• Gujarati News
  • International
  • Mulla Baradar's First Statement After The Capture Of Kabul I Did Not Expect Such A Quick And Easy Victory

અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન:કાબુલ કબજે કર્યા પછી મુલ્લા બરાદરનું પ્રથમ નિવેદન- એવી આશા નહોતી કે આટલી ઝડપી અને સરળ જીત મળી જશે

નવી દિલ્હી5 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું
  • કાબુલની શેરીઓમાં ફરી રહ્યા છે તાલિબાન

અફઘાનિસ્તાનમાં જેનો ડર હતો એ જ થયું. તાલિબાનોએ રાજધાની કાબુલ પર પણ કબજો કરી લીધો છે. રવિવારે ત્રણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના બની. પ્રથમ- રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ તેના કેટલાક નજીકના મિત્રો સાથે દેશ છોડી ગયો. બીજું- તાલિબાનોએ રાષ્ટ્રપતિ ભવન (અર્ગ) પર પણ કબજો કરી લીધો. કેટલાક વીડિયો મોડી રાત્રે પણ સામે આવ્યા હતા. એમાંથી તાલિબાન કાબુલની શેરીઓમાં ફરતા જોવા મળે છે. ત્રીજું- તાલિબાન નેતા મુલ્લા બરાદરનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું - તમામ લોકોનાં જીવન અને સંપત્તિનું રક્ષણ કરવામાં આવશે. આગામી દિવસોમાં બધું નિયંત્રણમાં કરી લવામાં આવશે. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જીત આટલી સરળ અને આટલી ઝડપી હશે. આગામી દિવસોમાં બધું સામાન્ય થઈ જશે.

તાલિબાનીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો.
તાલિબાનીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો.

તાલિબાન નેતાઓ રાષ્ટ્રપતિ ભવનમાં બેસીને ચેનલોને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે રાષ્ટ્રપતિ ગની 50 લાખ ડોલર રોકડ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ નાણાં પ્રેસિડેન્શિયલ પેલેસમાં હેલિપેડ પર જ રહી ગયા હતા. કેટલાક અહેવાલો અનુસાર, કાબુલમાં મોડી રાત્રે કેટલાક વિસ્ફોટ પણ સંભળાયા હતા. જોકે તાલિબાન સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી નથી. કાબુલ એરપોર્ટથી કોમર્શિયલ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનીઓ બેઠા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનની સત્તા આવી ગઈ છે.
રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનીઓ બેઠા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનની સત્તા આવી ગઈ છે.

શાંતિની પુન:સ્થાપના માટે કાઉન્સિલની રચના, કરઝઈ આગેવાની કરશે
આ દરમિયાન દેશમાં શાંતિની પુન:સ્થાપના માટે એક સંકલન પરિષદની રચના કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ તેનું નેતૃત્વ કરશે. આમાં અફઘાનિસ્તાનના વર્તમાન સીઈઓ અબ્દુલ્લા અબ્દુલ્લા અને જેહાદી નેતા ગુલબુદ્દીન હિકમતયાર પણ હશે. સમાચાર એજન્સીએ તાલિબાનનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ સંગઠન ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની જાહેરાત કરી શકે છે.

મુલ્લા શિરીનને કાબુલના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
તાલિબાને મુલ્લા શિરીનને કાબુલના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તે તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરની નજીકના હતા અને તેમના સુરક્ષા રક્ષક પણ રહી ચૂક્યા છે. તે કંદહારના છે અને જૂના તાલિબાન છે. તેમણે સોવિયત યુનિયન સામે પણ લડત આપી હતી. તાલિબાન લડવૈયાઓ એકમોમાં સૌથી અગ્રણી છે. મુલ્લા શિરીનને યુદ્ધ નિષ્ણાત માનવામાં આવે છે. તે વર્તમાન તાલિબાનના સૌથી અગ્રણી લોકોમાંના એક છે.

અમેરિકાએ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું
કાબુલમાં ઝડપી બદલાતી પરિસ્થિતી વચ્ચે અમેરિકાએ સિક્યોરિટી એલાર્મ જાહેર કર્યું છે. તેમાં કહેવામા આવ્યું છે કે- કાબુલમાં એરપોર્ટ સહિત સુરક્ષાની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. કેટલાક રિપોર્ટ મુજબ, એરપોર્ટ પર આગ લગાડવામાં આવી હતી. અહેલાવ અનુસાર, કહુમલા આવેલું અમેરિકન દૂતાવાસ ખાલી થઈ ગયું છે. અમેરિકાના રાજદૂત પણ અફઘાનિસ્તાન છોડીને જઇ ચૂક્યા છે.

