તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાલી થઈ રહ્યું છે ન્યૂયોર્ક:3 લાખથી વધારે લોકોએ ન્યૂયોર્ક શહેર છોડી દીધું, કોરોના મહામારીએ લોકોને શહેર છોડવા મજબૂર કર્યા

ન્યૂયોર્ક5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીએ અમેરિકામાં ફરી હાહાકાર મચાવ્યો છે. રોજના દોઢ લાખથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ચોકાવનાર વાત એ પણ બહાર આવી છે કે માર્ચથી લઈ ઓક્ટોબર વચ્ચે ત્રણ લાખથી વધારે લોકોએ ન્યૂયોર્ક શહેરને છોડી દીધું છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે 2 લાખ 95 હજાર 103 લોકોએ પોતાનું પોસ્ટલ સર્વિસમાં એડ્રેસ બદલવા માટે અરજી કરી. આ આંકડો 3 લાખથી ઘણો મોટો હોય શકે છે કારણ કે એ એડ્રેસ પર ઘણી વ્યક્તિ રહેતી હોય છે.

આ તસવીર ન્યૂયોર્ક શહેરની છે. કોરોના સંક્રમિતને હોસ્પિટલમાં લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારી.
આ તસવીર ન્યૂયોર્ક શહેરની છે. કોરોના સંક્રમિતને હોસ્પિટલમાં લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારી.

આટલી મોટી સંખ્યામાં લોકોના સ્થળાંતર પાછળનું કારણ કોરોના મહામારી ઉપરાંત તેના લીધે સર્જાયેલી આર્થિક કટોકટી, સ્કૂલો બંધ અને ક્રાઈમ વધવાનું છે.

હાલ અમેરિકામાં 1 કરોડ 12 લાખ 29 હજાર 554થી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાય છે અને 2 લાખ 51 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં સંક્રમણ ફરી વધ્યું છે રોજ દોઢ લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 68.91 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ અહીં 40 લાખ 86 હજાર 919 એક્ટિવ કેસ છે.

ન્યૂયોર્કની વાત કરીએ તો અહીં ગઈકાલે પાંચ હજારથી વધારે કેસ નોંધાયા હતા. અહીં અત્યાર સુધીમાં 5 લાખ 93 હજાર 767 કેસ નોંધાયા છે અને 33 હજાર 976 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ ન્યૂયોર્કમાં 1.30 લાખથી વધારે એક્ટિવ કેસ છે. અમેરિકામાં ટેક્સાસ અને કેલિફોર્નિયા સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો