• Gujarati News
  • International
  • More Than 7 Lakh New Cases Were Reported Yesterday, 10,379 Deaths; Experts In Japan Described The Epidemic As A Natural Disaster

કોરોના દુનિયામાં:ગઇકાલે 7 લાખથી વધુ નવા કેસ નોંધાયા, 10,379 મોત; જાપાનના એક્સપર્ટસે મહામારીને કુદરતી આપત્તિ જેવી ભયાનક જણાવી

ટોક્યો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાપાનમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો

દુનિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7.12 લાખ કેસ નોંધાયા હતા. 8 દિવસમાં ચોથી વખત નવા કેસનો આંક 7 લાખને પાર થયો છે. ગુરુવારે 5.60 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો હતો, જ્યારે 10,371 દર્દીના મોત થયા હતા. સતત ત્રીજા દિવસે મૃત્યુનો આંકડો 10 હજારને પાર રહ્યો છે.

જાપાનમાં ઓલિમ્પિક દરમિયાન કોરોનાના કેસમાં ઝડપી વધારો જોવા મળ્યો, જેની અસર યથાવત છે. ગુરુવારે જાપાનમાં 15,792 નવા કેસ નોંધાયા હતા. અહીં સમગ્ર મહામારી દરમિયાન ક્યારેય 10 હજારથી વધુ કેસ નોંધાયા ન હતા, પરંતુ 30 જુલાઇથી લઈને 12 ઓગસ્ટ સુધીમાં અહી માત્ર બે દિવસ જ 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

ટોક્યોમાં કંટ્રોલ બહાર થઈ રહ્યા છે સંક્રમણના કેસ
ગુરુવારે ટોક્યોમાં ઈમરજન્સી લગાવ્યાને એક મહિનો થઈ ગયો. આ દરમિયાન કેસ નોંધાયાના સેટ દિવસ સરેરાશ પાંચ ગણો વધારો જોવા મળ્યો છે. ટોક્યો મેટ્રોપોલિટન સરકારના સલાહકાર અને ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન સેન્ટરના ડિરેક્ટર ડો. નોરિયો ઓહમાગિરીએ જણાવ્યુ હતું કે ઇન્ફેકશનનું લેવલ કાબુની બહાર થઈ ગયું છે. પબ્લિક હેલ્થ કેસ સિસ્ટમનું કામ ઠપ્પ થવાની કાગાર પર છે.

જ્યારે, જાપાનની સરકારે એક્સપર્ટ પેનલના પ્રમુખ ડો. શિગેરું ઓમીનું કહેવું છે કે ટોક્યોમાં આવનારા લોકોની સંખ્યા અડધી કરી દેવી જોઈએ. તેમણે આ મહામારીને કુદરતી આપત્તિ જેવી ભયાનક ગણાવી છે.

જાપાનમાં 30 જુલાઇથી લઈને 12 ઓગસ્ટ સુધીમાં માત્ર બે દિવસ જ 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
જાપાનમાં 30 જુલાઇથી લઈને 12 ઓગસ્ટ સુધીમાં માત્ર બે દિવસ જ 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

ચીનમાં ત્રીજા સૌથી મોટા પોર્ટનું કામકાજ બંધ
કોરોનના વધતાં કેસો વચ્ચે ચીને પૂર્વ કિનારે બનેલા નિંગબો-ઝોઉશાન પોર્ટને બંધ કરી દીધું છે. બુધવારે અહીં એક કર્મચારી કોરોનાથી સંક્રમિત મળી આવ્યો હતો, ત્યાર બાદ તેનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ દુનિયાનું ત્રીજું સૌથી વ્યસ્ત કાર્ગો પોર્ટ છે. 2020માં આ પોર્ટ પર 1.2 અરબ ટન સામાનનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ચીનમાં નિંગબો-ઝોઉશાન પોર્ટ પર એક કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યો હતો, ત્યાર બાદ ત્યાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચીનમાં નિંગબો-ઝોઉશાન પોર્ટ પર એક કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યો હતો, ત્યાર બાદ ત્યાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે.

બ્રિટનમાં ગરમી બાદ વધી શકે છે કોરોનાના કેસ
બ્રિટનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે કમ્યુનિટીમાં સંક્રમણનું લેવલ વધવાને કારણે ગરમી બાદ સંક્રમણના કેસમાં વધારો થઈ શકે છે. એવામાં વૈજ્ઞાનિકોએ લોકોને ચેતવણી આપવાની શરૂ કરી દીધી છે કે તેઓ બેદરકારી ન દાખવે.

વૈજ્ઞાનિકોની આ ચિંતાનું કારણ છે ડેલ્ટા વેરિયન્ટ, જે સમગ્ર બ્રિટનમાં સંક્રમણ ફેલાવી ચૂક્યો છે. વેક્સિન પણ આ વેરિયન્ટ સામે વધુ અસરકારક નથી.

કેનબરામાં 7 દિવસનું લોકડાઉન
ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં બુધવારે એક વર્ષ બાદ કોરોનાનો એક દર્દી મળી આવ્યો હતો. ત્યારબાદ ગુરુવારે અહીં 7 દિવસનું કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીના ચીફ મિનિસ્ટર એંડ્રયુ બ્રારે જણાવ્યુ હતું કે દર્દીનો કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા 20 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.

જર્મનીમાં પણ કોરોનાના કેસમાં વધારો
જર્મનીના સૌથી મોટા શહેર બવેરિયાના મિનિસ્ટર-પ્રેસિડેન્ટ માર્કસ સોડિયરે જણાવ્યુ હતું કે પરિસ્થિતિને જોતાં માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર આવી રહી છે અને તે ચોક્કસપણે પાનખરમાં આવી રહી છે. બુધવારે જર્મનીમાં કોરોનાના લગભગ 5,000 કેસ નોંધાયા હતા. સોડિયરે કહ્યું હતું કે વેક્સિન લેવી કે ન લેવી તે અંગે લોકોની મરજી છે, પરંતુ જેમણે વેક્સિન લીધી નથી, તેમણે થોડીક જવાબદારી નિભાવવી જોઈએ.

દુનિયામાં કુલ 20.61 કરોડ કેસ
હવે દુનિયામાં કોરોનના કુલ કેસ 20.61 કરોડ થઈ ગયા છે. 18.50 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે, જ્યારે કુલ 43.47 લાખ દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જો કે 1.67 કરોડ લોકોની સારવાર કરવામાં આવી રહી છે, તેમાં 1.02 લાખ દર્દીની હાલત ગંભીર છે.