• Gujarati News
  • International
  • More Than 32 Million Indians Have Been At The Forefront Of Remittances Abroad For 14 Years, Influencing US Policies.

આજે પ્રવાસી ભારતીય દિવસ:3.2 કરોડથી વધુ ભારતીયો વિદેશમાં, વતનમાં પૈસા મોકલવામાં 14 વર્ષથી ભારતીયો મોખરે, અમેરિકી નીતિઓને પણ અસર કરી રહ્યા છે

વોશિંગ્ટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે (9 જાન્યુઆરી) પ્રવાસી ભારતીય દિવસ છે. આ દિવસ પ્રવાસીઓના યોગદાનને સન્માનિત કરવા માટે મનાવાય છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વિશ્વમાં 3.2 કરોડથી વધુ પ્રવાસી ભારતીયો છે. તેમાંથી 2 કરોડથી વધુ એટલે કે અંદાજે 70% તો અમેરિકા, યુએઇ, સાઉદી અરેબિયા, મ્યાનમાર, બ્રિટન, કેનેડા અને શ્રીલંકામાં જ છે.

સૌથી વધુ 44.5 લાખ ભારતીયો અમેરિકામાં છે. પ્રવાસીઓ પાસેથી ધન મેળવનારા વિશ્વના વિવિધ દેશોની યાદીમાં ભારત વર્ષ 2008થી પહેલા નંબરે છે. કોરોના મહામારી છતાં 2021માં પ્રવાસી ભારતીયોએ ભારતમાં 87 અબજ ડોલર (અંદાજે 6.5 લાખ કરોડ રૂ.) મોકલ્યા, જે રકમ 2020થી 4.6% વધુ છે. તેના 20% પૈસા તો માત્ર અમેરિકાથી ભારતીયોએ મોકલ્યા.

દર વર્ષે અંદાજે 25 લાખ ભારતીયો વિદેશપ્રવાસે જાય છે, જે આંકડો બીજા કોઇ પણ દેશની સરખામણીમાં સૌથી વધુ છે. પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે ઇન્ડિયન ડાયસ્પોરાના કાર્યકારી નિયામક સંજીવ જોશીપુરાએ ભાસ્કરને જણાવ્યું કે ભારતીયો એક દાયકાથી મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. સંગઠન 28થી વધુ દેશના 3 કરોડ પ્રવાસી ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતીય વિદ્યાર્થીઓ હવે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે
અર્થશાસ્ત્ર અને આં.રા. બાબતોમાં અમેરિકી સાંસદોને સલાહ આપતી સમિતિના સભ્ય રહેલા સંજીવ જોશીપુરા ભારતમાં જન્મ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધો મજબૂત બની રહ્યા છે. હવે ભારતમાં પણ પ્રવાસીઓની માન્યતા પાર્ટીલાઇનથી ઉપર છે. પ્રવાસીઓની ભૂમિકા આજે ભારત-અમેરિકા વચ્ચે એક સેતુ સમાન મનાય છે. 2015 સુધી તો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકી વિદ્યાર્થીઓ સાથે આંખ નહોતા મિલાવી શકતા. હવે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ્સની સંખ્યા વધતાં સમીકરણો બદલાઇ ગયાં છે. જોકે, કેટલાક અવરોધો છે પણ પરિવર્તન હકારાત્મક દિશામાં છે. હકારાત્મક એટલા માટે કે અગાઉ ભારતીયો મુખ્યત્વે શૈક્ષણિક અને વ્યાપારમાં સફળતા પર ધ્યાન આપતા હતા પણ હવે તેઓ આર્થિક રીતે સુરક્ષિત છે અને એક્ટિંગ, સ્પોર્ટ્સ, આર્ટ, મ્યુઝિક જેવાં ક્ષેત્રોમાં ભાગીદારી કરી રહ્યા છે. રાજકારણમાં પણ તેમની ભાગીદારી વધી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકારમાં 80થી વધુ મૂળ ભારતીયો મહત્વના પદ સંભાળે છે. આજે ભારતીય અમેરિકી હોવાનો અર્થ અમેરિકાનું અને વૈશ્વિક સ્તરે મુખ્ય પ્રવાહનું અભિન્ન અંગ હોવું છે. ભારતીય અમેરિકનોની સફળતાએ તેમના સોફ્ટ પાવરમાં વૃદ્ધિ કરી છે. તેની સીધી અસર નીતિઓ ઘડવામાં દેખાઇ રહી છે. ભારતીયો દેશમાં જ નહીં, અમેરિકામાં પણ પરોપકારમાં આગળ છે.

અન્ય સમાચારો પણ છે...