• Gujarati News
  • International
  • More Than 8 Million Cases Of Corona Reported In The Last 24 Hours In The US, Free Testing Of 5 Million Children In The US

કોરોના દુનિયામાં LIVE:અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાયા, USમાં 50 લાખ બાળકોના નિ:શુલ્ક ટેસ્ટ કરાશે

વોશિંગ્ટન8 દિવસ પહેલા
અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધ્યો છે. આ દરમિયાન કોરોનાએ 2200થી વધુ લોકોના જીવ લીધા હતા.

શાળાઓમાં લાખો બાળકોનાં ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે
અમેરિકામાં બાઈડેન એડમિનિસ્ટ્રેશન શાળાઓને ખુલ્લી રાખવાનો આગ્રહ કરી રહ્યું છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' બુધવારે મોડી રાત્રે રિપોર્ટમાં કહ્યું હતુ કે યુએસ સરકાર એક નવું પગલું ભરવા જઈ રહી છે, જેથી શિક્ષણ ક્ષેત્રને મહામારીથી સુરક્ષિત કરને બચાવી શકાય. આ માટે શાળાઓમાં લાખો બાળકોનાં ટેસ્ટ વિનામૂલ્યે કરાવવાની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. લગભગ 50 લાખ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવશે. આ માટે એક અલગ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી રહી છે.

અમેરિકામાં 50 લાખ બાળકોના નિ:શુલ્ક ટેસ્ટ કરવામાં આવશે.
અમેરિકામાં 50 લાખ બાળકોના નિ:શુલ્ક ટેસ્ટ કરવામાં આવશે.
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાયા છે.
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાયા છે.

વિશ્વમાં અત્યાર સુધીના કોરોનાના કેસોની સ્થિત

  • કુલ કેસ 31.7 કરોડ
  • સાજા થયા 26.2 કરોડ
  • એક્ટિવ કેસઃ 4.7 કરોડ
  • કુલ મૃત્યુઃ 55.30 લાખ

આ દેશોમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા

દેશ

કેસ

1

અમેરિકા

814,494

2

ભારત

241,976

3

યુકે

129,587

4

ફ્રાન્સ

361,719

5

ઈટાલી

196,224

6

સ્પેન

179,125

7

જર્મની

80,542

8

કેનેડા

32,577

9

નેધરલેન્ડ

32,043

10

પોલેન્ડ

16,173

અન્ય સમાચારો પણ છે...