ભાસ્કર વિશેષ:પીએમના 41 કલાકના જાપાન પ્રવાસમાં 24 મીટિંગ, મોદીએ ઊંઘ પર કન્ટ્રોલ માટે બૉડી ક્લૉક રિસેટ કરી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેક્સિમમ આઉટપુટનો મંત્ર- વિમાનમાં પણ યોજી અધિકારીઓ સાથે બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન મિનિમમ ટાઇમમાં મેક્સિમમ આઉટપુટ આપવા માટે દિલ્હીથી જ પોતાની બૉડી ક્લૉકને રિસેટ કરી દીધી. 41 કલાકના આ પ્રવાસમાં તેઓ માત્ર સાડા 7 કલાક જ નીંદર લેશે. તેમાં વિમાનમાં લીધેલી 4 કલાકની ઊંઘ પણ સામેલ છે. ત્રણ દિવસના પ્રવાસમાં પીએમ 24થી વધુ મીટિંગ કરશે.

પીએમ 22 મેની રાત્રે 8 વાગ્યે જાપાન માટે રવાના થયા તે સમયે જાપાનમાં રાતના 11:30 વાગ્યા હતા. પીએમે દોઢ કલાક સુધી વિમાનમાં અધિકારીઓ સાથે બેઠક કરી. અર્થાત જાપાનમાં જ્યારે રાતના એક વાગી રહ્યો હતો. ત્યારબાદ પીએમ સૂઈ ગયા અને 4 કલાક બાદ અર્થાત જે સમયે જાપાનમાં સવારના સાડા પાંચ વાગ્યા હતા તેઓ ફરી જાગ્યા. એટલે કે તેઓએ જાપાનમાં દિવસ-રાતના હિસાબથી બૉડી ક્લૉક એડજસ્ટ કરી.

પીએમના જાપાન પ્રવાસના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ મુજબ મોદી 23 મેના રોજ સવારે 7:50 વાગ્યે ટોક્યો એરપોર્ટ પહોંચ્યા અને 40 મિનિટ બાદ સવારે 8:30 વાગ્યાથી નિયત 9 કાર્યક્રમમાં સામેલ થયા. જેમાં 4 કાર્યક્રમ 20-20 મિનિટના હતા. દરેક કાર્યક્રમની વચ્ચે 10 મિનિટનો અંતરાલ હતો અને આ દરમિયાન પણ પીએમ, અધિકારીઓની સાથે બ્રીફિંગ અને ફાઇલ ડિસ્કશનમાં રહ્યા.

23 મેના રોજ કુલ 12 કલાક સુધી પીએમ બેઠક, સંવાદ, ઉદ્ઘાટન જેવા કાર્યક્રમમાં સામેલ થયા. એકથી બીજા કાર્યક્રમની વચ્ચે બ્રેકનો મહત્તમ અંતરાલ 10 મિનિટનો રહ્યો. બે કાર્યક્રમની વચ્ચે આટલો ઓછો સમય પીએમ એ કારણે રાખે છે, જેથી ન ખાલી સમય મળે અને ન શરીર થાક અનુભવે. મોદી પોતાના પ્રત્યેક પ્રવાસમાં આ પદ્ધતિ અપનાવે છે.

મંગળવારે પણ મોદી 11 કલાકમાં 12 કાર્યક્રમોમાં સામેલ
24 મેએ પીએમના 12 કાર્યક્રમ હતા. તે સવારે 10 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી અર્થાત 13 કલાક ચાલ્યા. રાત્રે 11 વાગ્યે પીએમ ભારત રવાના થઈને 25ની સવારે 5 વાગ્યે દિલ્હી પહોંચશે. તેઓ સવારે 7:30 વાગ્યાથી કામ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...