UN જનરલ એસેમ્બ્લીથી 3 મોટા ચહેરા દૂર:મોદી, પુતિન અને જિનપિંગ સભામાં ભાગ નહીં લે; ભારત 5S ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રિત કરશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહિ જાય. ભારત વતી વિદેશમંત્રી જયશંકર મહાસભામાં ભાગ લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ બેઠકમાં ભાગ લેશે નહીં. બન્ને દેશના વિદેશમંત્રી પોતાના દેશનો પત્ર રજૂ કરશે.

મોદીએ UNને થોડા સમયે પહેલા 'FIVE S'ની ફોર્મ્યુલા આપી હતી. જયશંકર આની પર 24 સપ્ટેમ્બરે વિસ્તૃત વાત કરશે. તેઓ લગભગ 50 અન્ય મીટિંગમાં પણ ભાગ લેશે. આમાંથી કેટલાક દ્વિપક્ષીય હશે.

કોરોનાકાળ બાદ( બે વર્ષ પછી) તમામ રાષ્ટ્રીય અધ્યક્ષોને આ પ્લેટફોર્મ પર પહેલીવાર મળવાની તક મળી છે. વિશ્વના ત્રણ મોટા નેતા મોદી, પુતિન અને જિનપિંગ ભાગ લેશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ભાગ લેશે. બાઈડનને પહેલા ભાષણ આપવાનું હતું, પરંતુ તેઓ ક્વીન એલિઝાબેથના અંતિમસંસ્કારમાં ભાગ લેવા લંડન ગયા હતા, તેથી હવે બ્રાઝિલ બાદ તેમનું ભાષણ 21 સપ્ટેમ્બર એટલે કે બુધવારે થશે.

એવું માનવામાં આવે છે કે રશિયા અને ચીન અમેરિકા સાથે ગંભીર તણાવને કારણે પુતિન અને જિનપિંગે ન્યૂયોર્ક ન આવવાનો નિર્ણય કર્યો છે. બન્ને દેશોએ સત્તાવાર રીતે નેતાઓ હાજર ન રહેવાનું કારણ જણાવ્યું નથી. મોદીનું ભાગ ન લેવાનું કારણ પણ સ્પષ્ટ નથી. તેઓ ગયા અઠવાડિયે SCO સમિટ માટે ઉઝબેકિસ્તાન ગયા હતા.

મોદી 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક માટે ન્યૂયોર્ક ગયા હતા. આ પછી બે વર્ષ સુધી કોવિડ રહ્યો. આ વખતે વડાપ્રધાન જવાના નથી. (ફાઈલ)
મોદી 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક માટે ન્યૂયોર્ક ગયા હતા. આ પછી બે વર્ષ સુધી કોવિડ રહ્યો. આ વખતે વડાપ્રધાન જવાના નથી. (ફાઈલ)

ભારતે આપી Five S ફોર્મ્યુલા
જયશંકર 18 સપ્ટેમ્બરે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. 28 સ્પ્ટેમ્બર સુધી તેઓ અમેરિકા રહેશે. મોદીએ થોડા સમય પહેલાં Five S ફોર્મ્યુલા આપી હતી, જે સન્માન(RESPECT), સંવાદ(DIALOGUE), સહયોગ(COOPERATION), શાંતિ(PEACE), સમૃદ્ધિ(PROSPERITY) છે.

આ મીટિંગમાં જિયોપોલિટિકલ ટેન્શન, ક્લાઇમેટ ક્રાઇસિસ અને ગ્લોબલ ફૂડ શોર્ટેજ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. જિયોપોલિટિકલ ટેન્શનની વાત કરીએ તો, સૌથી વધુ પ્રાથમિકતા રશિયા-યુક્રેન યુદ્ધ પર છે, જેને કારણે ગ્લોબલ ફૂડ શોર્ટેજનો ખતરો સામે આવ્યો છે. પાકિસ્તામાં પૂરને કારણે તબાહી મચી ગઈ છે, જેનું કારણ ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવી રહ્યું છે. 150 પ્રતિનિધિ આ મુદ્દે ચર્ચા કરશે.

પુતિન અને જિનપિંગ બંને યુએનજીએમાં ભાગ લેશે નહીં. અમેરિકા સાથે ચીન અને રશિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. યુક્રેનના મુદ્દે ચીને પણ રશિયાનું સમર્થન કર્યું છે. (ફાઈલ)
પુતિન અને જિનપિંગ બંને યુએનજીએમાં ભાગ લેશે નહીં. અમેરિકા સાથે ચીન અને રશિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. યુક્રેનના મુદ્દે ચીને પણ રશિયાનું સમર્થન કર્યું છે. (ફાઈલ)

પાકિસ્તાન પછી ભારતનો નંબર
પાકિસ્તાન તરફથી પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ જનરલ એસેમ્બ્લી પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં પૂરને કારણે સર્જાયેલી હોનારત પર અન્ય દેશ પાસેથી મદદ માગશે અને ક્લાઇમેટ ચેન્જની વાત કરશે. શરીફ આની પહેલાં પણ કહી ચૂક્યા છે કે અમીર દેશોએ ક્લાઇમેટ ચેન્જ વિશે કોઈ પગલાં લીધા નથી, જેને કારણે ગરીબ દેશોએ ભોગવવું પડે છે. શરીફ ફરી એકવાર દુનિયા સામે મદદનો હાથ ફેલાવશે. તેમણે પોતે આ વાત કહી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ UNGAમાં પોતાના દેશનો પક્ષ રજૂ કરશે. પૂરના કારણે થયેલી તબાહી પર તેઓ વિશ્વની મદદ માગશે. કાશ્મીરનો રાગ પણ ગાઈ શકાય છે. (ફાઈલ)
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ UNGAમાં પોતાના દેશનો પક્ષ રજૂ કરશે. પૂરના કારણે થયેલી તબાહી પર તેઓ વિશ્વની મદદ માગશે. કાશ્મીરનો રાગ પણ ગાઈ શકાય છે. (ફાઈલ)

શાહબાઝ કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. જો આવું થાય તો જયશંકર દ્વારા બીજા દિવસે તેમને જવાબ આપવામાં આવશે. ઘણા પાકિસ્તાની પત્રકારો સહમત છે કે જયશંકરની દલીલોનો જવાબ આપવો સરળ નથી.

અન્ય સમાચારો પણ છે...