ફ્લાઇટ્સ મુસાફરો વિના જ ઉપડી ગઈ
કાબુલ એરપોર્ટનો સ્ટાફ ઉતાવળમાં ભાગી ગયો, જેના કારણે તમામ વિમાનો તમામ મુસાફરો વગર ઉપાડી ગયા હતા. કાબુલ એરપોર્ટ પર હાલમાં કોઈ પેસેંજર વિમાન નથી. ત્યાં માત્ર યુએસ લશ્કરી વિમાનો છે. એક રીતે, એરપોર્ટ પેસેન્જર ફ્લાઇટ્સ માટે બંધ થઈ ગયું છે. ફ્લાઇટ રડાર અનુસાર, ફ્લાઇટ્સ સોમવાર માટે નિર્ધારિત છે. તાલિબાન સૂત્રો દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેઓ કાબુલ એરપોર્ટના કામકાજને અસર કરવાનો ઇરાદો ધરાવતા નથી અને તમામ એરલાઇન્સને ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. જર્મની પણ પોતાના દૂતાવાસના કર્મચારીઓને કાબુલમાંથી બહાર કાઢી રહ્યું છે. અમેરિકા અને અન્ય દેશોને મદદ કરતા અફઘાન નાગરિકોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં લૂંટફાટ મચી
કાબુલના કેટલાક વિસ્તારોમાં લૂંટફાટ પણ થઈ છે. તાલિબાન પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. 200 જેટલા અફઘાની પણ ભારત પહોંચી ગયા છે. જેમાં અશરફ ગનીના વરિષ્ઠ સલાહકાર અને કેટલાક સાંસદોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, તાલિબાને કાબુલમાં ચોરી કરીને ભાગી રહેલા ત્રણ લોકોને ગોળી મારી હતી. સંગઠનનું કહેવું છે કે જે લોકોએ લૂંટ કરશે તેમને ગોળી મારવામાં આવશે. જો કે, જે ત્રણ લોકો માર્યા ગયા છે તે ખરેખર ચોર હતા કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી.

તાલિબાને નિવેદન જાહેર કર્યું
આ દરમિયાન, તાલિબાને વિદેશી નાગરિકો અને દૂતાવાસોને સુરક્ષાની ખાતરી આપતું નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું- અમે તમામ દૂતાવાસો, રાજદ્વારી કેન્દ્રો અને વિદેશી સંસ્થાઓના સંપર્કમાં છીએ. અને નાગરિકોને ખાતરી આપીએ છીએ કે તેઓ જોખમમાં નથી. કાબુલના તમામ લોકોને ખાતરી હોવી જોઇએ કે ઇસ્લામિક અમીરાતના દળોને તમામની સલામતી સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવે છે. કાબુલ અને અન્ય તમામ શહેરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ગની અમેરિકા જઈ રહ્યા છે?
ગનીના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે કદાચ પડોશી દેશ મારફતે અમેરિકા જઈ રહ્યાં છે. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ સાલેહ અને તેમના કેટલાક નજીકના લોકો પણ છે. અફઘાન સંરક્ષણ મંત્રીએ નામ લીધા વગર ઇશારામાં ગની અને સાલેહ પર ટોણા માર્યો હતો. કાબુલમાં પોલીસકર્મીઓએ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેઓએ પોતાના હથિયારો તાલિબાનને પણ સોંપી દીધા છે. જ્યારે કાબુલના લોકોએ સવારે આંખો ખોલી તાલિબાનો દરવાજો ખટખટાવતા હતા. બપોર સુધીમાં, રાજધાની કબજે કરવામાં આવી અને થોડા સમય પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના દેશ છોડવાના સમાચાર આવ્યા. તાલિબાન સૂત્રોના જણાવ્યા અનુસાર, મુલ્લા બરાદર અખંદ વચગાળાની સરકારના વડા બની શકે છે. મોડી રાત્રે એક ફેસબુક પોસ્ટમાં, ગનીએ કહ્યું- આજે મારી પાસે મુશ્કેલ વિકલ્પ હતા. જો હું કાબુલમાં રહ્યો હોત તો ઘણું લોહિયાળ થયું હોત.

કોણ છે મુલ્લા બરાદાર
મુલ્લા બરાદર હાલમાં કતારમાં છે. હાલમાં તેઓ કતારના દોહામાં તાલિબાનની ઓફિસના રાજકીય વડા છે. રાષ્ટ્રપતિ બનવા માટે ઘણા લોકોના નામ માનવામાં આવી રહ્યા છે, પરંતુ તેનું નામ ટોપ પર છે. તે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સહ-સ્થાપક છે.

