તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઈ રીતે જંગ લડી રહ્યાં છે ઇઝરાયેલ-હમાસ:40 કલાકમાં ગાઝાથી હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા, આયરન ડોમે ઇઝરાયેલને આ હુમલાઓથી બચાવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇઝરાયેલના પૂર્વી જેરૂસલેમથી પેલેસ્ટાઈનના પરિવારોને હટાવવાનું કામ શરુ થયું. જે બાદથી હમાસે રોકેટ હુમલા શરૂ કરી દિધા છે. - Divya Bhaskar
ઇઝરાયેલના પૂર્વી જેરૂસલેમથી પેલેસ્ટાઈનના પરિવારોને હટાવવાનું કામ શરુ થયું. જે બાદથી હમાસે રોકેટ હુમલા શરૂ કરી દિધા છે.

ઇઝરાયેલમાં જંગ જેવી સ્થિતિ વચ્ચે જોરદાર હવાઈ હુમલાઓ થઈ રહ્યાં છે. ઇઝરાયેલ વિરોધી સંગઠન હમાસના કબજાવાળા ગાઝાથી સોમવારેથી બુધવાર વચ્ચેના 40 કલાકમાં 1000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. ઇઝરાયેલના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમના કારણે તેઓ પોતાની મોટા ભાગની વસ્તીને આ હુમલાઓથી બચાવી રાખવામાં સફળ રહ્યાં છે. જાણો, હમાસ અને ઇઝરાયેલ કઈ રીતે જંગ લડી રહ્યાં છે....

સૌથી પહેલાં સમજીએ કે મામલો શું છે
મીડલ ઈસ્ટના આ વિસ્તારમાં જોવા મળતો આ સંઘર્ષ ઓછામાં ઓછો 100 વર્ષથી ચાલી રહ્યો છે. અહીં વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને ગોલ્ડન હાઈટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પેલેસ્ટાઈન આ વિસ્તારો સહિત પૂર્વી જેરૂસલેમ પર પોતાનો દાવો વ્યક્ત કરે છે. તો ઇઝરાયેલ જેરૂસલેમ પર પોતાની પકડને છોડવા રાજી નથી.

હાલ જોવા મળતો વિવાદ રમજાન માસથી શરૂ થયો. જેરુસલેમમાં ઇઝરાયેલી પોલીસ અને પેલેસ્ટાઈનવાસીઓ વચ્ચે ઘર્ષણના સમાચાર આવતા રહ્યાં. આ વચ્ચે ઇઝરાયેલના પૂર્વી જેરૂસલેમમાં શેખ જર્રાહથી પેલેસ્ટાઈની પરિવારોને હટાવવાનું કામ શરુ થયું. જેના વિરોધમાં જેરૂસલેમની મસ્જિદ અલ અક્સામાં રમજાનના છેલ્લા જુમ્મા પર હિંસક પ્રદર્શનો થયા. જે બાદથી હમાસ રોકેટ છોડવા લાગ્યા અને યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ.

પેલેસ્ટાઈમાં સક્રિય બે ચરમપંથી સંગઠન ઇઝરાયેલના નિશાને પર રહે છે. પહેલું- રાજનીતિક રીતે શક્તિશાળી હમાસ. બીજું- પેલેસ્ટાઈની ઈસ્લામિક જિહાદ એટલે કે PIJI. જેમાં હમાસ સૌથી મુખ્ય છે, જેનો ગાઝા પટ્ટી પર કબજો છે. હાલના વિવાદમાં આ જૂથ જ ઇઝરાયેલ પર રોકેટથી હુમલાઓ કરી રહ્યાં છે.

જેરૂસલેમની મસ્જિદ અલ અક્સામાં રમજાનના છેલ્લા જુમ્મા પર હિંસક પ્રદર્શન થયો. જે બાદથી હમાસ રોકેટ છોડવા લાગ્યું.
જેરૂસલેમની મસ્જિદ અલ અક્સામાં રમજાનના છેલ્લા જુમ્મા પર હિંસક પ્રદર્શન થયો. જે બાદથી હમાસ રોકેટ છોડવા લાગ્યું.

ઇઝરાયેલના મોટા શહેર હમાસના ટાર્ગેટ પર
એક સમય હતો જ્યારે હમાસ અને PIJIને ઈરાન જેવા દેશોની મદદથી કે સમુદ્રમાં તસ્કરી કરીને હથિયારો મળતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સંગઠનોએ રોકેટ જાતે જ બનાવવાના શરૂ કરી દિધા છે. હમાસની પાસે 100થી 160 કિમી રેન્જના રોકેટ છે. આટલી રેન્જ તેલ અવીવ, બેન ગુરિયન એરપોર્ટ અને જેરૂસલેમ જેવા ઇઝરાયેલના અનેક વિસ્તારોને પોતાના ટાર્ગેટમાં લેવા માટે પુરતા છે. ઇઝરાયેલની ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ હમાસની પાસે J-80, M-75, ફઝ્ર-5 સેકન્ડ જનરેશન M-75 રોકેટ છે.

7 વર્ષ પહેલાંની તુલનાએ હમાસની તાકાત વઘી ગઇ છે
ઇઝરાયેલનું માનવું છે કે હમાસની પાસે 5 હજારથી 6 હજાર રોકેટ હોય શકે છે. હમાસની પાસે 40 હજાર યૌદ્ધાઓ પણ છે. તો PIKની પાસે 9 હજાર યોદ્ધા અને 8 હજાર શોર્ટ રેન્જ રોકેટ છે. 2014ના યુદ્ધ સમયે હમાસે 50 દિવસમાં ચાર હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ 50 દિવસોમાં માત્ર એક વખત તેઓએ એક જ દિવસમાં 200 રોકેટ છોડ્યા. જે બાદ તેઓએ આ સંખ્યા ગઠાડી દિધી હતી.

ઇઝરાયેલી વેબસાઈટ ધ જેરુસલેમન પોસ્ટ મુજબ, દર વખત કરતાં આ વખતે સ્થિતિ અલગ છે. આ વખતે હમાસે હુમલની શરૂઆતની જ 5 મિનિટમાં 137 રોકેટ ફાયર કર્યા છે. અત્યાર સુધીમાં તેમના તરફથી 1000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. જાહેર છે કે તેમની તાકાત વધી ગઈ છે. મોટાભાગે તેઓ રોકેટ તેલ અવીવ કોરિડોર પર છોડી રહ્યાં છે. ​​​​​​

ઇઝરાયેલનો સૌથી મોટો આધાર આયરન ડોમ

હવે આયયરન ડોમની વાત કરીએ, જેને અત્યાર સુધી ઇઝરાયેલની મોટી વસ્તીને હમાસના રોકેટ હુમલાઓથી બચાવીને રાખ્યા છે. આયરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ છે. આ રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે મળીને તૈયાર કર્યા છે. અમેરિકાએ તેમાં આર્થિક અને ટેકનિકલ મદદ કરી હતી.

આયરન ડોમ 2011થી એક્ટિવ થયા હતા. ગાઝાથી આવતા શોર્ટ રેન્જ રોકેટ્સ જમીન પર પડે તે પહેલાં જ હવામાં નષ્ઠ કરવાનો તેનો હેતુ હોય છે. આયરન ડોમનો વધુ એક હિસ્સો મીડિયમ અને લોન્ગ રેન્જ મિસાઈલ માટે પણ છે. એટલે કે આ ફાઈટર પ્લેનમાંથી છોડવામાં આવેલી મિસાઈલ અને ડ્રોન્સને ટાર્ગેટ બનાવવાની ખુબી ધરાવે છે.

આયરન ડોમ રડાર સિસ્ટમ પર કામ કરે છે. રડાર તે જોવે છે કે શું ઇઝરાયેલ તરફ આવી રહેલા કોઈ રોકેટથી તેને ખતરો છે? જ્યારે એવું અનુભવાય કે કોઈ રોકેટ વસ્તી વાળા વિસ્તારો કે મહત્વની ઈમારત તરફ આવી રહ્યું છે, ત્યારે બેટલ મેનેજમેન્ટ કંટ્રોલથી સિગનલ મોકલવામાં આવે છે અને મોબાઈલ યુનિટ્સ કે લોન્ચ સાઈન્ટથી ઈન્ટરસેપ્ટર છોડવામાં આવે છે. ઈન્ટરસેપ્ટર હકિકતમાં વર્ટિકલ મિસાઈલ હોય છે. જે આકાશમાં દુશ્મનના રોક્ટ્સની નજીક જઈને ફાટે છે. તેનાથી રોકેટ્સ આકાશમાં ધ્વસ્ત થઈ જાય છે. માત્ર તેનો કાટમાળ જમીન પર પડે છે.

આ ડિફેન્સ સિસ્ટમ પણ સો ટકા વિશ્વાસપાત્ર નથી
વોશિંગ્ટન પોસ્ટના સમાચાર મુજબ, અલગ અલગ ડિફેન્સ એનાલિસ્ટ્સે ઇઝરાયેલના આયરન ડોમનો સક્સેસ રેટ 80થી 90% જણાવ્યો છે. આયરન ડોમ પર સ્ટડી કરી ચુકેલા કેનેડાની બ્રોક યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર માઈકલ આર્મસ્ટ્રોન્ગ કહે છે કો કોઈ પણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સો ટકા વિશ્વાસપાત્ર નથી હોતી.

યુએસ મરીન્સમાં કામ કરી ચુકેલા અને કિંગ્સ કોલેજ લંડનના વોર સ્ટડીઝ ડિપાર્ટમેન્ટથી પીએચડી કરી રહેલા રોબ લી જણાવે છે કે જો કોઈની પાસે BM-21 Grad સિસ્ટમ છે તો તેઓ તેનાથી 20 સેકન્ડમાં 40 રોકેટ છોડી શકે છે. આ રીતે રોકેટ સિસ્ટમવાળી પૂરી એક બેટરી કે બટાલિયન છે તો તે 20 સેકન્ડમાં 240થી 720 રોકેટ છોડી દેશે. દુનિયાની કોઈ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આટલા રોકેટને નહીં રોકી શકે.

આયરન ડોમની ખામી તે વાતથી પણ ખ્યાલમાં આવે છે કે હમાસ તરફથી છોડવામાં આવેલા અનેક રોકેટ ઇઝરાયેલની જમીન પર પડવામાં સફળ રહે છે. તેનાથી અનેક ઈમારતોને નુકસાન થયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ઈઝરાયેલના 5 લોકોના મોત પણ થયા છે.

2014ની જંગ સમયે હમાસે 50 દિવસોમાં ચાર હજારથી વધુ રોકેટ છોડ્યા હતા.
2014ની જંગ સમયે હમાસે 50 દિવસોમાં ચાર હજારથી વધુ રોકેટ છોડ્યા હતા.

તો પછી ઇઝરાયેલની પાસે શું વિકલ્પ છે?
ઇઝરાયેલની સેના શક્તિશાળી છે. હમાસના રોકેટ્સનો તે તેઓ આયરન ડોમથી મુકબાલો કરી રહ્યાં છે. સાથે જ છેલ્લાં બે દિવસમાં ઇઝરાયેલની એરફોર્સે હમાસના ઠેકાણાં પર 130થી વધુ હવાઈ હુમલાઓ કર્યા છે. ઇઝરાયેલી આર્મી અને એરફોર્સના નિશાને હમાસના 500થી વધુ ઠેકાણાં છે. ઇઝરાયેલની પાસે મોટા ભાગના ફાઈટર પ્લેન F- સીરીઝના છે, જે અમેેરિકામાં બન્યા છે.