ભાસ્કર ખાસ:અમેરિકામાં નોકરી છોડનારાની સંખ્યા રેકોર્ડ સ્તરે, ગયા વર્ષે નવેમ્બરમાં 45 લાખથી વધુ લોકોએ રાજીનામું આપી દીધું, જે 20 વર્ષમાં સૌથી વધુ

વોશિંગ્ટન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીથી પ્રભાવિત અર્થતંત્રમાં પણ લોકો નોકરી છોડતા હોવાથી કંપનીઓ પરેશાન

અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બરમાં 45 લાખથી વધુ લોકોએ નોકરી છોડી દીધી હતી. આ આંકડો ઓક્ટોબરમાં નોકરી છોડનારા 42 લાખની તુલનામાં વધુ છે. શ્રમ વિભાગના આંકડા પ્રમાણે, નોકરી છોડનારા અમેરિકનોની સંખ્યા દેશના જોબ રેકોર્ડમાં છેલ્લા બે દસકામાં સૌથી વધુ છે. લોકો યોગ્ય તકનો લાભ લેવા માંગતા હોવાથી પણ નોકરી છોડી રહ્યા છે.

આ મુદ્દે સરકાર નજર રાખી રહી છે કારણ કે, બે વર્ષમાં કોરોના મહામારીના કારણે આર્થિક ગતિવિધિ અને અર્થતંત્ર પણ દબાણ હોવાથી કંપનીઓ અને નાના-મોટા બિઝનેસ યુનિટે વિચિત્ર પ્રકારની વિરોધાભાસી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં નોકરી છોડનારાની આ સંખ્યાને ‘ગ્રેટ રેઝિગ્નેશન’ નામ પણ અપાયું છે. જોકે, કોરોના મહામારીમાં શ્રમિકોએ પોતાની પ્રાથમિકતાઓ મુદ્દે ફરી વિચારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ મોટા ભાગની નોકરીઓ હોસ્પિટાલિટી અને અન્ય ઓછું વેતન આપતા ક્ષેત્રોમાં છે કારણ કે, ત્યાં કર્મચારીઓ માટે આકરી સ્પર્ધા છે અને ઉમેદવાર પ્રમાણે સારા વેતનનો લાભ પણ મળે છે.

ઈન્ડિડ હાયરિંગ લેબના ડિેક્ટર નિક બંકરે કહ્યું છે કે, આ ગ્રેટ રેઝિગ્નેશન હકીકતમાં ઓછું વેતન ધરાવતા શ્રમિકોની બાબત છે, જે બજારમાં ફરીથી નવી તકો શોધી રહ્યા છે. તેમાંના અનેકે નવી નોકરી કરવાનું શરૂ પણ કર્યું છે. અર્થતંત્ર ફરી પાટા પર લાવવાની હડબડીમાં કેટલાક શ્રમિકો માટે સારું વેતન અને કામ કરવાની સ્થિતિની માંગ કરવાની દુર્લભ તકનું સર્જન કર્યું છે. પરંતુ જે લોકો સરળતાથી નોકરી બદલી નથી શકતા અથવા જે લોકો એવા ક્ષેત્રોમાં છે, જ્યાં માંગ એટલી નથી, તેમના માટે વેતનનો મામૂલી લાભ મળ્યો છે. ફેડરલ રિઝર્વ બેંક ઓફ એટલાન્ટાના ડેટાથી માલુમ પડે છે કે, નોકરી બદલનારાને, તે નોકરીમાં રહેલા લોકોની તુલનામાં, ઘણો ઝડપથી પગાર વધારો મળ્યો છે.

બેરોજગારી દર ઘટીને 1.99 લાખ થયો, જે 1969 પછી સૌથી ઓછો
અમેરિકન અર્થતંત્રએ નવેમ્બરમાં 2.10 લાખ નવી નોકરીઓ સર્જી, જે છેલ્લા મહિનાની તુલનામાં ઓછી છે. પરંતુ રિપોર્ટ કહે છે કે, અર્થતંત્ર યોગ્ય દિશામાં છે, જ્યારે શ્રમિકોની માંગ અને વેતન વૃદ્ધિ છતાં કેટલાક લોકો અર્થતંત્રને લઈને નિરાશાવાદી છે. મોમેન્ટિવના એક સરવેમાં ફક્ત 21% લોકોએ કહ્યું છે કે, ગયા વર્ષની તુલનામાં તેમની નાણાકીય સ્થિતિ સારી છે. ઓવરઑલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ લગભગ પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે છે. એક વર્ષ પહેલા જો બાઈડેનના રાષ્ટ્રપતિ બન્યા પછી રિપબ્લિકનો અર્થતંત્ર વિશે નિરાશાવાદી રહ્યા છે. જોકે હાલના મહિનાઓમાં ડેમોક્રેટ પણ વધુ નિરાશ થયા છે.

અન્ય સમાચારો પણ છે...