તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • More Than 40 Infected Were Found On Two Cruise Ships, The Death Toll In Brazil Crossed 94 Thousand; 1.82 Crore Cases In The World So Far

કોરોના વિશ્વમાં LIVE:બે ક્રૂઝ જહાજો પર 40થી વધુ સંક્રમિત મળ્યા, બ્રાઝીલમાં મોતનો આંકડો 94 હજાર પાર; વિશ્વમાં અત્યાર સુધી 1.82 કરોડ કેસ

વોશિન્ગટન2 મહિનો પહેલા
બ્રાઝીલના મનાઉ શહેરમાં સ્થિત એમેઝોન થિયેટરને રવિવારે ડિસઇન્ફેક્ટ કરી રહેલો એક કર્મચારી. અમુક શરતો સાથે આ થિયેટરને ખોલવાની મંજૂરી આપવામા આવી છે.
  • વિશ્વભરમાં અત્યારસુધી 6.92 લાખ મોત, 1.14 કરોડ લોકો સ્વસ્થ થયા
  • અમેરિકામાં 48.13 લાખથી વધુ સંક્રમિત, અત્યાર સુધી 1.58 લાખ મોત

વિશ્વમાં કોરોનાવાયરસના સંક્રમણથી અત્યારસુધી 1 કરોડ 82 લાખ 31 હજાર 535 નવા કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 13 લાખ 26 હજાર 232 દર્દી સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. 6 લાખ 88 હજાર 683ના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. છેલ્લા 24 કલાકમાં બે ક્રૂઝ જહાજો પર 40થી વધુ કેસ મળી આવ્યા છે. એક ક્રૂઝ આર્કટિક અને બીજુ પ્રશાંત મહાસાગરમાં છે. આર્કટિકમાં MS રોયલ્ડ એમંડસન ક્રૂઝ પર 40 કેસ સામે આવ્યા છે જ્યારે પ્રશાંત મહાસાગરમાં પોલ ગૌગિન ક્રૂઝ પર એક વ્યક્તિ સંક્રમિત છે.

બ્રાઝીલમાં 24 કલાકમાં 541 મોત થયા છે. હવે મોતનો આંકડો અહીં 94 હજારને પાર કરી ગયો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 25800 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 27 લાખ 33 હજાર 677 થઇ ગઇ છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિતમોતસ્વસ્થ થયા
અમેરિકા48,13,6471,58,36523,80,217
બ્રાઝીલ27,33,67794,13018,84,051
ભારત18,04,70238,16111,87,288
રશિયા8,50,87014,1286,50,173
દ.આફ્રિકા5,11,4858,3663,47,227
મેક્સિકો4,39,04647,7462,89,394
પેરૂ4,28,85019,6142,94,187
ચિલી3,59,7319,6083,32,411
સ્પેન3,35,60228,445પ્રાપ્ત નથી
કોલંબિયા3,17,65110,6501,67,239

ઓસ્ટ્રેલિયા: મેલબર્નમાં 6 અઠવાડિયા સુધી રાતે કર્ફ્યૂ
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 6 અઠવાડિયા સુધી રાત્રે કર્ફ્યૂ લગાવવામા આવ્યો છે. વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રૂયૂએ રવિવારે સાંજે તેની જાહેરાત કરી હતી. તેમણે લોકોને 5 કિમી દાયરામાં રહેવાની અપીલ કરી હતી.

કોસોવા: વડાપ્રધાન અબ્દુલ્લા સંક્રમિત
કોસોવાના વડાપ્રધાન અબ્દુલ્લાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે રવિવારે ફેસબુક પેજ પર લખ્યું- સામાન્ય ઉધરસ સિવાય મારા શરીરમાં કોઇ લક્ષણ દેખાતા નથી. હું બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટીન રહીશ. ઘરેથી જ કામ કરીશ. કોસોવામાં સંક્રમણના કુલ 8700 કેસ નોંધાયા છે જ્યારે 249 મોત થયા છે.

ચીન: સંક્રમણના 43 નવા કેસ
ચીનમાં 43 નવા કેસ નોંધાયા હતા. નેશનલ હેલ્થ કમિશનના ડેઇલી રિપોર્ટ અનુસાર 36માંથી 28 નવા કેસ ઝિંજિયાંગ રાજ્યમાં સામે આવ્યા છે. આઠ કેસ લિઓસા રાજ્યમાં સામે આવ્યા હતા. શાંઘાઇમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. છેલ્લા અઠવાડિયાથી ઉઇગર મુસ્લિમ બહુમતિ વાળા શિનજિયાંગ વિસ્તારમાં દરરોજ 20થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

ઇરાન: સંક્રમિતોનો આંકડો 3 લાખથી વધુ
ઇરાનમાં રવિવારે સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ 9 હજાર થઇ ગઇ છે. ખાડી દેશોમાં ઇરાન સૌથી વધારે પ્રભાવિત છે. અહીં છેલ્લા 24 કલાકમાં 2685 નવા કેસ સામે આવ્યા હતા. ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સીમા સદત લારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 208 મોત થયા હતા જેના લીધે મોતનો આંકડો વધીને 17 હજાર 190 થઇ ગયો છે. અત્યારસુધી 2 લાખ 68 હજાર 102 દર્દી સ્વસ્થ થયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો