મલેશિયામાં જળ હોનારત:ભારે વરસાદના કારણે મલેશિયાનાં 16 રાજ્યમાં 30 હજારથી વધારે લોકો બેઘર થયા, ફિલિપિન્સમાં 208નાં મોત

એક મહિનો પહેલા

મલેશિયામાં શુક્રવારથી થયેલા ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. એને કારણે રવિવારે 30 હજારથી વધારે લોકો બેઘર થયા છે. સરકારી વેબસાઈટ પ્રમાણે દેશનાં 16 રાજ્યમાંથી 8માં શનિવારે પૂરનું જળસ્તર અચાનક વધી ગયું હતું, જેને કારણે આગામી દિવસોમાં પણ સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે.

મલેશિયામાં હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખા દેશની નદીઓમાં પૂર, લેન્ડ સ્લાઈડિંગ અને રસ્તાઓ પર કાર ડૂબેલી દેખાય છે. એ ઉપરાંત દેશના 15 હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હોવાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની સપ્લાયચેઈન પણ અટકી પડી છે. જો આગામી 1-2 દિવસમાં હાઈવે કાર્યરત નહીં થાય તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાય એવી પણ સ્થિતિ આવી શકે છે.

મલેશિયાના પાટનગર ક્વાલાલમ્પુર સહિત ઘણાં શહેરોમાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા.
મલેશિયાના પાટનગર ક્વાલાલમ્પુર સહિત ઘણાં શહેરોમાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા.
પૂરને કારણે ઘણા રસ્તાઓની સ્થિતિ નદીઓ જેવી થઈ, ગાડીઓ પણ ડૂબી.
પૂરને કારણે ઘણા રસ્તાઓની સ્થિતિ નદીઓ જેવી થઈ, ગાડીઓ પણ ડૂબી.
દેશમાં ઘણાં શહેરોમાં પૂરના પાણીમાં ગાડીઓ તણાઈ.
દેશમાં ઘણાં શહેરોમાં પૂરના પાણીમાં ગાડીઓ તણાઈ.

પાટનગર ક્વાલાલમ્પુર નજીક આવેલું રાજ્ય સેલાંગોર પૂરથી વધારે પ્રભાવિત છે. તે મલેશિયાનું સૌથી અમીર રાજ્ય માનવામાં આવે છે. અહીં 10 હજારથી વધારે લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહ્યા છે. વડાપ્રધાન ઈસ્માઈલ સાબરી યાકુબે કહ્યું હતું કે ફસાયેલા લોકોને આશ્રય સ્થળ સુધી પહોંચાડવામાં મદદ માટે પોલીસ, સેના અને ફાયરબ્રિગેડ વિભાગના થઈને 65 હજારથી વધારે કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

રાહત અને બચાવકાર્યમાં જોડાયેલા કર્મચારીઓ પૂરમાં ફસાયેલા લોકોને કાઢવાનો પ્રયત્ન કરતા હતા.
રાહત અને બચાવકાર્યમાં જોડાયેલા કર્મચારીઓ પૂરમાં ફસાયેલા લોકોને કાઢવાનો પ્રયત્ન કરતા હતા.
રેસ્ક્યૂ ટીમ ડૂબેલા ઘર અને ગાડીઓમાં ફસાયેલા લોકોને શોધી રહી છે.
રેસ્ક્યૂ ટીમ ડૂબેલા ઘર અને ગાડીઓમાં ફસાયેલા લોકોને શોધી રહી છે.

ડિસેમ્બર મહિનામાં 10 વર્ષનું સૌથી મોટું ભીષણ પૂર
ડિસેમ્બરના મહિનામાં આ પૂર 10 વર્ષનું સૌથી મોટું પૂર માનવામાં આવે છે. એને કારણે ઘણા શહેરી વિસ્તારો ડૂબી ગયા છે. મેઈન હાઈવે બંધ હોવાને કારણે ઘણાં ગામડાં અને શહેરો સંપર્કવિહોણાં બન્યાં છે. પૂરને કારણે હાઈવે પર 5000થી વધારે લોકો ફસાયા છે.

પૂર રાહત માટે મલેશિયામાં સેના અને પોલીસની સાથે વોલન્ટિયર્સ પણ તહેનાત કરાયા.
પૂર રાહત માટે મલેશિયામાં સેના અને પોલીસની સાથે વોલન્ટિયર્સ પણ તહેનાત કરાયા.
પૂર પછી બંદર નજીક આવેલાં શહેરોને જોડતી ટ્રેન સર્વિસ બંધ કરવી પડી છે.
પૂર પછી બંદર નજીક આવેલાં શહેરોને જોડતી ટ્રેન સર્વિસ બંધ કરવી પડી છે.

પોર્ટ ક્લૈંગ પોર્ટ અને ટ્રેન સર્વિસ બંધ
માનવામાં આવે છે કે ફિલિપિન્સમાં રાય વાવાઝોડું આવવાને કારણે મલેશિયામાં પૂર આવ્યું છે. આ પૂર અને વાવાઝોડાને કારણે મલેશિયાનું સૌથી મોટું પોર્ટ ક્લૈંગ સૌથી વધારે પ્રભાવિત થયું છે. અહીંથી શહેર ક્લૈંગ અને જતી ટ્રેન સેવાઓ રોકી દેવામાં આવી છે.

ફિલિપિન્સમાં મૃતકોની સંખ્યા 208 થઈ
ફિલિપિન્સમાં રાય વાવઝોડાને કારણે અત્યારસુધી 208 લોકોનાં મોત થયાં છે. અહીં લોકો સુધી ઝડપથી ખાવા-પીવાનો સામાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અહીં 30 હજાર લોકોને ઘર અને દરિયાકિનારા પર બનાવવામાં આવેલા રિસોર્ટ છોડીને જવું પડ્યું છે.

સતત વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ગામડાંમાં લોકોનાં ઘર પાણીમાં ડૂબ્યાં.
સતત વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ગામડાંમાં લોકોનાં ઘર પાણીમાં ડૂબ્યાં.
હાઈવે પર મોટી સંખ્યામાં ગાડીઓ ફસાતાં જરૂરિયાતનો સામાન પણ અટવાયો.
હાઈવે પર મોટી સંખ્યામાં ગાડીઓ ફસાતાં જરૂરિયાતનો સામાન પણ અટવાયો.
અન્ય સમાચારો પણ છે...