તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનિસ્તાનની કથળેલી સ્થિતિ:હેલમંડ પ્રાંતની હોસ્પિટલમાં ગોળીથી ઘવાયેલા 50થી વધુ લોકો રોજ પહોંચી રહ્યા છે પણ નર્સ નથી, એટીએમમાં પૈસા ખાલી

કાબુલએક મહિનો પહેલા
  • જરૂરી વસ્તુઓ 3 ગણી મોંઘી બની, દરેક પ્રાંતમાં હાલત કફોડી
  • તાલિબાનના કબજા બાદ અહીં સ્વાસ્થ્ય સેવાઓ પડી ભાંગી છે
  • હેલમંડ પ્રાંતની એક હોસ્પિટલમાં જ ગોળીથી ઘવાયેલા 50થી વધુ લોકો રોજ પહોંચી રહ્યા છે

તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં બેન્કિંગ અને સ્વાસ્થ્ય સેવાઓની હાલત કથળી ગઈ છે. એટીએમમાં પૈસા નથી અને બેન્કોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાણી-પીણી, દવાઓથી લઈને જરૂરી વસ્તુઓના ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા છે.

સૌથી વધુ બદહાલ સ્વાસ્થ્ય સેવાઓનો છે. મોટી સંખ્યામાં મહિલા નર્સ પાછી ફરી નથી. કાબુલમાં એક હોસ્પિટલના અધિકારીએ કહ્યું કે હાલ અમે હિંસામાં ઘવાયેલા લોકોની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છીએ. મોટા ભાગના દર્દીઓ કાબુલ એરપોર્ટ પરથી આવી રહ્યાં છે પણ તાલિબાનના કબજા બાદ લોકોની જાહાનિની નવી પેટર્ન જોવા મળી રહી છે.

તે કહે છે કે જ્યારે તાલિબાને દેશના નિયંત્રણ માટે સરકારી દળો સામે લડાઈ લડી તો હોસ્પિટલોના ઈમરજન્સી વિભાગમાં આવનારા દર્દી હવાઈ હુમલા, મોર્ટાર, રોકેટથી ચાલતા ગ્રેનેડ અને નાના વિસ્ફોટકોને કારણે ઘાયલ થઈ રહ્યા હતા.

હવે લોકો ગોળી વાગતા ઘવાઈ રહ્યા છે જેનું કારણ ફક્ત અરાજકતા છે. અમુક લોકો પોલીસની અછત અને કાયદો વ્યવસ્થા ન હોવાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તે કહે છે કે અમારી પાસે દરરોજ સરેરાશ ગોળીઓથી ઘવાયેલા 6 લોકો આવી રહ્યા છે.

યુએન : તાલિબાન જાહેરમાં લોકોની હત્યા કરી રહ્યું છે
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંગઠનના વરિષ્ઠ અધિકારી મિશેલ બેશલેટે કહ્યું કે તેમને અફઘાનમાં થઈ રહેલા અત્યાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનના કેસનો મજબૂત રિપોર્ટ મળી રહ્યો છે. અફઘાનમાં તાલિબાન જાહેરમાં લોકોની હત્યા કરી રહ્યા છે અને મહિલાઓ પર દમન ગુજારી રહ્યા છે. તેમણે જિનિવા ફોરમને આગ્રહ કર્યો કે તે તાલિબાનની હરકતો પર નજર રાખવા એક
સિસ્ટમ બનાવે.

તાલિબાનના વેશમાં પાક. સૈનિકો તપાસી રહ્યા છે
તાલિબાનના વેશમાં 300 પાકિસ્તાની સૈનિકો કાબુલમાં ઘેર ઘેર તપાસ કરી રહ્યા છે. આ લોકો આઈએસઆઈ માટે વૉન્ટેડ લોકોને શોધી રહ્યા છે. લોકોને શોધવા કાબુલની મુખ્ય મસ્જિદોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ખબરીઓની ભરતી કરાઈ રહી છે. અહીં લોકોમાં ડર છે કે ફક્ત અફઘાનની સુરક્ષા માટે કામ કરનારા અનેક લોકોને મોતને ઘાટ
ઉતારી દેવાશે.

સીઆઈએ ચીફે તાલિબાન નેતા સાથે મુલાકાત કરી
અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સે કાબુલમાં તાલિબાનના વડા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી હતી. કતારમાં અમેરિકી સરકાર અને તાલિબાન વચ્ચે થયેલી ગુપ્ત સમજૂતી દરમિયાન પણ બર્ન્સ હાજર હતા. મનાય છે કે અમેરિકા કાબુલમાં ફસાયેલા લોકોને કાઢવા માટે વધુ સમય ઈચ્છે છે. જોકે તાલિબાને 31 ઓગસ્ટ બાદ સમયસીમા વધારવાની માગ ફગાવી દીધી છે.

કાબુલ એરપોર્ટની બહાર હજુ પણ હજારો લોકો એકત્રિત
તાલિબાનના ભય હેઠળ મોટી સંખ્યામાં લોકો દેશ છોડી જઈ રહ્યા છે. હજારો લોકો નાના નાના બાળકો સાથે ભૂખ્યાં-તરસ્યાં આ આશામાં એરપોર્ટની બહાર ઊભા છે કે તેમને અમેરિકા અને યુરોપિયન દેશો પોતાની સાથે લઈ જશે. એવા લોકોની સંખ્યા 30 હજારને આંબી ગઈ છે. તેમાં એવા લોકો પણ છે જેમની પાસે પાસપોર્ટ પણ નથી અને તેમણે ક્યારેય વિદેશમાં કામ પણ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...