તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાબુલ વિસ્ફોટના કાળજું કંપાવી નાખે એવા PHOTOS:મૃત્યુને ભેટેલાં મોટા ભાગનાં બાળકો અને મહિલાઓ, હાથગાડીમાં ઘાયલોને મૂકીને ભાગ્યા લોકો

કાબુલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી હવે આતંકી હુમલાઓ શરૂ થઈ ગયા છે. ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટની પાસે એક પછી એક 2 વિસ્ફોટ થયા હતા, જેમાં 80 લોકોનાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 12 12 યુએસ કમાન્ડો પણ છે. આ વિસ્ફોટ પછી હવે કાબુલ એરપોર્ટ પરથી ચલાવવામાં આવતા રેસ્ક્યૂ-ઓપરેશન ખતરામાં પડી શકે છે.

એરપોર્ટ નજીક હાજર એક વ્યક્તિએ સ્કાઈ ન્યૂઝને જણાવ્યું હતું કે હુમલાખોરે ભીડની વચ્ચે પહોંચીને પોતાને ઉડાવી દીધો. એવું લાગી રહ્યું હતું કે જાણે તે વધુને વધુ લોકોને મારવા માટે આવ્યો હતો. અમેરિકી મીડિયા ધ ગાર્જિયન મુજબ મૃત્યુ થયેલા લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટની જગ્યાએ લાશો અને ઘાયલોનો ઢગલો પડ્યો છે. ગભરાયેલા લોકો અને રડતા-કકળતા લોકો ઘાયલ સ્થિતિમાં પોતાના લોકોને શોધી રહ્યા છે.

બ્લાસ્ટમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોની સંખ્યા 120થી વધુ બતાવવામાં આવી રહી છે. એવામાં મોતનો આંકડો પણ વધી શકે છે.

એરપોર્ટની પાસે થયેલો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વિસ્ફોટ પછી ઊઠેલા ધૂળના ગોટેગોટા અનેક કિલોમીટર દૂરથી સ્પષ્ટ જોવા મળતા હતા.

બ્લાસ્ટમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો ફિદાયીન હુમલાની નજીક હતા તેમાંથી કોઈનો હાથ તો કોઈ પગ શરીરથી અલગ થઈ ગયા.

બ્લાસ્ટ પછી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ નજર ન પડી તો લોકો હાથલારીમાં પોતાના પરિવારના લોકોને હોસ્પિટલ તરફ દોડ્યા હતા.

વિસ્ફોટથી આજુબાજુના વિસ્તારોમાં લોકો ડરી ગયા છે. એરપોર્ટની આજુબાજુ અનેક દુકાનદારો તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરીને ત્યાંથી ભાગી ગયા હતા.

બ્લાસ્ટમાં ઘાયલ થયેલા ઘણા એવા લોકો પણ હતા, જેની સાથે કોઈ પરિવારના લોકો ન હતા. આવા લોકો ઘાયલ થયા બાદ મદદ માટે આમતેમ ભટકતા જોવા મળ્યા.

પહેલો બ્લાસ્ટ કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની પાસે અને બીજો બેરન હોટલની પાસે થયો.

બ્લાસ્ટમાં ઘાયલ અનેક લોકોનાં કપડાં લોહીથી લથબથ થઈ ગયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરાઈ.

અન્ય સમાચારો પણ છે...