• Gujarati News
  • International
  • More Than 25.76 Lakh Cases Were Reported Worldwide In The Last 24 Hours; The Highest Number Of 7.04 Million Cases, 1,802 Deaths In The United States

કોરોના દુનિયામાં LIVE:દુનિયામાં 24 કલાકમાં 25 લાખ કેસ; અમેરિકામાં સૌથી વધુ 7.51 લાખ દર્દી, વધતા સંક્રમણને કારણે 2200 ફ્લાઈટ્સ કેન્સલ

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • ઓમિક્રોનને કારણે ઓસ્ટ્રેલિયામાં ફરી લાગુ થયા પ્રતિબંધો
  • WHOએ કહ્યું, ઓમિક્રોનને હળવાશથી લેશો નહીં

ઓમિક્રોન વેરિયન્ટના કારણે દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. 24 કલાકમાં દુનિયાના 6 દેશોમાં એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. તો ગત દિવસોમાં આખી દુનિયામાં 24,97,154 નવા સંક્રમિત મળ્યા છે. અમેરિકામાં દુનિયામાં સૌથી વધુ 7.51 લાખ કોરોના કેસ નોંધાયા છે. અમેરિકામાં વધતા સંક્રમણ વચ્ચે શુક્રવારે 2200 ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવાઈ છે.

આ ઉપરાંત ફ્રાંસમાં 2.61 લાખ, ઈટાલીમાં 2.19 લાખ, બ્રિટનમાં 1.790 લાખ, ભારતમાં 1.14 લાખ અને આર્જેન્ટિનામાં 1.09 લાખ કોરોનાના કેસ મળ્યા છે. કોરોનાને કારણે દુનિયભરમાં અત્યાર સુધીમાં 54.89 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઓમિક્રોનને કારણે ઓસ્ટ્રેલિયામાં ફરી લાગુ થયા પ્રતિબંધો
ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોનના વધતા કેસને જોતા અહીં શુક્રવારે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. સૌથી વધુ વસતિવાળા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનોનો રેકોર્ડ 38,625 નવા કેસ નોંધાયા છે. જે બાદ અહીં વધુ નાઈટ ક્લબ્સને બંધ કરવાના આદેશ આપી દીધા છે. તો હોસ્પિટલમાં ભારે દબાણને પગલે મિડ ફેબ્રુઆરી સુધીમાં બિન જરૂરી મેડિકલ સર્જરીને ટાળવાના આદેશ આપવામાં આવ્યા છે.

વિશ્વમાં કોરોનાથી અત્યારસુધીની સ્થિતિ

  • કુલ સંક્રમિતઃ 30 કરોડ
  • સાજા થયા: 25.74 કરોડ
  • એક્ટિવ કેસઃ 3.58 કરોડ
  • કુલ મૃત્યુઃ 54.89 લાખ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કોરોનાને હળવાશથી ન લેશો
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનથી દુનિયાભરના દેશો ચિંતિત છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 25 લાખ 76 હજાર 874 કેસ સામે આવ્યા છે. સૌથી મોટી ચિંતા અમેરિકામાં સતત વધી રહેલા કેસ બાબતની છે. અહીં છેલ્લા 24 કલાકમાં સાડાસાત લાખ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે 2143 લોકો મૃત્યુ પામ્યા છે. ગઈકાલે 94,108 દર્દી સાજા થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટને હળવાશથી ન લો.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 7 લાખ 4 હજાર 661 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 7 લાખ 4 હજાર 661 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અન્ય મુખ્ય અપડેટ્સ...

બ્રિટનમાં 5 લાખ લોકોમાં એક વર્ષ સુધી કોરોનાનાં લક્ષણો જણાયાં, સર્વેમાં સામે આવ્યું
બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, દેશમાં મોટી વસતિમાં લોંગ કોવિડ જોવા મળ્યો છે. લોંગ કોવિડમાં કોરોનાનાં લક્ષણો 4 અઠવાડિયાં કે તેથી વધુ સમય સુધી રહે છે. સર્વે મુજબ દેશના 2% લોકો (13 લાખ)માં ડિસેમ્બરની શરૂઆતમાં લોંગ કોવિડ જોવા મળ્યો હતો. તેમાંથી 70% એટલે કે 8.92 લાખ લોકોમાં ઓછામાં ઓછા 3 મહિના સુધી લક્ષણો જોવા મળ્યાં છે, જ્યારે 40% વસતિ, એટલે કે 5.06 લાખ લોકોમાં એક વર્ષ સુધી આ લક્ષણો હતાં. બુધવારે બ્રિટનમાં 1.94 લાખ કોરોના કેસ મળ્યા હતા અને સંક્રમણને કારણે 343 લોકોનાં મોત થયાં હતાં.

વિશ્વમાં લોકોનો જીવ લઈ રહ્યો છે 'ઓમિક્રોન વેરિયન્ટ', એને હળવાશથી લેવાની ભૂલ ન કરવી: WHO
ઓમિક્રોન વેરિયન્ટ મુદ્દે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું એવું કહેવું છે કે કોરોના વાઇરસનો ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં લોકોના જીવ લઈ રહ્યો છે અને એને હળવાશથી ન લેવો જોઈએ. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અદનોમ ગ્રેબ્રેયેસસે ગુરુવારે જણાવ્યું હતું કે નવા પ્રકારથી રેકોર્ડ સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ઘણા દેશોમાં એ અગાઉના ડેલ્ટા વેરિયન્ટને પણ ઝડપથી પછાડી રહ્યો છે, એટલે કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ટેડ્રોસે એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું, 'ઓમિક્રોન વાઇરસ ડેલ્ટા કરતાં ઓછો ગંભીર જણાય છે, ખાસ કરીને જે લોકોને વેકસિન આપવામાં આવી છે. એનો અર્થ એ નથી કે ઓમિક્રોનને હળવાશથી લેવામાં આવે. ટેડ્રોસે વધુમાં કહ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટની જેમ ઓમિક્રોન પણ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીને તેમનો જીવ લઈ રહ્યો છે. તેને હળવાશથી ન લેવો જોઈએ.

ડેનમાર્કમાં વેક્સિનના બંને અથવા બૂસ્ટર ડોઝ લીધેલા 90% લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા
ડેનમાર્કમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ત્યાં 90% ઓમિક્રોનથી તે લોકો સંક્રમિત થયા છે, જેમણે વેક્સિનના બંને ડોઝ અથવા બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે. ડેનમાર્ક મિનિસ્ટ્રી ઑફ હેલ્થ સ્ટેટેન્સ સીરમ ઇન્સ્ટિટ્યૂટ SSIના એક રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વાયરસથી સંક્રમિત લગભગ 90% લોકોને વેક્સિનનાં બંને ડોઝ અથવા બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે.

આ દેશોમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા

દેશ

કેસ

1

અમેરિકા

751,512

2

ભારત

114,484

3

યુકે

179,756

4

ફ્રાન્સ

261,481

2

ઈટાલી

219,441

6

તુર્કી

68,413

7

જર્મની

56,787

8

કેનેડા

43,132

9

નેધરલેન્ડ

24,575

10

પોલેન્ડ

16,576

અન્ય સમાચારો પણ છે...