તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • More Than 5 Lakh Cases Were Reported In The Last 24 Hours; After Brazil, The United States, India And France Had The Highest Number Of Cases

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં 5 લાખથી વધુ કેસ નોંધાયા; બ્રાઝિલ બાદ અમેરિકા, ભારત અને ફ્રાન્સમાં સૌથી વધુ કેસ મળી આવ્યા

પેરિસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5.06 લાખ કેસ નોંધાયા
  • બ્રિટનમાં એક જ દિવસમાં 7 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી

દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5.06 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ. આ દરમિયાન, 2.72 લાખ લોકો સાજા પણ થયા હતા અને 8 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શનિવારે બ્રાઝિલમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા, અહીં 73,450 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યાર બાદ સૌથી વધુ કેસ અમેરિકા (55,908), ભારત (43,815) અને ફ્રાન્સ (35,345)માં નોંધાયા છે.

વિશ્વમાં 12.34 કરોડ દર્દીઓ
વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં 12.34 કરોડ કેસ નોંધાયા છે. 9.94 કરોડ લોકો સંક્રમણથી સાજા થયા છે અને 27.21 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાલમાં, 2.12 કરોડ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

ઇંગ્લેન્ડમાં રેકોર્ડ વેક્સિનેશન
બ્રિટનમાં શનિવારે 7 લાખ 11 હજાર 156 લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આમાંથી 6 લાખ 36 હજાર 219 લોકો ફક્ત ઇંગ્લેન્ડના જ હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત થઈ છે, ત્યારથી આ એક જ દિવસમાં આપવામાં આપેલ વેક્સિનનો સૌથી મોટો આંકડો છે.

સરકારી માહિતી અનુસાર, આ સાથે બ્રિટનમાં 18 વર્ષથી વધુની ઉંમરની અડધાથી વધુ વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી 2 કરોડ 68 લાખ 53 હજાર 407 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

આ ફોટો પેરિસની એક હોસ્પિટલનો છે. અહીં કોરોનાના દર્દીઓ વધવાની સાથે જ હેલ્થકેર વર્કર્સ તૈનાત થઈ ગયા છે.
આ ફોટો પેરિસની એક હોસ્પિટલનો છે. અહીં કોરોનાના દર્દીઓ વધવાની સાથે જ હેલ્થકેર વર્કર્સ તૈનાત થઈ ગયા છે.

ફ્રાન્સમાં ICUમાં દાખલ દર્દીઓનો આંક આ વર્ષે ટોપ પર
ફ્રાન્સમાં પણ કોરોનાની ગતિ વધી રહી છે. અહીં ICUમાં દાખલ કોરોના દર્દીઓનો આંકડો 4,353 પર પહોંચી ગયો છે. આ વર્ષે આ સંખ્યા સૌથી વધુ છે. વર્ષની શરૂઆતમાં ICUમાં ફક્ત 66 દર્દીઓ​​​​​​​ દાખલ હતા. શનિવારે દેશમાં 35,327 કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન, 185 લોકોનાં મોત પણ થયાં હતા.

ટોપ-10 દેશો, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,482,127

554,871

22,683,617

બ્રાઝિલ

11,950,459

292,856

10,419,393

ભારત

11,598,710

159,790

11,128,119

રશિયા

4,447,570

94,659

4,060,652

યૂકે

4,291,271

126,122

3,650,226

ફ્રાન્સ

4,252,022

92,167

279,646

ઈટલી

3,356,331

104,642

2,686,236

સ્પેન

3,212,332

72,910

2,945,446

તુર્કી

2,992,694

29,959

2,807,572

જર્મની

2,658,851

75,196

2,409,700

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો