પ્રેગ્નેન્સીનો દુર્લભ મામલો:માંએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, પરંતુ DNA ટેસ્ટમાં બન્નેના પિતા અલગ-અલગ; જાણો કેમ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રાઝિલના મિનીરોસમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહિં એક 19 વર્ષની એક યુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ બન્નેના પિતા અલગ-અલગ છે. બાળકોના જન્મના 8 મહિના પછી DNA ટેસ્ટ કરાવ્યા પછી આ વાતનો ખુલાસો થયો હતો. ડોક્ટર્સનું માનીએ તો આ કેસ ઘણો જ દુર્લભ છે અને દુનિયામાં આવા કેસ લગભગ 20 જ છે.

માંએ એક જ દિવસમાં બનાવ્યા હતા બે પુરુષો સાથે સંબંધ
DNA ટેસ્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો તેણે એક જ દિવસમાં બે પુરુષો સાથે સંબંધ બનાવ્યા હતા. જોકે, તેને
પ્રેગ્રનેન્સી દરમિયાન આ વાતનો ખ્યાલ નહતો કે બાળકોના પિતા અલગ-અલગ છે. માંનું માનીએ તો બાળકો એક જેવા જ
દેખાય છે. એટલે કે તેઓ આઈડેંટિકલ ટ્વિન્સની રીતે દેખાય છે.

જન્મ પછી બાળકોના પિતાની ઓળખ કરવા માટે યુવતીએ પહેલા DNA ટેસ્ટ કરાવ્યો હતો. તપાસમાં DNA એક જ બાળકનું મેચ થયુ હતુ, જેના લીધે બધા જ લોકો હેરાન થઈ ગયા હતા. આ પછી તે યુવતીએ બીજા પુરુષનો DNA ટેસ્ટ કરાવ્યો હતો, જેના લીધે ખબર પડી હતી કે બન્ને બાળકોના પિતા અલગ-અલગ છે.

આ હેટ્રોપેરેંટલ સુપરફેકુંડેશનનો કેસ છે
એક્સ્પર્ટ્સનું કહેવુ છે કે આ હેટ્રોપેરેંટલ સુપરફેકુંડેશનનો (Heteropaternal Superfecundation) કેસ છે. જે ખૂબ જ દુર્લભ છે. જેમાં બે જોડિયા બાળકોમાં અલગ-અલગ પિતાનું DNA મળી આવે છે. યુવતીને ડોક્ટર ટુલિયો જ્યોર્જ ફ્રાંકોએ જણાવ્યુ હતુ કે હેટ્રોપેરેંટલ સુપરફેકુંડેશનની સ્થિતિમાં માંના શરીરમાં આવેલા અંડકોશ બે અલગ-અલગ પુરુષોની મદદથી ફર્ટિલાઈઝ થઈ જાય છે. આ જ કારણથી બન્ને બાળકોના DNA એક જેવા નહિ હોતા.