તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • More Than 8.80 Lakh New Cases Recorded In 24 Hours For The First Time; The Asian Country Is Now The Most Affected, The Situation Is Out Of Control In 15 Countries Here

કોરોના દુનિયામાં:પ્રથમ વખત 24 કલાકમાં રેકોર્ડ 8.80 લાખથી વધુ નવા કેસ; એશિયન દેશ હવે સૌથી વધુ અસરગ્રસ્ત, અહીંના 15 દેશમાં પરિસ્થિતિ બેકાબૂ

2 મહિનો પહેલા
  • વેક્સિનેશન બાદ બ્રિટનમાં કોરોનાને કારણે થતાં મૃત્યુમાં મોટો ઘટાડો નોંધાયો

વિશ્વભરના કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. લગભગ તમામ દેશોમાં કોરોનાના નવા કેસો ફરી વધવા લાગ્યા છે. ગઇકાલે વિશ્વમાં રેકોર્ડ 8 લાખ 80 હજાર 977 કેસ નોંધાયા હતા. આ કોરોના મહામારીની શરૂઆતથી અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 7 અને 8 જાન્યુઆરીએ 8.43 લાખ નવા કેસ નોંધાયા હતા.

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત એશિયન દેશો પર થઈ છે. લગભગ 15 દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ભારતમાં નવા સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે તુર્કીમાં દરરોજ 60 હજાર અને ઈરાનમાં 24 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. આવા જ એશિયાના અન્ય દેશોમાં નવા દર્દીની સંખ્યા દરરોજ વધી રહી છે.

ગઈકાલે 14 હજારથી વધુ લોકોનાં મૃત્યુ
બુધવારે વિશ્વમાં કોરોનાને કારણે 14,088 લોકોનાં મોત થયાં હતા. બ્રાઝિલમાં સૌથી વધુ 3157 મૃત્યુ નોંધાયાં છે. આ પછી ભારતમાં 2102 અને અમેરિકામાં 876 લોકો મૃત્યુ પામ્યા હતા. પોલેન્ડમાં 740 અને મેક્સિકોમાં 582 લોકોનાં મોત થયાં હતાં.

10 દેશમાં કોરોનાની ચોથી લહેર
ભારત કોરોનાની બીજી લહેરથી પરેશાન છે તો વિશ્વના એવા 10 દેશો છે, જ્યાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે. આમાં બ્રાઝિલ, તુર્કી, ફ્રાન્સ, આર્જેન્ટીના, ઈરાન, કોલમ્બિયા, જર્મની, ઇટાલી, પેરુ અને પોલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં દરરોજ 10 હજારથી વધુ લોકો પોઝિટિવ મળી રહ્યા છે. સૌથી ખરાબ હાલત બ્રાઝિલ અને તુર્કીની છે.

બ્રિટનમાં વેક્સિનેશન બાદ ઘટ્યાં મોત
વિશ્વમાં કોરોનાને અટકાવવા માટેના વેક્સિનેશન અભિયાનની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. એનું તાજું ઉદાહરણ બ્રિટનમાં જોવા મળ્યું છે. 7 સપ્ટેમ્બરના રોજ ત્યાં 3 લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ મોતની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ, પણ વેક્સિનેશનની શરૂઆત બાદ હવે કોરોનાને કારણે માત્ર 4 જ લોકોનાં મોત થયાં છે, ગયા સોમવારની તુલનામાં કોરોના મૃત્યુ દરમાં 70%નો ઘટાડો થયો છે. આ ઉપરાંત યુકેમાં નવા કોરોના દર્દીઓ મળવાની ગતિમાં પણ લગભગ 17% ઘટાડો થયો છે.

અત્યારસુધીમાં 14.26 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
વિશ્વમાં કોરોનાથી અત્યારસુધીમાં 14 કરોડ 44 લાખથી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 30 લાખ 71 હજાર દર્દી મૃત્યુ પામ્યા છે, 12.22 કરોડ લોકો સાજા થયા છે. જોકે 1.87 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે, તેમાંથી એક લાખ 9 હજાર 845 દર્દીની હાલત ગંભીર છે અને 1.86 કરોડ લોકોમાં કોરોનાનાં હળવાં લક્ષણો જોવા મળે છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધી સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

32,602,051

583,330

25,177,434

ભારત

15,924,806

184,672

13,449,406

બ્રાઝિલ

14,122,795

381,687

12,646,132

ફ્રાન્સ

5,374,288

101,881

4,218,294

રશિયા

4,727,125

106,706

4,352,873

યુકે

4,395,703

127,327

4,166,734

તુર્કી

4,446,591

36,975

3,844,342

ઈટાલી

3,904,899

117,997

3,311,267

સ્પેન

3,446,072

77,364

3,151,587

જર્મની

3,208,672

81,382

2,824,100

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)