આરોગ્ય:હાડકાં, સાંધાની સર્જરીને બદલે કસરતથી વધુ ફાયદો, ફિઝિયોથેરપી અને દવાઓ ફાયદાકારક

વોશિંગ્ટન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ રિસર્ચરોની સ્ટડીમાં ઘૂંટણ, સ્પાઈન, ખભાના ઓપરેશન અસરકારક જોવા ન મળ્યા

આજકાલ ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ સહિત હાડકાંની અનેક સમસ્યામાં સર્જરી કરાવવાનું ચલણ સામાન્ય થયું છે. તેમાં ખર્ચ વધુ હોય છે. જોખમ વધુ છે. અનેક વખથ સંપૂર્ણપણે સાજા થવામાં મહિનાઓ લાગી જાય છે. એક રિવ્યૂમાં જોવા મળ્યું કે, તેમાંથી અનેક પ્રકારની સર્જરી સફળ થવાના પૂરાવા ટ્રાયલમાં મળ્યા નથી. સર્જરી જ્યાં અસરકારક જોવા મળી તો સમીક્ષા કરતા જાણવા મળ્યું કે, આ સર્જરી વગરના ઈલાજથી વધુ સારા નથી. અનેક બાબતોમાં સર્જરી કસરત, ફિઝિયોથેરાપી અને દવાઓ જોવા વિકલ્પોથી વધુ અસરકારક રહી નથી.

બ્રિટિશ રિસર્ચરોએ ઘૂંટણ, હિપ, ખભા, કરોડરજ્જુ અને કાંડા સહિત દસ સામાન્ય ઓર્થોપેડિક ઓપરેશનોના અભ્યાસો પર સરવે કર્યો છે. તેમણે જોયું કે, ઘૂંટણ બદલવા સહિત અન્ય સર્જરીથી વધુ ફાયદાકારક બીજા ઈલાજ છે. 6 અન્ય પ્રકારની સામાન્ય સર્જરીના સ્ટડીમાં જોવા મળ્યું કે, કસરત, વજન નિયંત્રણ કરવું, ફિઝિયોથેરપી અને દવાઓનો ઈલાજ વધુ ફાયદાકારક છે. ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં ઓર્થોપેડિક સર્જરીના પ્રોફેસર ડો. એશલે બ્લોમ કહે છે કે, અમારો અભ્યાસ એ દર્શાવતો નથી કે આ ઓપરેશનોથી દર્દી સાજા થાય છે.

સેનફ્રાન્સિસ્કોની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઓર્થોપેડિક સર્જરીના પ્રોફેસર ડો. સામ મોર્શેદ કહે છે કે, આપણે ખુદને અરીસો બતાવવો જોઈએ અને કેટલાક ઓપરેશનોની અસર તપાસવી જોઈએ. તેની સાથે એ સમજવું જરૂરી છે કે કોઈ ઈલાજને ઉચિત ઠેરવતી ટ્રાયલનો અર્થ એવો નથી કે તે ઈલાજ અસરકારક નથી. હિસ સર્જરી આ વાતનું સારું ઉદાહરણ છે. હિપ સર્જરીની કોઈ ટ્રાયલ થઈ નથી, પરંતુ બિનસર્જિકલ ઈલાજોની તુલામાં તે ફાયદાકારક સાબિત થઈ છે.

સર્જરી અને બીજા ઉપાયોથી રાહત લગભગ એકસમાન રહી
અમેરિકામાં ઘૂંટણના અંદરના લિગામેન્ટ કે એસીએલના ઈલાજનો ઓર્થોસ્કોપિક ઓપરેશન ખૂબ જ સામાન્ય છે. ખેલાડીઓને આ ઈજા વધુ થતી હોય છે. કેટલાક અભ્યાસમાં તેની સફળતાનો દર 97 ટકા જોવા મળ્યો છે. બિનસર્જિકલ ઈલાજોથી ઓપરેશનની તુલના કરાઈ તો બંને પ્રકારના ઈલાજમાં દુઃખાવામાં ઘણું ઓછું અતર જોવા મળ્યું છે. ખભાના સાંધાની માંસપેશીઓના રોટેટર કફ ઓપરેશનોની સમીક્ષામાં રિસર્ચરોને જોવા મળ્યું કે, એકસરસાઈઝ, સ્ટિરોઈડ ઈન્જેક્શનોના ઈલાજ અને સર્જરીથી દુઃખાવો, ખભાના હલન-ચલન કે દર્દીને રાહત બાબતે કોઈ અંતર જોવા મળ્યું નથી. કરોડરજ્જુના નીચેના ભાગમાં ડિસ્કની સમસ્યાના ઓપેરશનોના ત્રણ વિશ્લેષણમાં જોવા મળ્યું કે, સર્જરી-બિનસર્જિકલ ઈલાજથી એક સમાન સુધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...