મલેશિયામાં ભીષણ પૂર:મૃત્યુઆંક 100ને પાર; 30 હજારથી વધુ લોકો બેઘર, બચાવકાર્યમાં 65 હજાર જવાન

કુઆલાલુમ્પુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂરના કારણે અત્યાર સુધી 30 હજાર લોકો બેઘર થયા - Divya Bhaskar
પૂરના કારણે અત્યાર સુધી 30 હજાર લોકો બેઘર થયા

મલેશિયામાં શુક્રવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે ભીષણ પૂર આવ્યું છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે, આ પૂર રાય વાવાઝોડાના કારણે આવ્યું છે. અહીં 16થી વધુ રાજ્યમાં શનિવારે વિવિધ નદીઓ, બંધ, જળાશયોમાં પાણીનું સ્તર ખતરનાક સ્તરે વધી ગયું હતું. તેનાથી આગામી દિવોસમાં સ્થિતિ બગડી શકે છે. આ પૂરના કારણે અત્યાર સુધી 30 હજાર લોકો બેઘર થઈ ગયા છે. અહીંનો સૌથી પૂર પ્રભાવિત રાજ્ય મલેશિયાનું સૌથી ધનવાન રાજ્ય સેલાંગોર છે. અહીં 10 હજારથી વધુ લોકોએ સુરક્ષિત સ્થળે જવું પડ્યું છે.

વડાપ્રધાન ઈસ્માઈલ સાબરી યાકુબે કહ્યું છે કે, પૂરમાં ફસાયેલા લોકોને આશ્રય સ્થળો સુધી પહોંચાડવા માટે પોલીસ, સેના અને ફાયર બ્રિગેડ વિભાગના 65 હજારથી વધુ જવાનો દેશભરમાં કામ કરી રહ્યા છે. આ પહેલા ક્યારેય ડિસેમ્બરમાં આવું પૂર આવ્યું નથી. શહેરના અનેક હાઈ-વે બીજા શહેરોથી કપાઈ ગયા છે, જેથી બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. દેશના બંદરો, ટ્રેન સેવા પણ જળમગ્ન હોવાથી કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.