તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • More Than 4 Lakh People Were Forced To Starve To Death On This Island Region With A Population Of 26 Lakh.

દક્ષિણ મડાગાસ્કરમાં દુષ્કાળ:26 લાખની વસ્તી ધરાવતા આ ટાપુ પ્રદેશ પર 4 લાખથી વધારે લોકો ભૂખમરાની ઝપટમાં, પાંદડા ખાઈને જીવન ગુજારવા મજબૂર બન્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્વીર 11 નવેમ્બર 2020ની છે. અહીંના ફેનાઈવો ગામમાં એક સુકી નદી પાસે ખાડો ગાળીને પાણીની રાહ જોઈ રહેલા બાળકો - Divya Bhaskar
તસ્વીર 11 નવેમ્બર 2020ની છે. અહીંના ફેનાઈવો ગામમાં એક સુકી નદી પાસે ખાડો ગાળીને પાણીની રાહ જોઈ રહેલા બાળકો
  • બાળકોના શરીરમાં ચામડી અને હાંડકા સીવાય કંઈ જ દેખાતું નથી

દક્ષિણ મડાગાસ્કરમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. તેને લીધે આ વિસ્તારમાં આશરે 4 લાખથી વધારે લોકો ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અનેક લોકો ભૂખમરાને લીધે મૃત્યુ પામ્યા છે,તેમ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ફૂડ ઓર્ગેનાઈઝેશને આ માહિતી આપી છે.

દક્ષિણ આફ્રિકામાં WFPના રિજિનલ ડિરેક્ટર લોલા કાસ્ત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે તાજેતરમાં જ તેમણે WFPના વડા ડેવિડ બિસલે સાથે ઈન્ડિયન ઓશિયનમાં આવેલા 26 લાખ વસ્તીવાળા ટાપુનો પ્રવાસ કર્યો હતો. અહીં તેમને ખૂબજ નિરાશ કરનારી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અહીં રહેતા પરિવાર રેડ કેક્ટસ, જંગલી પાંદડા ખઈને જીવન ગુજારી રહ્યા છે.

કાસ્ત્રોએ કહ્યું વર્ષ1998 બાદ પ્રથમ વખત આવી સ્થિતિ જોઈ છે
કાસ્ત્રોએ જણાવ્યું કે સેંકડોની સંખ્યામાં બાળકો અને કિશોર બરબાદ થઈ ચુક્યા છે. બાળકોના શરીરમાં ચામડી અને હાંડકા સીવાય કંઈ જ દેખાતું નથી. તે તમામ ન્યૂટ્રિશિયનના આધાર પર જીવીત છે. તેમણે કહ્યું કે છેલ્લા 28 વર્ષથી તેઓ ચાર ઉપમહાદ્વિપ માટે કામ કરી રહ્યા છે. જોકે અગાઉ આટલી ખરાબ સ્થિતિ જોઈ ન હતી. આ અગાઉ આવી સ્થિતિનો તેમને વર્ષ 1998માં દક્ષિણ સૂડાનમાં બહર-અલ-ગજલમાં સામનો થયો હતો.

અહીં લોકો ખૂબ જ ગરીબ છે અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે
અહીં લોકો ખૂબ જ ગરીબ છે અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે

UN અને મડાગાસ્કર સરકારને ફંડ માટે અપીલ કરી
સ્થિતિને જોતા UN અને મડાગાસ્કરની સરકારે આશરે 155 કરોડ ડોલરના ફંડ માટે અપીલ કરી છે. તેનાથી લોકોને ભોજન માટેની વ્યવસ્થા કરી શકાય. હજારોની સંખ્યામાં લોકો ઘર છોડી જતા રહ્યા છે. લોકોએ ભોજનની શોધખોળમાં શહેર તરફ પલાયન થવા મજબૂર થવું પડ્યું છે. બિસલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે 4 લાખથી વધારે લોકો ભૂખમરા તરફ આગળ વધી રહ્યા છે. આ પૈકી 14 હજારતી વધારે લોકોની સ્થિતિ ઘણી ખરાબ છે. જો કંઈ જ કરવામાં નહીં આવે તો આગામી મહિનાઓમાં 5 લાખથી વધારે લોકો આ સ્થિતિમાં પહોંચી જશે.

તસવીરમાં માસ્ક પહેરેલા ડેવિડ બિસલે દેખાય છે. તેમણે મડાગાસ્કર પહોંચી પીડિત પરિવાર તથા બાળકો સાથે મુલાકાત કરી હતી
તસવીરમાં માસ્ક પહેરેલા ડેવિડ બિસલે દેખાય છે. તેમણે મડાગાસ્કર પહોંચી પીડિત પરિવાર તથા બાળકો સાથે મુલાકાત કરી હતી

પર્યાવરણમાં સૌથી મોટું પરિવર્તન
દક્ષિણી મડાગાસ્કરમાં ઓચિંતા જ સર્જાયેલી દુષ્કાળ અને ભૂખમરાની સ્થિતિ માટે પર્યાવરણમાં પરિવર્તનને જવાબદાર માનવામાં આવે છે. કાસ્ત્રોએ કહ્યું કે વિશ્વમાં આ એકમાત્ર જગ્યા છે,જે પર્યાવરણમાં પરિવર્તનમાં કોઈ જ પ્રકારનું યોગદાન કરી શકે તેમ નથી, જોકે પર્યાવરણમાં પરિવર્તનની સૌથી મોટી અસર આ વિસ્તાર પર પડી છે.