શેરમાં પણ 30 ટકાનો ઘટાડો થયો છે. મસ્કના પ્રતિ શેર 54.20 ડોલરની ઓફરની તુલનામાં કંપનીનું શેર ટ્રેડિંગ ઘણા ઓછા ભાવે ચાલી રહ્યું છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, સ્પેમ એકાઉન્ટ અંગે મસ્કનો વિવાદ ભાવ ઘટાડવાનો દાવ પણ હોઈ શકે છે.

મસ્ક સાથે થયેલા સોદામાં ટ્વિટરને કેસ ચલાવવાનો અધિકાર છે. અગાઉ પણ ઓફર આપનારી કંપનીએ સોદો પૂરો કરવો પડ્યો છે. 2001માં ટાયસન ફૂડ્સે મીટપેકર કંપની આઈબીપીના સોદામાંથી પીછેહઠનો પ્રયાસ કર્યો હતો. ડેલાવેરની કોર્ટે ટાયસનને સોદો પૂરો કરવાનો આદેશ આપ્યો હતો. મોટાભાગે સોદા પર અસહમતિનો અંત સમાધાન કે ભાવમાં ઘટાડાથી થાય છે.

2020માં લક્ઝરી કંપની એલવીએમએચ મોઈટ હેનેસી લુઈ વૂટને ટિફેની એન્ડ કંપની સાથે 16 અબજ ડોલરનો સોદો રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે 42 કરોડ ડોલરના ડિસ્કાઉન્ડ સાથે સોદો થયો હતો. ટ્વિટર સાથે મુશ્કેલી એ છે કે જો તે બાવના મુદ્દે સમાધાન કરે કે સોદો રદ કરે તો તેના શેરહોલ્ડર તેના પર કેસ ચલાવી શકે છે.

સોદો રદ થતાં ટ્વિટરને ઘણું મોટું નુકસાન
સોદો રદ થવો ટ્વિટર માટે નુકસાનકારક સાબિત થશે. મસ્ક કોર્ટમાં કહી શકે છે કે, ટ્વિટરે જાણીજોઈને સોદાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, આવું સાબિત કરવું અઘરું હોય છે. જો ટ્વિટર સાબિત કરી દે છે કે, તેણે વિલયના સોદાનું ઉલ્લંઘન કર્યું નથી તો પણ ડેલાવેરની કોર્ટ મસ્કને દંડ ફટકારીને બહાર નીકળવાની તક આપી શકે છે. અગાઉ અનેક સોદામાં આવું થયું છે. જોકે, અધિગ્રહણની ઓફર આપનારાને કંપની ખરીદવા માટે ફરજ પાડવાની પ્રક્રિયા ગુંચવણભરેલી છે. એલન મસ્કની કાયદો તોડવાની ટેવ જોતાં આવું જોખમ તો છે.

અન્ય સમાચારો પણ છે...