તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • More Than 5.80 Lakh Patients Increased In A Single Day; Fear Of The Third And Fourth Wave Of Corona In 37 Countries, Including Pakistan

કોરોના દુનિયામાં:એક જ દિવસમાં વિશ્વમાં 5.80 લાખથી વધુ દર્દીઓ વધ્યા; પાકિસ્તાન સહિત 37 દેશોમાં કોરોનાની ત્રીજી અને ચોથી લહેરનો ડર

6 મહિનો પહેલા
  • અમેરિકાના ફ્લોરિડામાં ફરી એકવાર કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું
  • જર્મન સરકારે વિદેશથી આવતા તમામ લોકો માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો

વેક્સિનેશન શરૂ થયા પછી પણ દુનિયાભરમાં કોરોનાનું જોખમ સતત વધતું જાય છે. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 5.80 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. 9812 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા છેલ્લા એક અઠવાડિયાથી સતત વધવા લાગ્યા છે. આ પહેલા દરરોજ 4 લાખ કરતા ઓછા કેસ સામે આવતા હતા. નવા દર્દીઓની વધતી ગતિને જોતાં પાકિસ્તાન સહિત 37 દેશોમાં કોરોનાની ત્રીજી અને ચોથી લહેરનો ડર સતાવવા લાગ્યો છે. તેમાં અમેરિકા, બ્રાઝિલ, યુકે, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, ઇટાલી, યુક્રેન, સ્પેન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક દેશોએ કોરોનાની બીજી, જ્યારે કેટલાકે ત્રીજી લહેરનો સામનો કરી લીધો છે.

અમેરિકાના ફ્લોરિડામાં યુવાઓમાં ઝડપથી ફેલાવા લાગ્યું સંક્રમણ
અમેરિકાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ સમયે તેની સૌથી વધુ અસર યુવાનો પર જોવા મળી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ હવે અહીં દરરોજ 5 હજારથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. તેમાં 8% નો વધારો નોંધવામાં આવ્યો છે. આ દર્દીઓમાં 80-90% લોકોની વય 40 વર્ષથી નીચેની છે.

ફોટો પેરિસનો છે. અહીં ફરી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડોકટરો અને હોસ્પિટલ વહીવટીતંત્રે આ અંગે ચેતવણી જાહેર કરી છે.
ફોટો પેરિસનો છે. અહીં ફરી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડોકટરો અને હોસ્પિટલ વહીવટીતંત્રે આ અંગે ચેતવણી જાહેર કરી છે.

કોરોના અપડેટ્સ

  • ભારતે નેપાળ આર્મીને કોરોના વેક્સિનના એક લાખ ડોઝ ગિફ્ટ આપ્યા છે. આ પહેલા પણ ભારત સરકાર તરફથી 3.48 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
  • વેક્સિનેશન બાદ હવે અમેરિકાના લોકો ટ્રાવેલ પર ભાર આપવા લાગ્યા છે. આ માટે અમેરિકન સરકારે ગાઈડલાઇન પણ જાહેર કરી છે.
  • જર્મન સરકારે વિદેશથી આવતા તમામ લોકો માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે.
  • ઈટલી સરકાર તે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે, જેમણે કોરોના સામેની લડાઇમાં વેક્સિન લેવાનો ઇનકાર કરી દીધો હતો.

પાકિસ્તાનમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે પ્રતિબંધો લગાવાયા
પાકિસ્તાનમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો આવ્યો છે. અહીં ત્રીજી લહેરનું જોખમ સરકારને સતાવવા લાગ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે ફરીથી પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું છે. લગ્ન સમારોહ અથવા અન્ય કાર્યક્રમો મોટી સંખ્યામાં ભીડ એકઠી કરાશે નહીં. આયોજન અને વિકાસ પ્રધાન અસદ ઉમરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના કોઈપણ શહેરમાં 8% કરતાં વધુ પોઝિટિવિટી રેટ હશે ત્યાં આ પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.

પાકિસ્તાનમાં હાલમાં દરરોજ 4 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. 100 થી 150 લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાને એક વીડિયો સંદેશ જારી કરતાં કહ્યું છે કે હવે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ ચૂકી છે. લોકોએ સાવધ રહેવાની જરૂર છે. લોકોએ ચહેરા પર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું પડશે.

ફોટો પાકિસ્તાનના કરાચી શહેરનો છે. અહીં લગ્ન સમારોહમાં લોકો માસ્ક પહેર્યા વિના જ નીકળી રહ્યા છે. હવે સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ફોટો પાકિસ્તાનના કરાચી શહેરનો છે. અહીં લગ્ન સમારોહમાં લોકો માસ્ક પહેર્યા વિના જ નીકળી રહ્યા છે. હવે સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

રશિયાના લોકોમાં ગરમીની સિઝન સુધીમાં હર્ડ ઇમ્યુનિટી આવી જશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દાવો કર્યો છે કે આ વર્ષે ઉનાળા સુધીમાં દેશના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી આવી જશે. પુટિને કહ્યું કે જો આ જ ઝડપે વેક્સિનેશન થશે, તો પછી ઉનાળા સુધી 70% પુખ્ત વયના લોકોને વેક્સિન આપવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. તેનાથી લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ થશે.

અત્યાર સુધીમાં 12 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
અત્યાર સુધીમાં વિશ્વભરમાં 12.77 કરોડથી વધુ લોકોને સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 10.29 કરોડ લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 27.95 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જેમાં 2.20 કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. તેમાંથી 93,661 દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે 2.19 કરોડ દર્દીઓમાં કોરોનાનાં હળવા લક્ષણો છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,917,142

562,013

23,348,510

બ્રાઝિલ

12,490,362

310,694

10,879,627

ભારત

11,971,624

161,586

11,323,762

રશિયા

4,510,744

97,404

4,130,498

ફ્રાન્સ

4,508,575

94,465

289,350

યૂકે

4,329,180

126,573

3,787,312

ઈટલી

3,512,453

107,636

2,832,939

સ્પેન

3,255,324

75,010

3,016,247

તુર્કી

3,179,115

30,923

2,939,929

જર્મની

2,772,694

76,404

2,484,600

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/પરથી લેવામાં આવ્યા છે.)