• Gujarati News
  • International
  • Most Wanted Dawood Ibrahim Wants To Get Rid Of Imran Government, Army Also Wants To Get Rid Of Him, But Out Of Pakistan

પાકિસ્તાન માટે બોજ બની ગયો છે દાઉદ:મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમથી છુટકારો મેળવવા માંગે છે ઈમરાન સરકાર, આર્મી પણ તેને ખતમ કરવા ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનમાંથી બહાર

કરાચી/લંડનએક વર્ષ પહેલા
  • પાકિસ્તાન સરકારે તાજેતરમાં સ્વિકાર્યું હતું કે દાઉદ કરાચીમાં રહે છે, પછી ફરી ગયું
  • દાઉદ દ્વારા સેનાએ ડ્રગ્સ તસ્કરીથી કરોડો ડોલરની કમાણી કરી, હવે તે મુશ્કેલી સર્જી રહ્યો છે

ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને બે દશકાથી શરણ આપનાર પાકિસ્તાન હવે તેનાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. પરંતુ હવે તેમાં તે પોતાની ઝાળમાં ફસાય ગયું છે. સરકાર તેને ભારતને આપવા માટે તૈયાર થઈ શકે છે, પરંતુ સેના તે માટે તૈયાર નથી. સેના તેને પાકિસ્તાન બહાર મારવા ઈચ્છે છે. સૌથી મોટી વાત એ છે કે સેનાએ અને સરકારે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવો પડશે. કારણ કે ઓક્ટોબરમાં પાકિસ્તાનને ફાઈનાન્શિયલ ટાસ્ક ફોર્સ(FTF) સમક્ષ આતંકવાદીઓ સામેની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવો પડશે. અજાણતા હોય કે ગમે તેમ થોડા દિવસ પહેલાજ પાકિસ્તાને એ સ્વિકાર્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં છે.

હાલ લંડનમાં રહેતા પાકિસ્તાની લેખક અને પત્રકાર ડોક્ટર અમઝદ અયૂબ મિર્ઝાએ દાઉદને લઈને પાકિસ્તાનની સેના અને સરકાર વિશે ખુલાસા કર્યા છે. મિર્ઝાનું આ મુદ્દા પર એનાલિસિસ વાંચો.....

FTFનું ગ્રે લિસ્ટ
પાકિસ્તાને નાદાર થતાં બચવું હો તો FTFની દરેક શરતને પૂરી કરવી પડશે. કારણ કે તેના વગર વર્લ્ડ બેન્ક, IMF કે એશિયન ડેવલપમેન્ટ બેન્ક તેને લોન આપશે નહીં. પાકિસ્તાન જુલાઈ 2018થી ગ્રે લિસ્ટમાં છે. આતંકીઓ પર પુરાવા સાથે કડક અને નિર્ણાયક કાર્યવાહી ન કરાઈ તો ઓક્ટોબરમાં બ્લેક લિસ્ટ થવાનું જોખમ પાકિસ્તાન ઉપર છે. હવે દાઉદ ઉપર પણ નિર્ણય કરવો પડશે. કારણ કે ઈમરાન સરકાર સ્વિકારી ચૂકી છે કે દાઉદ કરાચીમાં છે. ભારત વિશ્વના ઘણા દેશોને તેના અનેક પુરાવાઓ ઘણા વર્ષોથી આપી રહ્યું હતું.

સેના માટે દાઉદ એટલા માટે જરૂરી હતો
1980ની શરૂઆતમાં પાકિસ્તાનની સેનાએ ડ્રગ તસ્કરીને કમાણીનું સાધન બનાવ્યું હતું. અફઘાનિસ્તાનથી અફીણ અને હિરોઇન લવાતા હતા. સેના દાઉદ ઈબ્રાહિમના નેટવર્ક દ્વારા તેને ઈન્ટરનેશનલ સપ્લાઈ કરતી હતી. એટલે કે ડ્રગ સપ્લાઈ દાઉદના માણસો કરતા હતા. કરોડો ડોલરની કમાણી થતી અને પછી તેની વહેચણી થતી. સેનાના રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ફઝલ હકને ખૈબર પખ્તુનખ્વાહના ગવર્નર જ એટલા માટે બનાવાયા જેથી તસ્કરીમાં કોઈ અડચણ ન આવે.

ડ્રગ્સના પૈસા ક્યા જતાં હતા
કમાણીનો એક ભાગ આતંકવાદીઓને તૈયાર કરવામાં ખર્ચ થતો. નેતાઓ, જજો, પત્રકારોને મોટી રકમ અપાતી હતી જેથી તેઓ કોઈ પણ સંજોગોમાં મોઢું ન ખોલે. યુરોપ, મિડલ-ઈસ્ટ અને અમેરિકામાં લોખો ડોલરની પ્રોપર્ટી ઊભી કરાઈ. 2015માં પાકિસ્તાન મોડલ અયાન અલીની આ રેકેટના કારણે ઘરપકડ થઈ હતી. 2012માં કસ્ટમ ઓફિસર હબીબ અહમદે કહ્યું હતું કે પાકિસ્તાનથી દર વર્ષે બે હજાર ટન હિરોઈનનું સ્મગલિંગ કરાઈ છે. અફઘાનિસ્તાનમાં દર વર્ષે 6 હજાર ટન અફિણ બનાવાય છે.

અલગતાવાદી નેતાઓને પણ મળ્યો હિસ્સો
ડ્રગ્સની કાળી કમાણીનો એક મોટો હિસ્સો કાશ્મીરના અલગતાવાદી નેતાઓ પાસે પણ પહોંચતો. તે પૈકી યાસીન મલીક, અલી શાહ ગિલાની અને કેટલાક અન્ય નામોનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરમાં હિંસાની આડ લઈ તસ્કરી પણ કરવામાં આવે છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ એજન્સી તથા મુંબઈ પોલીસે દાઉદના નેટવર્કને લગભગ ખતમ કરી દીધુ છે. વર્ષ 2003માં તેને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, હવે પાકિસ્તાને જે 88 આતંકવાદી સામે દેખાવ પૂરતા પગલાં ભર્યા છે તેમા દાઉદના નામનો પણ સમાવેશ થાય છે.

શા માટે બોજરૂપ બની ગયો લાડકવાયો
FATFની શરતોને પૂરી કર્યા વગર પાકિસ્તાનને ધિરાણ મળવુ મુશ્કેલ છે. ડ્રગ્સનો કારોબાર હવે લગભગ ખતમ થઈ ગયો છે. જેને પગલે સરકાર તથા સેના પાસે હવે કોઈ માર્ગ રહ્યો નથી. તેઓ ફસાઈ ગયા છે. જો દાઉદ સામે કાર્યવાહી થશે તો તે અંગેના પૂરાવા પણ આપવા પડશે. અત્યાર સુધી દાઉદ પાકિસ્તાનમાં હોવાનો સતત ઈન્કાર કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાન સેના પણ તેને જીવીત રાખવા માંગતી નથી. હવે તેને મારી તો શકે છે પણ તેનું રહસ્ય છૂપાવી શકશે નહીં.

પાકિસ્તાન માટે સમસ્યા
લશ્કર દાઉદને બહાર લઈ જઈ ખતમ કરવા માટે કોમનવેલ્થ કન્ટ્રી ડોમેનિકા પાસે પાસપોર્ટ બનાવ્યા છે. તેને અનેક કેરેબિયન દેશ મોકલવાની યોજના બનાવી છે. જોકે, ભારતીય ગુપ્તચર એજન્સીઓની ચાંપતી નજર છે.દાઉદ પાકિસ્તાનથી બહાર નિકળી શકતો નથી. જો દાઉદ માર્યો જશે તો ઈમરાનની ખુરશી પણ નહીં બચે

અન્ય સમાચારો પણ છે...