તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાબુલ વિસ્ફોટ:મોતથી વધારે તાલિબાનનો ભય એરપોર્ટ પર પહેલાંથી વધુ ભીડ

કાબુલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાએ ચેતવણી આપી- હવે અમે શિકાર કરીશું, મોતનો બદલો લઈશું

કાબુલમાં ઘાતક વિસ્ફોટોના કલાકો પછી પણ એરપોર્ટની બહાર માહોલ શોકમય છે. શુક્રવારે કાબુલમાં માર્કેટ, દુકાન અને બજાર બંધ રહ્યાં હતા. હથિયારબંધ તાલિબાની શહેરમાં ફરી ફરીને લોકોને ઘરમાં રહેવાનું કહી રહ્યાં હતા. જો કે લોકો ઝડપથી અફઘાનિસ્તાન છોડવા માંગે છે.

તેઓ વધુ વિસ્ફોટની ચેતવણીની પણ પરવા કરતા નથી. કાબુલમાંથી નીકળવાની એક માત્ર આશા એરપોર્ટ છે. જેને વિસ્ફોટ પછી તાલિબાને બંધ કર્યું હતું. તાલિબાને એરપોર્ટ વિસ્તારને પણ ઘેરી લીધો છે. જો કે શુક્રવારે બપોરથી ફ્લાઈટ ફરી શરૂ થઈ છે. લોકો જાનની પરવા કર્યા વિના એરપોર્ટ પર આવી રહ્યા છે. ત્યાંથી બહુ ઓછા લોકોને નીકળવાની આશા છે.

તેમનું માનવું છે કે મહિનાના અંતે જ્યારે અમેરિકી સૈન્ય જતું રહેશે ત્યારે હજારો લોકો રહી જશે. 33 વર્ષીય અફઘાન નાગરિક અને બ્રિટિશ પાસપોર્ટ ધારક તજુમલ ખાન કહે છે કે હું મારી પત્ની અને બે બાળકો સાથે ત્રણ દિવસથી ખુલ્લા આકાશ નીચે મારો વારો આવે તેની રાહ જોઉ છું. મારી પાસે તમામ કાનૂની દસ્તાવેજ છે પરંતુ અંદર જવા દેતા નથી.

અહીં સુરક્ષા નથી આથી જતા રહેવા માંગીએ છીએ. અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અહીં રહીશું તો મરી જઈશું અથવા તાલિબાન મારી નાંખશે. આના કરતા બહેતર છે કે અહીંથી નીકળવાનો પ્રયાસ કરીએ. પત્ની અને ચાર બાળકો સાથે અમેરિકી દસ્તાવેજ માટે રાહ જોઈ રહેલી એક વ્યક્તિએ કહ્યું કે અમે વર્ષો સુધી અમેરિકાની સેવા કરી. તેણે વિઝા આપવાનું વચન આપ્યું હતું.

મૃતક સંખ્યા વધી 110, ફ્લાઈટ શરૂ, પરંતુ ઘણા દેશોએ અભિયાન રોક્યું
અફઘાનિસ્તાનમાં એરપોર્ટ બહાર થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા 110ની થઈ છે. બ્રિટન, ઇટાલી, સ્પેનના લોકોને બહાર કાઢવાનું અભિયાન રોકી લેવાયું છે.

જાણીએ છીએ કે હુમલા પાછળ આઈસિલ ખુરાસાનનો કોણ વડો છે: બાઈડેન
11 અમેરિકી કમાન્ડો, 2 ડૉક્ટરના મોત પછી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને ચેતવણી આપી છે કે અમે તેમને માફ નહી કરીએ. હવે અમે શિકાર કરીશું. આ મોતનો બદલો લઈશું.

ભારતે કહ્યું- કાબુલમાં કેટલાક લોકો હજુ ફસાયા, હાલત સતત બદલાય છે
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કાબુલમાંથી મોટાભાગના ભારતીયોને ઉગારી લેવાયા છે. કેટલાક હજુ ફસાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...