જાપાનમાં નાનમાડોલ વાવાઝોડાથી એલર્ટ:270KMPHની ઝડપે આગળ વધી રહ્યું છે, 29 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવાના આદેશ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાપાનમાં હવામાન વિભાગે ભયંકર વાવાઝોડા નાનમાડોલથી ચેતાવણી આપી છે. આ વાવાઝોડું ઝડપથી જાપાન તરફ આગળ વધી રહ્યું છે. 18 સ્પ્ટેમ્બરે જાપાનના સમુદ્રકાંઠે અથડાવાની આશંકા જણાવવામાં આવી રહી છે. જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂર આવવાની સંભાવના છે.

જાપાનના હવામાન વિભાગ અનુસાર, ભારે નુકસાન થઈ શકે છે. આ વર્ષે જાપાનમાં આવનાર આ 14મું વાવાઝોડું છે. શનિવારે તે જાપાનના દૂરના ટાપુ મિનામી ડાઇટો સાથે અથડાયું હતું. આ ટાપુ ઓકિનાવા દ્વિપથી લગભગ 400 કિમી દૂર છે. વાવાઝોડું 270 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. જેના કારણે ક્યુશુના દક્ષિણી કાગોશિમા પ્રાંતમાં ભારે વરસાદ પડશે. તે પછી તે ઉત્તર તરફ આગળ વધશે.

જાપાનના હવામાન વિભાગના નિર્દેશકે વાવાઝોડાના ખતરાની માહિતી આપી હતી.
જાપાનના હવામાન વિભાગના નિર્દેશકે વાવાઝોડાના ખતરાની માહિતી આપી હતી.

વહીવટી તંત્રએ સાવચેતીના પગલાં લીધા હતા
કાગોશિમા વહીવટી તંત્રએ જણાવ્યું કે ખતરાને જોઈ લગભગ 25 હજાર ઘરોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણી ટ્રેન અને ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. લોકલ ટ્રાન્સપોર્ટ પણ હાર પુરતો બંધ કરવામાં આવ્યો છે. વાવોઝોડું ભયંકર હોવાથી લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવાની અપીલ કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું- ભારે પવનને કારણે ઘણા ઘર નાશ પામી શકે છે. લગભગ 510 ફ્લાઈટ રદ કરવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર
આ વાવાઝોડાના આગમનને લઈને રાહત અને સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. જાપાનના હવામાન વિભાગના વડા રયુતા કુરોરાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ઊંચા મોજા અને ભારે વરસાદની સંભાવના છે. તેનાથી પૂરનું જોખમ વધી શકે છે.

વાવાઝોડાને કારણે દરિયામાં ઊંચા મોજાં ઉછળી શકે છે.
વાવાઝોડાને કારણે દરિયામાં ઊંચા મોજાં ઉછળી શકે છે.

જાપાનની ટાયફૂન સિઝન
ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનાને જાપાનમાં ટાયફૂન સિઝન ગણવામાં આવે છે. આ દરમિયાન લગભગ 20 તોફાનો આવે છે. જેના કારણે ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર આવે છે.
વર્ષ 2019માં 70 વર્ષના સૌથી ભયંકર વાવાઝોડા હેજીબીસે જાપાનને નાશ કરી નાખ્યું હતું. જાપાનમાં હેજીબીસના કારણે 100થી વધુ લોકોના મોત થયા હતા. 2021માં ટાયફૂન જેબીને કારણે ઓસાકાનું કંસાઈ એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. તેમાં 14 લોકોના મોત થયા હતા. 2018માં, ચોમાસાની ઋતુમાં પૂર અને ભૂસ્ખલનમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

આબોહવા પરિવર્તન છે તેનું કારણ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલ સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યું છે. જેના કારણે ઠેર-ઠેર ભયંકર વાવાઝોડા અને વાતાવરણ ખરાબ થવાની ઘટના બની રહી છે. આબોહવા પરિવર્તનના કારણે કેટલીક જગ્યાએ દુષ્કાળ પડ્યો છે તો કેટલીક જગ્યાએ પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ ખૂબ જ ખતરનાક સંકેતો છે.

અન્ય સમાચારો પણ છે...