તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • More Deaths In The US Than 9 11 Terrorist Attacks Have Been Caused By Debris Pollution From The World Trade Center

ભાસ્કર વિશેષ:અમેરિકામાં 9/11ના આતંકી હુમલા કરતાં વધારે મોત તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળના પ્રદૂષણથી થઈ ચૂક્યાં છે

વોશિંગ્ટન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9/11નાં 20 વર્ષઃ ફાયર ફાઇટિંગ ટીમના સભ્ય રહી ચૂકેલા સ્ટીવ બુસેનીએ કહ્યું

વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યૂયોર્કના ટ્વિન ટાવરો પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાના દુષ્પરિણામો હજુ અટકવાનું નામ લેતા નથી. અમેરિકાના આર્થિક વૈભવના મુખ્ય કેન્દ્ર સમાન ન્યૂયોર્કની ફાયર ફાઇટીંગ ટીમના પૂર્વ સભ્ય અને એક્ટર સ્ટીવ બુસેનીનું માનવું છે કે બિલ્ડિંગના કાટમાળના કારણે સર્જાયેલું પ્રદૂષણ હજુ પણ લોકોના જીવ લઈ રહ્યું છે. એ હુમલામાં 3 હજાર લોકોના મોત નીપજ્યાં હતા. પણ તેનાથી વધારે લોકોના મોત કાટમાળના ઝેરીલા પ્રદૂષણના કારણે બીમાર થયેલા લોકોના થયા છે.

બુસેનીએ હુમલાના બીજા દિવસે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. તેઓ કાટમાળ તોડી રહેલી ટીમ બકેટ બ્રિગેડના સભ્ય હતા. બિલ્ડિંગના ઉપરના માળ પરથી બાલ્ટીઓ ભરીને કાટમાળ નીચે લાવવામાં આવ્યો હતો. બુસેની જણાવે છે કે એક બોડી બેગની સાથે કોંક્રિટની ધૂળ જોઈને એક ફાયરફાઇટરે જણાવ્યું હતું કે - આ ધૂળ કદાચ વીસ વર્ષ પછી આપણો જીવ લેશે. જો કે વીસ વર્ષ પૂરા થયા એ પહેલા કાટમાળના કારણે ફેલાયેલી બીમારીઓના સમાચારો આવવા લાગ્યા.

આ વિષય પર બ્રિજેટ ગોર્મીએ ડસ્ટઃ ધ લિંગરીંગ લીગસી ઓફ 9/11 નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. બ્રિજેટના પિતા બિલીનું 2015માં કેન્સરથી મોત થયું હતું. ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર અને ન્યૂયોર્ક શહેરના અધિકારીઓ જાહેર કરી ચૂક્યાં છે કે ટાવરોના આસપાસની હવા સુરક્ષિત છે. પણ તેમાં કાર્સિનોજન નામના ઝેરીલા રસાયણનું પાતળું સ્તર છે.

નિષ્ણાતો જણાવે છે કે માનવ ત્વચા પર ભીનો સિમેન્ટ પડવાથી ચામડીમાં બળતરા થાય છે. આવું જ અહીં બની રહ્યું છે. બુસેની જણાવે છે કે હું સાઇટ પર એક સપ્તાહ કરતા ઓછો સમય રહ્યો પણ ઘરે ગયા પછી ખ્યાલ આવ્યો કે કશીક ગડબડ છે. મારે ડોક્ટર પાસે જવું પડ્યું હતું. ઘણા ફાયર ફાઇટર્સને શ્વાસોચ્છવાસની તકલીફ થઈ. પણ જેમની ઓળખ રક્ષક તરીકેની છે તેઓ પોતાની મુશ્કેલીઓ વિશે જણાવવાનું ટાળે છે.

ફાયર ફાઇટર 20 વર્ષ પછી પણ કફની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે
ફ્રેન્ડ્સ ઓફ ફાયરફાઇટર્સ નામની સંસ્થા કાર્યરત અને નિવૃત્ત ફાયર ફાઇટર્સને વિનામૂલ્યે આરોગ્યવિષયક સલાહો આપે છે. હુમલાના કેટલાક દિવસો પછી અમેરિકી કોંગ્રેસે પીડિતોને વળતર માટે ફંડ બનાવ્યું હતું. નાણાં પૂરા થઈ ગયા તો ફંડ માટે અભિયાન ચલાવવું પડ્યું. 2019માં માગ પૂરી થઈ. પૂર્વ ફાયર ફાઇટર્સ 20 વર્ષ પછી કફ સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘણાએ જીવ ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...