તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઈફેક્ટ:મલેશિયામાં 50 દિવસનાં લોકડાઉન બાદ દુકાનમાં પડેલી લેધરની વસ્તુઓ પર ફૂગ બાજી ગઈ

કુઆલા લુમ્પુર10 મહિનો પહેલા

મલેશિયામાં 50 દિવસનાં લોકડાઉન બાદ દેશમાં મોલ અને દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે, પણ લોકડાઉને લોકોનું કામ વધારી લીધું છે. અહિના મોલમાં લેધરની વસ્તુઓ પર ફૂગ બાજી ગઈ હતી. આ ફૂગને જોઈને દુકાનનો માલિક આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેણે ફૂગને સાફ કરવાનું કામ શરુ કરી દીધું છે. 

પુલાઉ ટીકુસ શહેરમાં આવેલા શોપિંગ મોલમાં પડેલી લેધરની વસ્તુઓ પર ફૂગ બાજી ગઈ હતી. આ મોલમાં ટ્રાવેલ અને ગરમ કપડાં રાખતા સ્ટોરનાં 47 વર્ષીય માલિક ચોન્ગે કહ્યું કે, ભેજવાળા વાતાવરણને લીધે ફૂગ બાજી ગઈ છે. મોલનું ટેમ્પરેચર એર કંડીશનર પર આધારિત હોય છે. ઠંડુ વાતાવરણ વધી જાય તો ભેજ પણ વધી જાય છે. મને લાગે છે કે, ભેજને લીધે ફૂગ દુકાનમાં રાખેલા બૂટ, બેગ અને બેલ્ટથી માંડીને દરેક ચામડાની વસ્તુઓ પર બાજી ગઈ.

સારી વાત તો એ છે કે, આ ફૂગને લીધે વસ્તુઓને કોઈ નુકસાન થયું નથી. ચામડાની વસ્તુઓની ચમકને પાછી લાવવા કર્મચારીઓ ફૂગને ચોખ્ખા કપડાંથી સાફ કરીને તેની પર તેલથી પોલિશ કરી દેશે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો