સ્નિફર ડૉગ પેટ્રન બાળકોનો છે ફેવરિટ:રશિયા-યુક્રેન વૉરમાં અત્યાર સુધીમાં શોધી કાઢ્યા 200થી વધુ બોમ્બ, ઝેલેન્સ્કીએ આપ્યો એવોર્ડ

કીવ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના સૈનિકો માટે સ્ટેટ એવોર્ડની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ એવોર્ડ સમારંભમાં ઝેલેન્સ્કીએ એક એવો પુરસ્કાર પણ આપ્યો, જેને લઈને લોકો સેના અને ઝેલેન્સ્કીની પ્રશંસા કરે છે. ઝેલેન્સ્કીએ એક ક્યુટ ડોગને વીરતા પુરસ્કારની સન્માનિત કર્યો. આ ડોગનું નામ છે પેટ્રન.

ઝેલેન્સ્કીએ રાજધાની કીવમાં પેટ્રનને પુરસ્કાર આપતા કહ્યું કે આ બાળકોમાં ઘણો જ લોકપ્રિય છે. પેટ્રન રશિયન સેના દ્વારા મુકવામાં આવેલી સુરંગ અને ફુ્ટ્યા વગરના બોમ્બ શોધવામાં યુક્રેનની સેનાની મદદ કરે છે. પેટ્રન પોતાના કામમાં એટલો કુશળ છે કે તે સહેલાયથી એક્સપ્લોઝિવ એટલે કે વિસ્ફોટક પદાર્થ શોધી કાઢે છે. તેનાથી ન માત્ર યુક્રેનના સૈનિકો પરંતુ સામાન્ય લોકોના પણ જીવન બચે છે. આજ કારણ છે કે પેટ્રનના આ કૌશલને સરકાર અને સેનાએ પુરસ્કારથી નવાજ્યો છે. પેટ્રને ઈમરજન્સી સર્વિસમાં પણ ઘણી મદદ કરી છે. પેટ્રેનને ટ્રેનિંગ સિવિલ પ્રોટેક્શન સર્વિસના માઇખાઈલો ઈલિવે આપી છે.

રવિવારે પેટ્રનને સન્માનિત કરાયો. કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ હાજર રહ્યાં હતા.
રવિવારે પેટ્રનને સન્માનિત કરાયો. કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ હાજર રહ્યાં હતા.
યુદ્ધમાં પેટ્રને બોમ્બ શોધવામાં ઘણી મદદ કરી હતી, તેથી તેને ઝેલેન્સ્કીએ સન્માનિત કર્યો.
યુદ્ધમાં પેટ્રને બોમ્બ શોધવામાં ઘણી મદદ કરી હતી, તેથી તેને ઝેલેન્સ્કીએ સન્માનિત કર્યો.
જેક રસેલ ટેરિયર પેટ્રન ચેર્નિહાઈવના શહેર અને આજુબાજુના વિસ્તારમાં વિસ્ફોટકને શોધવા માટે 24 કલાક કામ કરે છે
જેક રસેલ ટેરિયર પેટ્રન ચેર્નિહાઈવના શહેર અને આજુબાજુના વિસ્તારમાં વિસ્ફોટકને શોધવા માટે 24 કલાક કામ કરે છે
આ ફોટો ત્યારનો છે જ્યારે પેટ્રન રશિયન સૈનિકોએ એક ખાણમાં છોડલા વિસ્ફોટકને શોધી રહ્યો હતો.
આ ફોટો ત્યારનો છે જ્યારે પેટ્રન રશિયન સૈનિકોએ એક ખાણમાં છોડલા વિસ્ફોટકને શોધી રહ્યો હતો.
પેટ્રન બાળકોમાં ઘણો જ લોકપ્રિય છે, તેને પણ બાળકોની સાથે રમવું ઘણું જ ગમે છે.
પેટ્રન બાળકોમાં ઘણો જ લોકપ્રિય છે, તેને પણ બાળકોની સાથે રમવું ઘણું જ ગમે છે.
અન્ય સમાચારો પણ છે...