તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષામાં રહેલા 150થી વધુ સુરક્ષાકર્મચારીઓ કોરોના પોઝિટિવ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને રાષ્ટ્રપતિ કમલા હેરિસ. - Divya Bhaskar
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને રાષ્ટ્રપતિ કમલા હેરિસ.
  • USમાં ગત ગુરુવારે સતત બીજા દિવસે કોરોનાને કારણે 4 હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેલા 150થી વધુ સુરક્ષાકર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ માહિતી શુક્રવારે એક યુએસના અધિકારીએ આપી છે. જો બાઈડન રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કરે એ પહેલાં કેપિટલ હિલમાં 6 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા પછી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. 20 જાન્યુઆરીએ બાઈડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

વ્હાઈટ હાઉસની બહાર ચેક પોઈન્ટ અને કાટાળા તાર લગાવવામાં આવ્યા હતા. શહેરમાં 25 હજારથી વધુ સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે શહેરમાં તહેનાત 25 હજારથી વધુ સુરક્ષાકર્મચારીઓમાંથી ઘણા સુરક્ષાગાર્ડ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના સંક્રમિત સુરક્ષાકર્મચારીઓની સંખ્યા વધુ વધી શકે છે.

અમેરિકામાં ગત ગુરુવારે સતત બીજા દિવસે કોરોના વાઈરસને પગલે 4 હજારથી વધુ લોકોનાં મોતના મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોઇટર્સના પબ્લિક હેલ્થ ડેટા મુજબ, યુએસમાં અત્યારસુધીમાં કોરોનાથી 4,10,000 લોકોનાં મોત થયાં છે. નેશનલ ગાર્ડ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમિત સુરક્ષાગાર્ડ્સને લઈને ચર્ચા કરવામાં આવશે નહિ.

શહેરમાં સુરક્ષાકર્મચારીની તહેનાતી પહેલાં તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને શરીરનું તાપમાન પણ માપવામાં આવ્યું હતું. સેનાના જણાવ્યા મુજબ, હજારો સૈનિકોની ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી પાંચથી દસ દિવસમાં વોશિંગ્ટનમાંથી 15 હજાર સુરક્ષાકર્મચારીઓને તેમના ઘરે મોકલાય એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના સંક્રમણના મામલાઓ પર સતત નજર રખાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિપદ પરથી હટવા અને અમેરિકાની કમાન બાઈડનના હાથમાં આવ્યા પછી અહીં કોરોનાને લઈને બનાવવામાં આવેલી સ્ટ્રેટેજીમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ બાઈડને અમેરિકામાં આગામી 100 દિવસ સુધી તમામ નાગરિકોને માસ્ક લગાવવા અને કોરોનાને લઈને જરૂરી સાવધાની રાખવા માટે કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો