તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરવે:સૌથી વધારે ઊલટફેરવાળી અમેરિકન ચૂંટણીથી અમેરિકનોની તબિયતને અસર, ટ્રમ્પ ચૂંટણી હાર્યા પણ અમેરિકનોની ઊંઘ ઊડી

ન્યૂ યોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિલંબથી આવેલાં પરિણામને કારણે સરેરાશ 25.50 મિનિટ ઓછું ઊંઘી શક્યા
  • તણાવ અને ચિંતા વધી, હોસ્પિટલમાં કાર્ડિયાક સંબંધિત કેસ વધ્યા

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો લગભગ આવી ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન હવે રાષ્ટ્રપતિ બનશે એ નક્કી છે. પરિણામોની ઔપચારિક જાહેરાત બાકી છે. 3 નવેમ્બરે સ્પષ્ટ થનારી તસવીર 10 નવેમ્બરે પણ સ્પષ્ટ થઈ નથી. પરિણામોમાં થયેલા વિલંબને કારણે અમેરિકીઓની તબિયત પર તેની અસર થઈ છે.

ચૂંટણી પરિણામોની જાહેરાત દરમિયાન થયેલા એક અભ્યાસમાં જણાવ્યું છે કે વિલંબથી આવેલા પરિણામને કારણે અમેરિકીઓ 13 કરોડ 88 લાખ 33 હજાર 45 કલાક ઊંઘી શક્યા નહીં. એક અમેરિકીની ચૂંટણીના દિવસે સરેરાશ 25.50 મિનિટ ઊંઘ ખરાબ થઈ હતી. આ આંકડા અમેરિકી લોકો સંબંધિત આરોગ્યના રેકોર્ડમાંથી લેવાયા છે.

સોશિયલ મીડિયા પર કરાયેલા એક અભ્યાસમાં જણાવ્યું છે કે અમેરિકીઓએ પરિણામની રાહ જોતા સમયે તણાવ પણ અનુભવ્યો હતો. તંગદિલીમાં 15 ટકાનો વધારો થયો. જ્યારે તેમની ચિંતામાં 9 ટકાનો વધારો થયો. આ કારણે અમેરિકીઓનું ડિપ્રેશન વધ્યું. હોસ્પિટલ પહોંચેલા દર્દીમાં ચૂંટણી સંબંધિત કાર્ડિયાક કેસ પણ નોંધાયા. અનેક લોકોએ તંગદિલી અને ચિંતાની ફરિયાદ કરી. લાસવેગાસના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જિયા ખાન કહે છે કે તેમને આશંકા છે કે હૃદયરોગ સંબંધિત કેસ આનાથી પણ વધુ હોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો