• Home
  • International
  • Murdoch's son James resigns from News Corp in protest of content policy, backing anti Donald Trump candidate

રૂપર્ટ મર્ડોકની કંપનીમાં વિવાદ / કન્ટેન્ટ નીતિના વિરોધમાં મર્ડોકના પુત્ર જેમ્સે ન્યૂઝ કોર્પમાંથી આપ્યું રાજીનામું, ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી ઉમેદવારનું સમર્થન કરી ચુક્યા છે

જેમ્સ મર્ડોક (જમણે ) પિતા રૂપર્ટ મર્ડોક સાથે. રૂપર્ટ મર્ડોક ન્યૂઝ કોર્પના એકઝીકયુટીવ ચેરમેન છે.
X

  • કલાઇમેટ ચેન્જ કવરેજને લઈને જેમ્સ ન્યૂઝ કોર્પ અને વોલ સ્ટ્રીટ જનરલની ટીકા કરી ચુક્યા છે
  • રૂપર્ટ મર્ડોક અને જેમ્સની વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી રાજનીતિ સહીત અનેક બાબતો પર મતભેદ વધ્યા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 05:18 PM IST

નવી દિલ્લી. મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકના નાના પુત્ર જેમ્સ મર્ડોકે ન્યૂઝ કોર્પોરેશનના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું છે. જેમ્સ મર્ડોકે કંપનીની કન્ટેન્ટ નીતિના વિરોધમાં પોતાનું રાજીનામું આપી દીધું છે. યુ.એસ. રેગ્યુલેટરી ફાઇલિંગમાં પણ જેમ્સે કંપનીના વ્યૂહાત્મક નિર્ણયોથી મતભેદ હોવાની વાત કરી હતી. પરંતુ, તે નહોતું જણાવ્યું કે કેવા પ્રકારનો મતભેદ છે?

છેલ્લા કેટલાક વર્ષોથી પિતા સાથે મતભેદ વધ્યા

છેલ્લા કેટલાક વર્ષોથી જેમ્સ મર્ડોકના પિતા રૂપર્ટ મર્ડોક સાથે મતભેદ વધ્યા છે. જેમાં રાજનીતિક મતભેદ પણ સામેલ છે. રૂપર્ટ મર્ડોક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક છે. જ્યારે જેમ્સ મર્ડોક ટ્રમ્પ વિરોધી ઉમેદવાર ડેમોક્રેટ જો બાઇડેનને ચુંટણી અભિયાન માટે હજારો ડોલરની મદદ કરી છે. બીબીસીના એક સંવાદદાતાનું માનવું છે કે જેમ્સના ન્યૂઝ કોર્પોરેશનથી જવાના કારણે તેમના ભાઈ લાચલનને ફાયદો થશે. લાચલન પિતા રૂપર્ટ મર્ડોકના કન્ઝર્વેટિવ વિચારોને શેર કરવા માટે જાણીતા છે.

રૂપર્ટ મર્ડોકે જેમ્સને આપી શુભકામના

ન્યૂઝ કોર્પના એકઝીકયુટીવ ચેરમેન રૂપર્ટ મર્ડોક અને સહ-ચેરમેન લાચલને એક સંયુક્ત નિવેદન આપતા સારા ભવિષ્ય માટે શુભકામના આપી હતી.

ન્યૂઝ કોર્પની પેટાકંપની

ન્યૂઝ કોર્પ અમેરિકાનું એક ખુબજ મોટું મીડિયા ગ્રુપ છે. આ ગ્રુપ અનેક ન્યૂઝ પેપર, ટીવી ચેનલ, રેડિયો ચેનલ અને ન્યૂઝ વેબસાઈટની સાથે અનેક મેગેજીનનું સંચાલન કરે છે. અમેરિકાનું ન્યુયોર્ક પોસ્ટ, વોલ સ્ટ્રીટ જનરલ, બ્રિટનનું ધ ટાઈમ્સ, ધ સન એન્ડ ધ સન્ડે ટાઈમ્સ અને ઓસ્ટ્રેલિયાનું ધ ઓસ્ટ્રેલિયન , ધ ડેઇલી ટેલિગ્રાફ, ધ હેરાલ્ડ સન્સ તેના પ્રમુખ પ્રકાશન છે. આ ઉપરાંત ન્યૂઝ કોર્પ ફોક્સટેલ નામથી કેટલીક ટીવી ચેનલોનું સંચાલન કરે છે જેમાં સ્પોર્ટ્સ અને ન્યૂઝ ચેનલ સામેલ છે.

ન્યૂઝ કોર્પના કવરેજને લઈને મતભેદ વ્યકત કરી ચૂક્યા છે

આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ બાદ જેમ્સ મર્ડોક અને તેમના પત્ની કૈથરીન ન્યૂઝ​​​​​​​ કોર્પ અને ફોક્સની કલાઇમેન્ટ ચેન્જ કવરેજની ટીકા કરી ચુક્યા છે. જેમ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ તે વાત પર નિરાશ હતા કે ઓસ્ટ્રેલિયામાં સ્પષ્ટ પુરાવા આપ્યા બાદ પણ વિરુદ્ધ સમાચાર ચાલતા હતા.

કોણ છે જેમ્સ મર્ડોક

જેમ્સ મર્ડોકનો જન્મ લંડનમાં વર્ષ 1972માં થયો હતો. તે રૂપર્ટ મર્ડોકના પત્ની અન્ના ત્રોવના ત્રણ સંતાનમાં સૌથી નાના છે. જેમ્સની બહેનનું નામ એલિઝાબેથ અને ભાઈનું નામ લાચલન છે. જેમ્સે સ્કૂલનો અભ્યાસ ન્યુયોર્કમાં કર્યો હતો. ત્યારબાદ તેઓ ફિલ્મ એન્ડ હિસ્ટ્રીના અભ્યાસ માટે હાર્વર્ડ યુનિવર્સિટી ગયા હતા. પરંતુ તેમણે ડિગ્રી પુરી કર્યા વગર જ વર્ષ 1990માં અભ્યાસ છોડી દીધો હતો. જેમ્સે પરિવારની પ્રતિષ્ઠાનો લાભ લીધા વગર જ રોક્સ રેકોર્ડ્સ નામથી અલગ હિપહોપ બ્રાન્ડ બનાવી. આ બ્રાન્ડ દ્વારા રાપર-એક્ટર મોસ ડેફને લોન્ચ કરવામાં આવ્યો. વોલ્ટ ડિઝનીને ખરીદતા પહેલા જેમ્સ 21st સેન્ચ્યુરીના ચીફ એકઝીકયુટીવ પણ રહી ચૂક્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી