• Gujarati News
  • International
  • More Than 93,000 Corona Cases Were Reported In The UK In The Last 24 Hours, With A Total Of 14,909 Omicon Cases In The UK.

કોરોના દેશ- દુનિયામાં LIVE:દેશભરમાં લોકડાઉન લાગૂ કરવાની નેધર્લેન્ડના વડાપ્રધાન માર્ક રુટ્ટે જાહેરાત કરી, કહ્યું- આ એક ટાળી ન શકાય તેવી સ્થિતિ છે

5 મહિનો પહેલા
નેધર્લેન્ડના વડા પ્રધાન માર્ક રુટ્ટ (ફાઈલ ફોટો)
  • ફાઇઝરની વેક્સિનના 3 ડોઝ લીધા પછી પણ ઓમિક્રોન થયો, અમેરિકાથી મુંબઈ આવેલી વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ
  • લંડન અને સ્કોટલેન્ડમાં પણ ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાયો છે
  • કર્ણાટકમાં બે ઈન્સ્ટિટ્યુટમાં કોરોના વિસ્ફોટ, એક સાથે 33 કેસ સામે આવ્યા, આ પૈકી પાંચ કેસ ઓમિક્રોન પોઝિટિવ

કોરોના વાઈરસના વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કોવિડ-19ના સંક્રમણની સ્થિતિને મર્યાદિત કરવાના પ્રયત્નના ભાગરૂપે રવિવારથી દેશભરમાં નવેસરથી લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ અંગે વડાપ્રધાન માર્ક રુટ્ટે આજે જાહેરાત કરી હતી. નેધર્લેન્ડ ફરી વખત શટડાઉન થવા જઈ રહ્યું છે. આ એક ટાળી ન શકાય તેવી સ્થિતિ છે, કારણ કે કોરોનાની પાંચમી રહેલ ઓમિક્રોન વેરિયન્ટ સ્વરૂપમાં આવી છે, તેમ રુટ્ટે જણાવ્યું હતું.

કર્ણાટકની બે શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટ
​​​​​​​
કર્ણાટકની બે શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સામે આવી છે. એક સંસ્થામાં કોરોનાના 14 કેસ સામે આવ્યા છે તો અન્ય એક સંસ્થામાં 19 કેસ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આ 33 કેસમાં પાંચ ઓમિક્રોન વેરિયન્ટના કેસ છે. આ ઉપરાંત UKથી આવેલી એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ જણાયો છે.

કર્ણાટકમાં કોરોના ફૂલ સ્પીડમાં
કર્ણાટક સરકાર આ કેસોની સ્થિતિને ખતરાની ઘંટડી સમાન માને છે. એક સાથે એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત મળી આવવા તે રાજ્ય સરકાર માટે પરેશાનીની વાત છે.

અમેરિકાથી મુંબઈ આવેલા એક 29 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સાવચેતી તરીકે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે માહિતી આપી હતી કે વ્યક્તિએ અમેરિકામાં ફાઈઝરની વેક્સિનના ત્રણ ડોઝ લીધા હતા. તે વ્યક્તિને ફાઇઝરની વેક્સિનના 3 ડોઝ લીધા પછી પણ ઓમિક્રોનથી સંક્રમણ લાગ્યું છે.

દેશમાં ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા વધીને 113 થઈ છે
મુંબઈ એરપોર્ટ પર 9 નવેમ્બરના રોજ કરાયેલા કોવિડ-19 ટેસ્ટમાં તે પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ તેનાં સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. તેના બેહાઇ-રિસ્ક સંપર્કોનો કોરોના ટેસ્ટ નેગેટિવ મળ્યો છે. ઓમિક્રોન વિશ્વના 91 દેશમાં ફેલાઈ ગયો છે. મોડી સાંજે મહારાષ્ટ્રમાં 8 નવા દર્દી, યુપી અને ગુજરાતમાં 2-2 નવા દર્દી મળ્યા છે. આ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 113 થઈ ગઇ છે.

અન્ય મુખ્ય અપડેટ્સ...

મુંબઈમાં એક શાળામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 16 બાળક પોઝિટિવ
કોરોના અને ત્યા રબાદ ઓમિક્રોનથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં સંક્રમણ વધી રહ્યું છે. નવી મુંબઈની એક શાળામાં 16 બાળકમાં કોરોના પોઝિટિવની પુષ્ટિ થઈ છે. BMCના અધિકારીઓએ આ મામલે જાણ થયા બાદ શાળા મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. જાણકારી આપવામાં આવી છે કે હાલમાં તમામ બાળકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

દેશમાં 11 રાજ્ય ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયાં છે
દિલ્હીમાં ઓમિક્રોનના એકસાથે 10 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ઓમિક્રોનના કુલ કેસ વધીને 22 થઈ ગયા છે. દેશમાં અત્યારસુધીમાં 11 રાજ્ય ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયાં છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં કુલ 32 ઓમિક્રોન સંક્રમિત છે. આ રીતે સમગ્ર દેશમાં ઓમિક્રોનના કુલ 113 કેસ નોંધાયા છે. ઓમિક્રોનની ઉત્તરપ્રદેશમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લામાં એક વૃદ્ધ દંપતીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. આ વૃદ્ધ દંપતી મહારાષ્ટ્ર-રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો. આ રાજ્યોનાં ઘણાં શહેરોની મુલાકાત લીધા બાદ બંને ગાઝિયાબાદ આવ્યા હતા. રાજસ્થાનમાં 17 લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.

દેશમાં એક્ટિવ કેસ ઘટ્યા
ભારતમાં ગઈકાલે કોરોના સંક્રમણના 7145 કેસ નોંધાયા હતા, જ્યારે 289 લોકોનાં મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 84 હજાર 546 થઈ ગયા છે. છેલ્લા 51 દિવસથી નવા કેસ 15 હજાર નીચે નોંધાઈ રહ્યા છે. શુક્રવારે દેશમાં 12 લાખ 45 હજાર 402 કોરોના ટેસ્ટ કરાયા હતા.

મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાંમાં ડ્રોનથી વેક્સિન મોકલાઈ
ડ્રોનની મદદથી મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાંમાં ડ્રોનની મદદથી 300 વેક્સિનના ડોઝ મોકલાયા છે. આ વેક્સિનને જવાહરથી ઝાપ ગામ લઈ જવાઈ હતી. સ્થાનિક હેલ્થ સેન્ટર પર આ વેક્સિનને ડિલિવરી કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્રએ આ અંગે સત્તાવાર જાહેરાત જાણકારી આપી છે.

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 હજારથી વધુ કેસ નોંધાયા
બ્રિટનમાં સતત ત્રીજા દિવસે કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ મામલે નવો રેકોર્ડ બન્યો છે. અહીં શુક્રવારે 93 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, બ્રિટનમાં બુધવારે 78 હજાર 610, ગુરુવારે 88 હજાર 376 અને શુક્રવારે સૌથી વધુ 93 હજાર 45 કેસ નોંધાયા છે, જેમાંથી 111 દર્દી મૃત્યુ પામ્યા હતા.

યુકેમાં હવે ઓમિક્રોનના કુલ કેસ 15 હજાર નજીક
લંડન અને સ્કોટલેન્ડમાં પણ ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાયો છે. ગુરુવારે 1691 ઓમિક્રોનના કેસ સામે આવ્યા હતા, જ્યારે એના બીજા દિવસે 3,201 નવા કેસ નોંધાયા હતા. યુકેમાં હવે ઓમિક્રોનના કુલ કેસનો આંક 14,909 થયો છે.

બોરિસ જોનસને કહ્યું: ઓમિક્રોન એક મોટું જોખમ છે
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી છે કે COVID-19નું ઓમિક્રોન એક "મોટું જોખમ" છે. દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે લોકોએ આ માટે તૈયાર રહેવું પડશે. તેમણે લોકોને બૂસ્ટર ડોઝ લેવા માટે પણ અપીલ કરી હતી. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે કોવિડને કારણે 51.4 ટકા કેસ હવે ઓમિક્રોન હોઈ શકે છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી છે કે દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી રહી છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી છે કે દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી રહી છે.

કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ભય વધી રહ્યો છે. શહેરમાં સતત નવા દર્દીઓ મળી રહ્યા છે. આ પછી પણ ગયા મહિને નવા વેરિયન્ટની તપાસ માટે ભોપાલથી 30 સેમ્પલનો રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. હજુ સુધી આરોગ્ય વિભાગને મળ્યા નથી. મધ્યપ્રદેશની કોઈપણ સરકારી મેડિકલ કોલેજમાં જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટની સુવિધાના અભાવે પણ આ સ્થિતિ સર્જાઈ રહી છે.

જો MPમાં જીનોમ સિક્વન્સિંગ શરૂ થાય તો પરિણામો 48 કલાકમાં આરોગ્ય વિભાગને ઉપલબ્ધ થશે. નોંધપાત્ર રીતે મધ્યપ્રદેશના ભોપાલમાં સૌથી વધુ 70 એક્ટિવ દર્દી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ 16 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે લગભગ 50 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...