સંશોધન:સ્કૂલના રૂટ પર વધુ ટ્રાફિકથી બાળકોની યાદશક્તિ ઘટે છે, મગજનો વિકાસ 23.5% સુધી ઘટી શકે છે

મેડ્રિડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકના અતિશય ઘોંઘાટની અભ્યાસ પર ઊંડી અસર જોવા મળે છે

સ્કૂલ જતા સમયે બાળકોના સ્કૂલ રૂટમાં વધુ ટ્રાફિક હોવાને કારણે બાળકોની યાદશક્તિ ઘટે છે. સ્પેનની બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના સંશોધકોએ બાર્સેલોનાની 38 સ્કૂલોના વિદ્યાર્થીઓ પર કરેલા અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે.

7 થી 10 વર્ષના 2680 બાળકો પર કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બાહ્ય ઘોંઘાટના સ્તરમાં 5 ડેસિબલની પણ વૃદ્વિ થાય છે તો યાદશક્તિમાં 11.5% સુધી ઘટાડો થઇ શકે છે. જ્યારે જટિલ કાર્યો કરવા માટેની ક્ષમતામાં પણ 23.5 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. તેનેકારણે અભ્યાસમાં એકાગ્રતા પણ 4.8% સુધી ઘટે છે. આ અભ્યાસના લેખક જોર્ડી સનયરે જણાવ્યું કે, અમારો અભ્યાસ એ પરિકલ્પનાનું સમર્થન કરે છે કે, બાળપણ એક સીમિત અવધિ છે.

ધ્વનિ પ્રદૂષણ કિશોરાવસ્થાથી પહેલા વિકસિત પામતી યાદશક્તિની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. તેને ધ્યાનમાં રાખતા ભવિષ્યમાં સ્કૂલનું નિર્માણ એ જગ્યાએ થવું જોઇએ જ્યાં ટ્રાફિક ઓછો હોય. બાહ્ય અને આંતરિક ઘોંઘાટની તુલના દરમિયાન સંશોધકોને માલુમ પડ્યું કે, ઘોંઘાટ ધરાવતા સ્કૂલના મેદાનમાં બાળકોએ દરેક ટેસ્ટમાં નબળું પ્રદર્શન કર્યું હતું. જો કે, વર્ગમાં ઘોંઘાટ બાળકના ધ્યાનને જ પ્રભાવિત કરે છે, મેમરીને અસર નથી કરતો. અભ્યાસના મુખ્ય લેખક ડૉ મારિયા ફોસ્ટરે કહ્યું કે, આ અભ્યાસથી જાણવા મળે છે કે, વર્ગની અંદરનો ઘોંઘાટ ડેસિબલ સ્તરથી વધુ હોવા પર ન્યૂરોડેવલપમેન્ટ માટે ખતરો સાબિત થઇ શકે છે.

વધુ પ્રદૂષણ અને ટ્રાફિક વાળા વિસ્તારોના બાળકો સ્થૂળ હોય છે
યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્રાઇમરી કેયર રિસર્ચ જોર્ડી ગોલના સંશોધકોએ 9 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઉચ્ચ વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિક વાળા સ્થળોએ રહેતા બાળકોમાં મેદસ્વીતાની સંભાવના વધુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...