બાંગ્લાદેશના ઢાકામાં મંગળવારે ભયંકર વિસ્ફોટ થયો હતો. તેમા 14 લોતોના મોત થયા છે. 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. અહેવાલ મુજબ વિસ્ફોટ સાંજે 4.50 કલાકે જૂના ઢાકાના સિદ્દિક બજારમાં થયો. આ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતો. બ્લાસ્ટના કારણ અંગે માહિતી નથી મળી શકી. કેટલાક અહેવાલ મુજબ સિલિન્ડરમાં આગ લાગવાના કારણે વિસ્ફોટ થયો છે.
બ્લાસ્ટ પછી ઘટનાસ્થળે ફાયર ફાઇટર્સને મોકલી દેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની જ ઢાકા મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે.
સાત માળની ઇમારતમાં વિસ્ફોટ થયો
બાંગ્લાદેશ ન્યૂઝ વેબસાઈટ મુજબ, વિસ્ફોટ સિદ્દિક બજારની એક સાત માળની ઇમારતમાં થયો. બે માળ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. આ ઇમારતમાં ઘરોમાં સાફ સફાઈમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની દુકાનો હતી. માનવામાં આવી રહ્યું છે કે, કોઈ કેમિકલમાં આગ લાગી અને પછી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ પછી કાટમાળ રસ્તા પર ફેલાયો હતો. તેની ઝપેટમાં રસ્તા પર ઉભેલી એક બસ પણ આવી હતી.
વિસ્ફોટથી રસ્તાની બીજી તરફ બનેલી ઈમારતના કાચ તૂટ્યા
વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે, તેનાથી રસ્તાની બીજી તરફની ઈમારતમાંની કેટલીક ઓફિસનાં કાચ તૂટી ગયા. રસ્તાની બીજી તરફની એક બેંકની ઓફિસમાં કામ કરતા અબ્દુર રહેમાન નામની વ્યક્તિએ જણાવ્યું કે, વિસ્ફોટના કારણે આખી ઈમારતનાં ઘણા કાચ તૂટી ગયા હતા. ફાયર સર્વિસિઝના ડીપ્ટી ડાયરેક્ટર દીન મોનીએ જણાવ્યું કે, અત્યારે વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
એક અઠવાડિયામાં ત્રીજો વિસ્ફોટ
ઢાકામાં મંગળવારે થયેલા આ વિસ્ફોટ અઠવાડિયાનો ત્રીજો બ્લાસ્ટ છે. અગાઉ 5 માર્ચના રોજ એક સાયન્સ લેબમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા, 40 લોકોને ઈજા થઈ હતી. એર કન્ડીશનરમાં સર્જાયેલી ખામીના કારણે વિસ્ફોટ થયો હતો.
સોમવારના રોજ ઢાકાના ઓક્સિજન પ્લાન્ટમાં પણ વિસ્ફોટ થયો હતો, તેમા પાંચ લોકોના મોત થયા હતા. 30 લોકોને ઈજા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.