તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણની સાઇડ અસર:મહિલાને કોરોના થતાં દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો; બાળક પણ વાયરસમાં સપડાયું

23 દિવસ પહેલા
મેક્સિકોના મોન્ટેરેની રહેવાસી એક મહિલાએ દાવો કર્યો છે કે તેનું દૂધ કોરોનાવાયરસના ઈન્ફેક્શન પછી લીલા રંગનું થઈ ગયું છે. - Divya Bhaskar
મેક્સિકોના મોન્ટેરેની રહેવાસી એક મહિલાએ દાવો કર્યો છે કે તેનું દૂધ કોરોનાવાયરસના ઈન્ફેક્શન પછી લીલા રંગનું થઈ ગયું છે.

કોરોનાવાયરસથી સંક્રમિત મેક્સિકોના મોન્ટેરેની રહેવાસી એક મહિલાએ દાવો કર્યો છે કે તેનું દૂધ કોરોનાવાયરસના ઈન્ફેક્શન પછી લીલા રંગનું થઈ ગયું છે. મહિલા સાથે તેના બાળકને પણ કોરોનાનું સંક્રમણ થઈ ગયું છે. કોરોનાને કારણે માતાના દૂધનો રંગ લીલો થઈ ગયો. કોરોનાને કારણે માતાના દૂધના રંગમાં થયેલા ફેરફાર એ ચોંકાવનારી વાત છે. આ ઘટનાથી સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સ પણ અચંબામાં મુકાયા છે..એક સમાચાર વેબસાઈટમાં આવેલા સમાચાર પ્રમાણે, 23 વર્ષીય અન્ના કોર્ટેજ તાજેતરમાં જ માતા બની છે. એના થોડાક દિવસ પછી જ અન્ના કોર્ટેજને કોરોનાવાયરસનું સંક્રમણ થઈ ગયું, સાથે જ તેમનું બાળક પણ સકંજામાં આવી ગયું છે. આ દરમિયાન અન્નાના દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો હતો.

અન્નાના દૂધને કારણે બાળકને પણ કોરોના સંક્રમણ થયું
મેક્સિકોના મોન્ટેરેની રહેવાસી અન્નાએ જણાવ્યું હતું કે ડિલિવરીના અમુક દિવસ પછી તેને કોરોના સંક્રમણ થયું હતું. આ દરમિયાન જ્યારે તેને પોતાની નવજાત બાળકીને દૂધ પિવડાવવાનો પ્રયાસ કર્યો તો તેણે જોયું કે દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો હતો, તે ઘણા દિવસથી પરેશાન હતી. તેણે જઈને તપાસ કરાવડાવી તો ખબર પડી કે અન્નાના દૂધને કારણે બાળકને પણ કોરોના સંક્રમણ થઈ ગયું છે, પણ કોરોનાની સારવાર પછી જ્યારે અન્ના અને બાળકી સાજા થઈ ગયાં. તો તેના દૂધનો રંગ ફરી પહેલા જેવો થઈ ગયો.

અન્ના કોર્ટેજને કોરોનાવાયરસનું સંક્રમણ થઈ ગયું, સાથે જ તેમનું બાળક પણ સકંજામાં આવી ગયું છે. આ દરમિયાન અન્નાના દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો હતો.
અન્ના કોર્ટેજને કોરોનાવાયરસનું સંક્રમણ થઈ ગયું, સાથે જ તેમનું બાળક પણ સકંજામાં આવી ગયું છે. આ દરમિયાન અન્નાના દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો હતો.

નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી દૂધનો રંગ સામાન્ય થયો
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછીના બે દિવસ પછી અન્નાનું દૂધ પાછું સામાન્ય રંગમાં આવી ગયું. અન્નાના ડોક્ટરે જણાવ્યું હતું કે એ શક્ય છે કે દૂધનો રંગ બદલાઈ જાય, પણ એમાં ગભરાવાની કોઈ વાત નથી, કારણ કે હવે અન્ના પૂરી રીતે સુરક્ષિત છે અને તેની બાળકી માટે તેનું દૂધ પણ. ડોક્ટરે જણાવ્યું હતું કે જ્યારે શરીરમાં એન્ટિબોડીઝ સંક્રમણ સામે લડે છે તો આ પ્રકારના ફેરફાર થઈ શકે છે. જેમાં દૂધનો રંગમાં ફેરફાર શક્ય છે, પરંતુ આવું શરીરમાં પ્રતિરોધક ક્ષમતામાં થઈ રહેલા સકારાત્મક ફેરફારનું પરિણામ છે. હાલ અન્ના અને તેની બાળકી સુરક્ષિત છે.

લેક્ટેશ એક્સપર્ટે જણાવ્યું, દૂધનો રંગ બદલાવો સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે માતા બીમાર થાય અથવા તેની બાળકી બીમારી થાય અથવા બન્ને બીમાર થાય ત્યારે માતાના દૂધનો રંગ બદલાવો એક સામાન્ય પ્રક્રિયા છે.
લેક્ટેશ એક્સપર્ટે જણાવ્યું, દૂધનો રંગ બદલાવો સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે માતા બીમાર થાય અથવા તેની બાળકી બીમારી થાય અથવા બન્ને બીમાર થાય ત્યારે માતાના દૂધનો રંગ બદલાવો એક સામાન્ય પ્રક્રિયા છે.

તો આ તરફ ડાયટિશિયનનું માનવું છે કે મહિલાની ખાણીપીણીને કારણે તેના દૂધનો રંગ બદલાયો હશે, પણ જ્યારે અન્ના કોર્ટેજે કહ્યું હતું કે તેણે ડોક્ટર્સના કહ્યા પ્રમાણે, ડાયટનું પાલન કર્યું અને તેની ખાણીપીણીમાં કોઈ ફેરફાર ન કર્યો તો આનાથી ડાયટિશિયન પણ હેરાન થઈ ગયા, કારણ કે અન્નાએ જણાવ્યું હતું કે તે ઘણી લીલી શાકભાજીઓ ખાતી હતી પણ તેના દૂધનો રંગ સામાન્ય જ હતો.

લેક્ટેશ એક્સપર્ટે જણાવ્યું, દૂધનો રંગ બદલાવો સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે માતા બીમાર થાય અથવા તેની બાળકી બીમારી થાય અથવા બન્ને બીમાર થાય, એટલે કે તેને શરદી-ખાંસી અથવા તો પેટમાં વાયરસનું સંક્રમણ થાય તો માતાના દૂધનો રંગ બદલાવો એક સામાન્ય પ્રક્રિયા છે. આ શરીરમાં વિકસિત થઈ રહેલા એન્ટિબોડીઝને કારણે થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો