તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારણ:શિશુની શરૂના 6 મહિનાની સારસંભાળને કારણે માતા 3થી 7 વર્ષ મોટી દેખાવા લાગે છે: રિસર્ચ

લોસ એન્જેલ્સ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના અભ્યાસ

બાળકને જન્મ આપ્યા બાદ શરૂના 6 મહિનામાં તેની સારસંભાળ લેતી મા તેની ઉંમરથી 3થી 7 વર્ષ જેટલી મોટી દેખાવા લાગે છે. મતલબ કે તેના સ્વાસ્થ્ય પર આટલી અસર પડે છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના એક અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે.

આ રિસર્ચ સ્ટડી કરનારી ટીમનાં સભ્ય ડૉ. જૂડિથ કેરોલનું કહેવું છે કે અડધી રાત્રે બાળકને ફીડિંગ કરાવવું, તેનું ડાઇપર બદલવા સહિત સારસંભાળનાં ઘણાં કામ રહે છે. તેના કારણે માતાની ઊંઘ પૂરી નથી થતી. તે નિયમિત રીતે રાત્રે 7 કલાકથી ઓછી ઊંઘ લઇ શકે છે. તેની અસર એ થાય છે કે માતાની ઉંમર તેની વાસ્તવિક ઉંમરથી 3થી 7 વર્ષ જેટલી વધુ દેખાવા લાગે છે.

આ સમસ્યાથી બચવાના ઉપાય પણ ડૉ. જૂડિથ જણાવે છે, જે મુજબ માતાએ જ્યારે પણ સમય મળે ત્યારે ઊંઘ લઇ લેવી જોઇએ. મદદની જરૂર હોય ત્યાં પતિ, પાર્ટનર, બાળકનાં દાદા-દાદી કે નાના-નાનીની મદદ લેવી જોઇએ. અભ્યાસમાં 1 વર્ષનાં 33 બાળકની માતાઓને પૂછાયું કે બાળક જન્મ્યા બાદ તેમણે કેટલી ઊંઘ લીધી છે? તેમાંથી અડધાથી વધુ માતાઓનું કહેવું હતું કે તેઓ રાત્રે 7 કલાકથી ઓછી ઊંઘ લઇ શકે છે. તેથી વિશ્લેષણ માટે તેમના બ્લડ સેમ્પલ લેવાયાં. તેના વિશ્લેષણમાં માલૂમ પડ્યું કે તેમની ઉંમર ઝડપથી વધી રહી હતી.

અન્ય બીમારીઓના પણ સંકેત મળ્યા. ડૉ. જૂડિથનું કહેવું છે કે એ જાણવા માટે હજુ વધારે અભ્યાસની જરૂર છે કે શું ઉંમરમાં વૃદ્ધિ કાયમી હોય છે કે પછી આવનારાં વર્ષોમાં સારી ઊંઘ લેવાય તો શરીર નુકસાન ભરપાઇ કરી લે છે?

...પણ ઊંઘના અભાવે બીમારીઓનું પણ જોખમ
અભ્યાસમાં ખુલાસો થયો કે બાળકના જન્મ બાદ શરૂના 6 મહિના ખૂબ મહત્ત્વના છે. આ દરમિયાન ઊંઘના અભાવે બીમારીઓનું જોખમ વધે છે. ત્યાર પછીના મહિનાઓમાં ઊંઘના અભાવની ઝાઝી અસર ન દેખાઇ.

અન્ય સમાચારો પણ છે...