તાલિબાને યુદ્ધ વિના બામિયાનમાં ગવર્નર ઓફિસ પર પણ કબજો કર્યો હતો. આ વિસ્તાર હઝારા શિયા સમુદાયનો ગઢ છે. તાલિબાને 20 વર્ષ પહેલા બામિયાનમાં બુદ્ધની પ્રતિમાઓને ઉડાવી દીધી હતી
તાલિબાને યુદ્ધ વિના બામિયાનમાં ગવર્નર ઓફિસ પર પણ કબજો કર્યો હતો. આ વિસ્તાર હઝારા શિયા સમુદાયનો ગઢ છે. તાલિબાને 20 વર્ષ પહેલા બામિયાનમાં બુદ્ધની પ્રતિમાઓને ઉડાવી દીધી હતી

જલાલાબાદ પર પણ તાલિબાનનો કબજો
આ અગાઉ રવિવારે તાલિબાને નાંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદ પર પણ શાસન સ્થાપિત કર્યું હતું. સમાચાર એજન્સી ફ્રાન્સ પ્રેસના જણાવ્યા અનુસાર જલાલાબાદના લોકોએ જણાવ્યું હતું કે રવિવારે સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમણે આખા શહેરમાં તાલિબાનના ધ્વજ લહેરાતા જોયા હતા અને અહી તેમને જીતવા માટે લડવું પણ નહોતુ પડ્યું.

જલાલાબાદના ગવર્નર ઝિયાઉલ હક અમરખીએ તાલિબાન લડવૈયાઓને તેમની ઓફિસ સોંપી હતી. જલાલાબાદ પર કબજો મેળવવા માટે તાલિબાનને લડવું ન હતું
જલાલાબાદના ગવર્નર ઝિયાઉલ હક અમરખીએ તાલિબાન લડવૈયાઓને તેમની ઓફિસ સોંપી હતી. જલાલાબાદ પર કબજો મેળવવા માટે તાલિબાનને લડવું ન હતું
તાલિબાને મની ચેન્જર્સ સાથે બેઠક યોજી છે અને તેમને માર્ગદર્શિકા જારી કરી છે. તાલિબાને કહ્યું છે કે દરેકે પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ, કોઈને હેરાન કરવામાં આવશે નહીં
તાલિબાને મની ચેન્જર્સ સાથે બેઠક યોજી છે અને તેમને માર્ગદર્શિકા જારી કરી છે. તાલિબાને કહ્યું છે કે દરેકે પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ, કોઈને હેરાન કરવામાં આવશે નહીં

અફઘાન સેનાનો સૌથી મજબૂત ગઢ મઝાર-એ-શરીફ હવે તાલિબાન પાસે
તાલિબાને અગાઉ શનિવારે અફઘાન સરકાર અને સૈન્યના સૌથી મજબૂત ગઢ મઝાર-એ-શરીફ પર કબજો કર્યો હતો. મઝાર શરીફ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા હોવાનું કહેવાય છે અને હવે કાબુલને સુરક્ષિત રાખવું મુશ્કેલ છે. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી 21 પર કબજો કરી ચૂક્યા છે.

અફઘાનિસ્તાનની સ્થિતિનું ભારતમાં શું અસર થશે?
ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકનું કહેવું છે કે ભારત સમક્ષ પ્રાથમિક પડકાર અફઘાનિસ્તાનમાં તેના નાગરિકો અને રાહત કામદારોની સુરક્ષા કરવાનો છે. એક મોટો પડકાર એ છે કે તાલિબાનના પ્રભુત્વ બાદ લશ્કર અને જૈશને ખુલ્લું મેદાન મળશે. તેઓ ભારતીય હિતોને લક્ષ્ય બનાવવાની શરૂઆત કરશે. જેથી બાકીના ભારતીયો ત્યાંથી ખસી જાય. ત્યાં પાકિસ્તાનની સેના અને ISIની ભૂમિકા વધશે.

આ 5 પોઈન્ટસ પર ભારત વિચાર કરી શકે છે

  • અમેરિકા અને સાથી દેશો વચ્ચે એકત્રિત થઈને અફઘાનિસ્તાનને સતત સમર્થન આપવું
  • કાબુલમાં વર્તમાન સરકારને સમર્થન આપવાના નિર્ણય પર મજબૂત રહો. જ્યાં સુધી શક્ય હોય, માનવીય રાહત આપવી જોઈએ.
  • અફઘાન સૈન્યને લશ્કરી પુરવઠો આપવો જોઈએ અને તેની હવાઈ તાકાત ને મજબૂત બનાવવી જોઈએ. તાલિબાનને આ બાબતે જોખમ હોય તેવું લાગે છે. એટલા માટે ભારતને ધમકીઓ આપવામાં આવી રહી છે.
  • તાલિબાનનો સંપર્ક કરો. પડદા પાછળ પણ આવું થઈ રહ્યું છે. ચીન-પાકિસ્તાન વિરોધી તાલિબાન પણ અફઘાનિસ્તાનમાં સક્રિય છે.
  • છેલ્લો વિકલ્પ સરળ છે. અફઘાનિસ્તાનમાં બની રહેલી સ્થિતિ પર માત્ર નજર રાખવામાં આવે. એ સુનિશ્ચિત કરવામાં આવે કે તાલિબાન તે જ વિસ્તારમાં પોતાને નિયંત્રણમાં રાખે અને આપણી સરહદો પર નજર ના રાખે. તેનાથી ચીન-પાકિસ્તાનને અફઘાની ગૃહયુદ્ધની આંચ સીધી ઝેલવી પડશે.
અન્ય સમાચારો પણ છે...