ડેનમાર્કમાં વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન સાથે મહત્વની મુલાકાત યોજ્યા બાદ PM મોદીએ હવે ત્યા વસવાટ કરી રહેલા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. બેલા સેન્ટરમાં મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદાયના લોકો સાથે તેમના મનની વાત કરી રહ્યા છે. ગઈકાલે સોમવારે પણ PM મોદીએ જર્મનીમાં રહેલા ભારતીય સમુદાય સાથે વાત કરી હતી.
PMના સંબોધનની મહત્વની બાબત
PM મેટે ફ્રેડરિકસને PM મોદીનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે આજે ડેનમાર્ક પહોંચ્યા છે.કોપેનહેગન એરપોર્ટ પર PM મેટે ફ્રેડરિકસને તેમનું સ્વાગત કર્યું હતુ. અહીંથી PM મોદી ફ્રેડરિકસનના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. PM મોદીએ પ્રધાનમંત્રી ફ્રેડરિકસન સાથે ગ્રીન સ્ટ્રેટજીક પાર્ટનર અને દ્વિપક્ષીય સંબંધ જેવા મુદ્દે ડિલિગેશન લેવલની બેઠક યોજી હતી તથા સંયુક્ત પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. ત્યારબાદ PM મોદી તથા PM ફ્રેડરિકસને ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો.
PM મોદીએ કહ્યું- ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય
ફોરમમાં PM મોદીએ કહ્યું- અત્યારે સોશિયલ મીડિયા પર એક શબ્દ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. આ શબ્દ છે-FOMO એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આજે જો આપણે ભારતમાં વ્યાપારને લગતા સુધારા અને રોકાણને લગતી તકો જોઈએ તો કહી શકાય છે કે જેઓ આ સમયે ભારતમાં રોકાણ નહીં કરે તેઓ ચોક્કસપણે એક સારી તક ગુમાવી દેશે.
PM મોદીની વાતનો જવાબ આપતા ડેનિશ PMએ કહ્યું- મને અત્યાર સુધી લાગતુ હતું કે FOMO ફક્ત ફ્રાઈડે નાઈટ અથવા પાર્ટીઓ માટે જ ઉપયોગમાં લેવાય છે, પણ હવે મને સમજાયું કે આ શબ્દ ભારત વિશે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરીઞ
ડેલિગેશન લેવલની બેઠકમાં બે દેશોના ગ્રીન સ્ટ્રેટીજીક પાર્ટનરશિપમાં વિકાસ અંગે સમિક્ષા કરી. બન્ને નેતાએ સ્કીલ ડેવલપમેન્ટ, ક્લાઈમેટ, પુનઃપ્રાપ્ય ઊર્જા, આર્કટિક, P2P સંબંધ જેવા મુદ્દે ચર્ચા કરી છે.જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ડેનિશ પીએમની સાથે બેઠકમાં તેમણે આ યુદ્ધ મુદ્દે પણ ચર્ચા કરી હતી અને બંને દેશોનું એવું જ માનવું છે કે, રશિયા અને યુક્રેને વાતચીત અને રાજનીતિ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે ડેનમાર્ક પહોંચ્યા છે . જતા પહેલા તેઓ ભારતીય સમુદાયને મળ્યા હતા. પીએમ મોદીએ લોકોને ન માત્ર ઓટોગ્રાફ આપ્યા, પરંતુ હાથ જોડીને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જતાં જતાં લોકોએ તેમને કહ્યું- વી લવ યુ સર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે ડેનમાર્કની મુલાકાત લેશે. અહીં ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં વડાપ્રધાન મેટે ફ્રેડરિકસનની સાથે મુલાકાત કરશે. ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને દ્વિપક્ષીય સંબંધો આ બેઠકના મુખ્ય મુદ્દાઓ હશે. આ સાથે ભારત-ડેનમાર્ક રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લેશે અને ડેનમાર્કમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે.
વડાપ્રધાન કાર્યાલયે એક અખબારી યાદી બહાર પાડીને ડેનમાર્કની મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી છે. વડાપ્રધાન મેટે ફ્રેડરિકસન સાથે મુલાકાત સિવાય પીએમ મોદી બીજી ઈન્ડો-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. ડેનમાર્ક ઉપરાંત આ સમિટમાં ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડન સામેલ થશે.
સમિટમાં આર્થિક સુધારા અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ફોકસ રહેશે
ઈન્ડો-નોર્ડિક સમિટમાં આર્થિક સુધારા, ક્લાઈમેટ ચેન્જ, ઈનોવેશન, ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી અને આર્કટિક ક્ષેત્રમાં ભારત-નોર્ડિક સહકાર જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદી ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના સ્ટેટ હેડ્સને પણ મળશે.
નોર્ડિક દેશો ભારત માટે સસ્ટેનેબિલિટી, રિન્યુએબલ એનર્જી, ડિજિટાઇઝેશન અને ઈનોવેશનમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારો છે. PM મોદી 3 અને 4 મેના રોજ ડેનમાર્કની મુલાકાત બાદ પરત ફરતી વખતે તેઓ ફ્રાન્સ પણ જશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પેરિસમાં ફરીથી વિજય બદલ અભિનંદન આપશે.
ભારત અને જર્મની વચ્ચે ગ્રીન એનર્જી પર મહત્ત્વપૂર્ણ કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. આ પછી બંને નેતા પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં સામેલ થયા હતા. આમાં ભારત અને જર્મની વચ્ચે ગ્રીન ઊર્જા પર એક મહત્ત્વપૂર્ણ કરાર થયા હતા. મોદીએ કહ્યું હતું- ભારત અને જર્મની સાથે મળીને ગ્રીન હાઈડ્રોજન ટાસ્કફોર્સની રચના કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશ વચ્ચે સતત વિકાસ પર એક કરાર થયા છે, જે અંતર્ગત ભારતને 2030 સુધીમાં ક્લીન એલર્જીને પ્રોત્સાહન આપવા માટે 10.5 અબજ ડોલરની નાણાકીય સહાય ઉપલબ્ધ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.